હોળીના આગમનનું પ્રતીક છે આ દિવસ, જાણી લો એનું મહત્વ અને તિથિ, સાથે જાણો લોકો કેવી રીતે કરે છે આ દિવસની ઉજવણી

ફાગણ મહિનાની બીજની તિથીને ફુલેરા બીજ તરીકે મનાવવામાં આવે છે. આ વખતે ફુલેરા બીજ 15 માર્ચ 2021ના દિવસે ને સોમવારે મનવવામાં આવશે. ફુલેરા બીજના દિવસ હોળીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે હોળીના પર્વની તૈયારીઓની શરૂઆત કરવામાં આવે છે.

फुलैरा दूज 2021
image source

આ દિવસથી ઉત્તર ભારતના ગામોમાં જે સ્થાન પર હોળી રાખવાની હોય ત્યાં પ્રતીકાત્મક રૂપે ઉપલા કે પછી લાકડા મૂકી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ ફુલેરા બીજના દિવસ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો હોળીમાં ચડાવવા માટે ગાયના છાણની ગુલરીયા પણ બનાવવામાં આવે છે તો ચાલો જાણી લઈએ ફુલેરા બીજના દિવસનું મહત્વ અને મુહૂર્ત.

ફુલેરા બીજનું મહત્વ.

(प्रतीकात्मक तस्वीर)
image source

ફાગણ મહિનામાં ફુલેરા બીજનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવવા છે. ફુલેરા બીજના દીવસે કોઈપણ માંગલિક કર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ફુલેરા બીજના દિવસે કોઈપણ મુહૂર્તમાં લગ્ન સંપન્ન કરી શકાય છે. ફુલેરા બીજના દિવસે ઉત્તર ભારતમાં ભગવાન કૃષ્ણ અને રાધાને ફૂલોથી શણગારવામાં આવે છે અને એમનું પૂજન કરવામાં આવે છે. ફુલેરા બીજના દિવસથી લઈને હોળીના દિવસ સુધી પોતાના ઘરમાં સાંજના સમયે દરરોજ ગુલાલ અને લોટથી રંગોળી બનાવવામાં આવે છે.

ફુલેરા બીજ તિથિ આરંભ અને સમાપ્ત સમય.

प्रतीकात्मक तस्वीर
image source

ફાગણ બીજ આરંભ- 14 માર્ચ 2021ના રોજ સાંજે 5 વાગ્યાને 6 મિનિટથી

ફાગણ બીજ સમાપ્ત- 15 માર્ચ 2021ના રોજ સાંજે 6 વાગ્યાને 49 મિનિટે.

શુ હોય છે ગુલરીયા.

प्रतीकात्मक तस्वीर
image source

ગુલરીયા ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. એને બનાવવાનું કામ ફુલેરા બીજથી જ શરૂ કરી દેવામાં આવે છે. એમાં સ્ત્રીઓ ગાયના છાણના નાના નાના ગોળા બનાવીને એમાં આંગળીથી વચ્ચે કાણું કરે છે. ત્યાર બાદ એને સૂકવવા મૂકી દે છે અને સુકાઈ ગયા બાદ આ ગુલરીયાની પાંચ સાત માળા બનાવવામાં આવે છે અને હોલિકા દહનના દિવસે ગુલરીયાને હોળીની અગ્નિમાં ચડાવી દેવામાં આવે છે

વ્રજ અને વૃંદાવનમાં હોય છે ફુલેરા બીજના દિવસે ખાસ ઉત્સવ.

image source

ફુલેરા બીજના દિવસને વ્રજ અને વૃંદાવનમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે મથુરા, વૃંદાવન અને વ્રજમાં રાધા અને કૃષ્ણના મંદિરોને ફુલથી શણગારવામાં આવે છે, એ સાથે જ ફૂલોની હોળી પણ રમવામાં આવે છે. મંદિરોમાં ભગવાન કૃષ્ણના હોળીના ભજન ગવામાં આવે છે. ચારે બાજુ ગુલાલ અને ફૂલોથી વાતાવરણ મનમોહિત થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ