આયુર્વેદિક રીતે પેટના ફૂલવાની સમસ્યા નિવારવાના સરળ ઉપાયો જાણો…

જમ્યા પછી પેટ ફૂલાઈ જવાની સમસ્યા વધે છે. આ રીતે જમશો તો નહીં વધે પેટની ફાંદ!

વધતી જતી ફાંદ એ ભારતીય સ્ત્રી અને પુરુષોની ખરેખર જોઈએ તો રાષ્ટ્રીય સમસ્યા છે. આપણે જમીને અરિસામાં જોઈએ તો ક્યારેક શરમ આવે કે કેમ આપણું શરીર આટલું બધું ફૂલતું જાય છે. તેનું કારણ છે આપણી અનિયમિત દિનચર્યા અને અસંતુલિત આહાર. આ બે એવા કારણો છે જે માત્ર આપણું સ્વાસ્થ્ય બગાડતા નથી આપણી પેટને લઈને અને અન્ય સમસ્યાઓ પણ આવે છે.


આપણને અચાનકથી એવું લાગવા માંડે છે કે આપણું શરીર વધે છે, વજન સાથે પેટનો ઘેરાવો પણ વધે છે. ત્યારે આપણે ખાસ વિચારતાં થઈ જવું જોઈએ કે આપણાં દૈનિક જીવનમાં એવા શું ફેરફાર કરવા જોઈએ જેથી વજન ન વધે અને શરીર ન ફૂલે. આવો, કેટલીક સાવ સરળ ટીપ્સ જોઈએ. એ વાંચીને આપને થકે કે આજથી તેને અમલમાં મૂકીને આ બધા પ્રયોગ શરૂ કરી દઈએ.

જમતી વખતે પાણી પીઓ


જમતી વખતે પાચક રસ ઉત્પન્ન થાય એ માટે થોડી થોડી વારે કોઈને કોઈ પ્રવાહી લેવું જોઈએ. એટલે જ આપણાં ગુજરાતી જમણમાં દાળ કે કઢી અને છાસનો સમાવેશ થાય છે. પાચનતંત્રને સરળ બનાવવા તેમાં કુદરતી એસિડિક પ્રક્રિયા કરવા માટે ખોરાક સાથે કોઈને કોઈ પ્રવાહી જવું ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ખોરાક સરળતાથી પચશે અને પેટ ફૂલશે નહીં.

ચાવીને ખાવું


જે પણ ખોરાક લો તેને નિરાંતે બેસીને ચાવવો જોઈએ. ઉતાવળે ખાધેલો ખોરાક પેટમાં જઈને સરળતાથી પચતો નથી પરિણામે ગેસ થાય છે અને પેટ ફૂલે છે. શાંતિથી ચાવીને ખાવાથી મોંની લાળગ્રંથી ભળે છે અને જેને લીધે ખોરાક સરળતાથી પચી જાય છે.

હળવી કસરત


સવારે અને સાંજે ખાલી પેટે થોડી હળવી કસરત કરવાથી શરીરનું મેટાબોલિઝમ સેટ થાય છે. નિયમિત કસરત કરવાથી શરીર સ્ફૂર્તિમાં રહે છે અને પાચનતંત્ર પણ યોગ્ય રીતે કાર્ય કરતું થઈ જાય છે.

નમક ઓછું કરો


શરીરમાં નમકનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. શરીરને અશક્તિ ન લાગે એ રીતે નમક વાપરવામાં કાળજી રાખવી જોઈએ. સોડિયમનું પ્રમાણ શરીરમાં વધવાથી લોહી ફરવાની પ્રક્રિયામાં અસર પડે છે. જેને કારણે બ્લડ પ્રેશર પણ થઈ શકે છે. માથું દુખવું અને ચક્કર આવવા જેવી તકલીફ પણ થઈ શકે છે. શરીરમાં પાણીનો જથ્થો નમકને લીધે શોષાઈ જાય છે.

કાર્બોનેટવાળો ખોરાક ઓછો લો


રોટલી, રોટલો કે ભાતમાં ગ્લૂટેઈન ધરાવતો ખોરાક પચવામાં ભારે હોય છે વળી તેને લીધે ડાયાબિટીઝ થવાની પણ શક્યતા છે. જેને પચવામાં વાર લાગે તેવા કાર્બોનેટવાળા ખોરાક ન લેવા જોઈએ. અથવા તેનું રોજિંદા ભોજનમાં પ્રમાણ ઘટાડી દેવું જોઈએ.

રેસાયુક્ત આહાર લેવો


જેમાં સારા પ્રમાણમાં રેસા મળતા હોય એવા આખા ધાન અને પપૈયું, સફરજન જેવા મીઠાં ફળોનું સંતુલન આપના આહારમાં સમાવેશ કરવો જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું એકાદ ફળ કે લીલા શાકભાજી એવા લો જેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય. ફાઈબરને લીધે ખોરાક આંતરડાંમાંથી પસાર થઈને સરળતાથી પાચનતંત્રમાં ભળી જઈ શકે છે અને તેને લીધે મળનો ભરાવો નથી થતો અને કબજિયાતની ફરિયાદ પણ નથી રહેતી.

દુધ અને તેની બનાવટો


દૂધ અને તેમાંથી બનેલી બધી જ વસ્તુઓ ચીઝ, માખણ અને દહીંમાં ચરબીનું પ્રમાણ વધારે હોય. ભોજનમાં તેને ચોક્કસ લેવું જોઈએ. શરીરને જરૂરી દરેક પોષક તત્વો કેલ્શિયમ, વિટામિન તેમાંથી મળી રહે છે. પરંતુ તેને વધારે પ્રમાણમાં ન લેવું જોઈએ. જેમનું બેઠાડુ જીવન હોય અને કસરત ઓછી કરતા હોય તેમનું પેટ વધી જાય છે. જેથી દૂધમાંથી બનેલ ઉત્પાદન ઓછું લેવું જોઈએ.

લીલા શાકભાજી


કોબી, કાકડી, બ્રોકલી અને ફ્લાવર જેવા લીલા શાકભાજી ખાવાથી તમામ પ્રકારના મીનરલ્સ અને વિટામિન મળી રહે છે. તેનામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. કાચા સલાડમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે જેથી પચવામાં સરળ રહે છે. જેનાથી વજન નથી વધતું અને પેટ પણ નથી ફૂલતું.

કઠોળ ઘટાડો


તમને રાજમા અને છોલે ખૂબ ભાવે છે? તો પણ તમારે તેને ઓછા પ્રમાણમાં ખાવા જોઈશે તમારે જો અનિયમિત ભોજનને કારણે પેટ ફૂલવાની ફરિયાદ હોય તો પચવામાં ભારે એવા દરેક કઠોળને ખાવાનું ટાળવું જોઈશે. કઠોળ ખાવાથી પેટમાં ગેસ પણ થાય છે. જેને લીધે પેટમાં દુખાવાની અને ફૂલવાની શક્યતા રહે છે. મગ એક એવું કઠોળ છે જે નિર્દોષ છે જેને પલાળીને અને બાફીને પણ ખાવાથી સરળતાથી સારા પ્રમાણમાં ખાવામાં લઈ શકાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ