આ આર્યુવેદ ઉપચારથી ચમકાવો તમારો ચહેરો, નહિં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

લગ્ન પહેલાં ચહેરાને અનેરી ચમક આપવા આ આયુર્વેદ ઉપચાર અપનાવો

બસ હવે કમૂર્તા પૂરા થવા જ જઈ રહ્યા છે અને લગ્નની સિઝન શરૂ થવાની છે. જો તમારા પોતાના જ લગ્ન આવતા હોય અથવા તો તમારા ઘરમાં કોઈના લગ્ન આવતા હોય અને તેમાં તમે સુંદર દેખાવા માગતા હોવ તો આજે અમે તમારા માટે જ કેટલાક આયુર્વેદીક ઉપાય લઈને આવ્યા છે તમને કોઈ પણ આડઅસર પહોંચાડ્યા વગર સુંદર ગ્લો આપશે.

image source

તમે લગ્ન માટે ગમે તેટલું શોપિંગ કરી લો, સુંદર ડીઝાઈનર વસ્ત્રો ખરીદી લો, પાર્લરમાં જઈને ગમે તેટલી ટ્રીટમેન્ટ કરશો પણ તે બધાથી જ્યારે તમે તમે તમારી જાતને સજાવશો ત્યારે તે સાવ જ ટેમ્પરરી હશે ક્ષણિક જ હશે જો તમે લાંબા ગાળાનું સૌંદર્ય ઇચ્છતા હોવ તો આધુનિક નહીં પણ આયુર્વેદ ઉપાય અજમાવો. આયુર્વેદની કેટલીક ટ્રીટમેન્ટ તમને લાંબાગાળાનો ગ્લો અને સૌંદર્ય આપશે.

આયુર્વેદમાં કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી ત્વચાને પુનઃ સંતુલીત કરે છે અને તમને એક અનેરી ચમક આપે છે. ચાલો તમને કેટલીક આયુર્વેદીક ટ્રીટમેન્ટ વિષે માહિતી આપીએ જે લગ્ન પહેલાં તમારા માત્ર ચહેરાને જ નહીં પણ તમારા સંપૂર્ણ બોડી તેમજ સૌલને પુનર્જીવીત કરશે.

શીરોધારા

image source

શીરોધારા એક સંસ્કૃત શબ્દ છેઃ શીરો એટલે કે માથું અને ધારા એટલે કે ધાર, આ એક આયુર્વેદ થેરાપી છે તેમાં ધીમે ધીમે તેલને તમારા કપાળ પર રેડવામાં આવે છે. આ પંચકર્મમાંની એક વિધી છે જે એક ક્લીન્ઝીંગ પ્રક્રિયા છે. શીરોધારા વાત દોશને સુધારે છે. અહીં કપાળને ત્રીજું નેત્ર ગણવામાં આવે છે.

image source

નિષ્ણાત સૌ પહેલાં વ્યક્તિના દોષને નક્કી કરે છે. આ શીરોધારા કર્યા બાદ ખભાનું મસાજ કરવામાં આવે છે જે ખભાના સાંધાને રિલેક્સ કરે છે. આયુર્વેદીક ઔષધીઓના ગુણો ધરાવતા તેલનું ડાબેથી જમણી તરફ ધારા કરવામાં આવે છે તેના દોષ પ્રમાણે. આ ઉપચારનો ઉદ્દેશ ત્રીજુ નેત્ર ખોલીને માનસિક તાણ તેમજ નકારાત્મક વિચારોને દૂર કરવાની છે.

અભયંગા મસાજ

image source

આ એક સદીઓ જુનો ઉપચાર છે. તેનાથી તમારી ત્વચાને પોષણ મળશે અને તે સુંવાળી બનશે. તે તમારા શરીરના સાંધાને લુબ્રીકેટ કરશે અને લસિકા પ્રવાહીને છુટ્ટુ પાડશે, અને ડીટોક્સીફીકેશનમાં પણ તમારી મદદ કરશે અને તમને એક શાતા આપશે. તે અનિદ્રાની સમસ્યાને પણ ઘણા અંશે ઘટાડશે. આ મસાજ માટે તમારે ભ્રીંગરાજ તેલનો ઉપયોગ કરવો. ભ્રીંગરાજ તેલનો ઉપયોગ તમારે શીરો અભ્યંગા કરવું.

image source

આ તેલ તમે ઘરે પણ બનાવી શકો છો. જેના માટે તમારે તલનું તેલ, તુલસીના તાજા પાંદડા અને તાજુ આદુ આ બધું જ મિક્સ કરવું અને તેનાથી તમારા શરીર પર મસાજ કરવું. મસાજ કરવા માટે સૌ પ્રથમ તો આ તેલને તમારે હુંફાળુ ગરમ કરવું, ત્યાર બાદ તેને સૌથી પહેલાં તમારા કપાળ પર લગાવવું ત્યાર બાદ તમારા માથામાં, ત્યાર બાદ તમારા ગાલ, તમારી હડપચી, તમારી ડોક અને કાનની બૂટ, અને ત્યાર બાદ બાકીના શરીર (સર્વાંગ અભ્યાંગ) અને સૌથી છેલ્લે પગ (પદ અભ્યાંગ) પર તેનું મસાજ કરવું.

આ મસાજ કરવા માટે તમારા હાથની આંગળીઓ નહીં પણ તમારી હથેળીનો ઉપયોગ કરો. આ મસાજ તમારા શરીરમાંના ઝેરને બહાર કાઢે છે, તમારા સાંધાના દુઃખાવાને ઓછો કરે છે, તમારા શરીરની શુષ્કતાને અને થાકને દૂર કરે છે.

image source

પહેલાના સમયમાં અભ્યંગા મસાજને ડેઈલી રુટીન તરીકે કરવામાં આવતુ હતું. આ સિવાય તમે ડ્રાઈ મસાજ પણ કરી શકો છો જેમાં ત્રીફળાનો પાઉડર ઉપયોગમાં લેવામાં આવે છે.

ઔષધીય પોટલીવાળુ મસાજ

તમારા શરીરને આ મસાજ પણ ખુબ ગમશે. આ છે હર્બલ પોટલી ઉપચાર જેને ઉપનદા સ્વેદા પણ કેહવાય છે. આ ઉપચારમાં ગરમ મુસ્લીનના કાપડની પોટલીને તમારી ત્વચા પર મુકવામાં આવે છે, જે તમારા સોજા, દુખાવાને દૂર કરે છે અને તમારા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ વધારે છે અને તમને રીલેક્સ કરે છે.

image source

આ પોટલી મસાજ ટ્રેડીશ્નલ રીતે કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ તો સુકાયેલી અથવા તો તાજી આયુર્વેદીક ઔષધીઓ ભરવામાં આવે છે જે વ્યક્તિને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની છે તેના પર આધાર રાખે છે.

આ ઔષધીઓમાં તમે અશ્વગંધાનો ઉપયોગ કરી શકો છો તે તમારા સ્નાયુઓને ટાઇટ કરવામાં અને માનસિક તાણને ઘટાડવામાં મદદ કરશે, તો કડવા લીંમડાના પાન શરીરને ડીટોક્સ કરશે, લીંબુ તેમજ ફુદીનો માનસિક તાણ તેમજ માથાનો દુઃખાવો દૂર કરશે, અને ગરમ ચોખા તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેસન વધારશે.

image source

એક વાર આ પોટલીને ગરમ કર્યા બાદ તેને નક્કી કરેલા શરીરના ભાગ પર મુકવી. આમ સંપૂર્ણ શરીર પર તેનું મસાજ કરવું. અને ત્યાર બાદ ઠંડા પાણીથી સ્નાન કરી લેવું. તેનાથી તમને તાજગી અનુભવશો.

ઘરે જ આ હર્બલ પેક બનાવી સુંદર ત્વચાના માલિક બનો

– મગની દાળનો ફેસ પેક તમારા ચહેરા પરના વધારાના વાળ દૂર કરશેઃ દળેલી મગની દાળ, ચંદનનો પાઉડર, સંતરાની છાલનો પાઉડર, લીંબુ, ગુલાબ જળ અને મીઠા લીંમડાના પાન. આ બધી સામગ્રી તમે આ પેકમાં નાખી શકો છો. અને ત્યાર બાદ તેની પેસ્ટનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો.

image source

– ટામેટાનો પલ્પ, ચંદનનો પાઉડર, હળદર અને તેનો પાઉડર. આ સામગ્રીઓનો ઉપયોગ તમે ત્વચાને સ્વચ્છ કરવામાં બ્લેક હેડ્સ કાઢવામાં તેમજ કાળી થઈ ગયેલી ત્વચાને સુધારી શકો છો.

– હળદર, લીંબુ, ચણાનો લોટ અને દૂધ આ બધી જ સામગ્રી ભેગી કરીને તમારે તેની ફેસ પેક પેસ્ટ તૈયાર કરી લેવી. ત્યાર બાદ તેને સમાન્ય ફેસ પેકની જેમ લગાવી. 15-20 મિનિટ બાદ ચહેરો ધોઈ લેવો. આ ટ્રીટમેન્ટ તમારી ત્વચાને ચોખ્ખી કરશે અને તમારી બ્લેક હેડ્સની સાથે સાથે ત્વચાની અન્ય સમસ્યાને પણ દૂર કરશે. આ ઉપરાંત તમે આ પેસ્ટનો ઉપયોગ ઉબટન તરીકે પણ કરી શકો છો. અઠવાડિયામાં એકવાર તમે આ જ પેકથી નાહવાના સાબુની જગ્યાએ વાપરી શકો છો.

આયુર્વેદમાં દોષનું મહત્ત્વ

image source

આયુર્વેદ ભારતની એક સાકલ્યવાદી ઉપચાર વિધી છે, જેના મૂળિયા 5000 વર્ષ જૂના છે. તેનો મુખ્ય આધાર ત્રણ શારીરિક દોષો – વાત (હવા – પવન), પીત્ત (અગ્નિ – પાણી) અને કફ (પાણી અને પૃથ્વી) પર છે. આયુર્વેદનું લક્ષ શરીરમાંથી ઝેર દૂર કરીને શરીરમાં ઉર્જાના પ્રવાહ માટે રસ્તો ચોખ્ખો કરવાનું છે, અને ચક્રોને સંતુલીત કરવાનો છે. દરેક વ્યક્તિનો તેના ચોક્કસ દોષ પ્રમાણે ઉપચાર કરવામાં આવે છે. આમ આયુર્વેદ દ્વારા કોઈ પણ ઉપચાર કરતી વખતે નિષ્ણાત દ્વારા તમારા દોષને પણ જાણી લેવો જોઈએ જેથી કરીને યોગ્ય ઉપચાર થઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ