સ્કાય ડાઇવિંગની જોરદાર મજા માણવી હોય તો આ જગ્યાઓ છે તમારા માટે જોરદાર, જાણો અને બનાવો પ્લાન

એક વર્ષ સુધી કોરોના મહામરીને લઈને મુકવામાં આવેલા વિવિધ પ્રતિબંધોને કારણે હરવા ફરવાના શોખીન લોકોને ફરજીયાત ઘરમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. અને લોકડાઉનમાં તો પર્યટન ઉદ્યોગ લગભગ સાવ ઠપ્પ જ થઈ ગયો હતો. જો કે હવે જેમ જેમ કોરોના સામે લડવાની જાગૃતિ લોકોમાં ફેલાઈ છે તેમ તેમ વિવિધ પ્રતિબંધો પણ હળવા થવા લાગ્યા છે અને સાથે જ પર્યટન ઉદ્યોગને પણ જાણે ઓક્સિજન મળી ગયો હોય તેમ સ્થિતિ સામાન્ય થવા લાગી છે. આ દરમિયાન સમજદારી અને સાવચેતી પૂર્વક લોકોએ યાત્રા પ્રવાસ કરવાના પણ શરૂ કર્યા છે. સરકારે એડવાઇઝરી બહાર પાડી કોરોના સંક્રમિત જગ્યાઓએ ફરવા ન જવા સલાહ આપી છે. જેથી ઘણા ખરા લોકો પોતાના દેશમાં જ ટ્રાવેલ ટ્રીપનું આયોજન કરી રહ્યા છે.

image source

જો કે અલગ અલગ લોકોની પસંદગી પણ અલગ અલગ હોય છે. અમુક લોકોને ટ્રેકિંગનો શોખ હોય છે તો અમુક લોકોને હાઇકિંગનો શોખ હોય છે જ્યારે કોઈકને સ્કાય ડાઇવિંગનો શોખ. જો તમને પણ સ્કાય ડાઇવિંગનો શોખ હોય અને તેનો આનંદ લેવા ઇચ્છતા હોય તો તમે આપણા દેશની જ અમુક પ્રખ્યાત જગ્યાઓએ ફરવા જઈ શકો છો અને સ્કાય ડાઇવિંગનો આનંદ માણી શકો છો. તો કઈ છે એક જગ્યાઓએ ચાલો જાણીએ વિસ્તારથી.

મૈસુર, કર્ણાટક

image source

ઇતિહાસના પાનાઓ પર મૈસુરનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકાયેલું હોઈ શકે કારણ કે આજના આધુનિક યુગમાં પણ મૈસુર પર્યટનની દ્રષ્ટિએ વિશ્વ આખામાં પ્રખ્યાત છે. સ્કાય ડાઇવિંગ માટે આ જગ્યા બિલકુલ પરફેક્ટ માનવામાં આવે છે. તમે અહીં આવીને સ્કાય ડાઇવિંગની સાથે સાથે કુદરતી સૌંદર્ય ધરાવતા નજારાઓ પણ નિહાળી શકશો.

બીર બીલિંગ, હિમાચલ પ્રદેશ

image source

બીર બીલિંગ, અસલમાં પેરાગ્લાઈડિંગ માટે વધુ પ્રખ્યાત છે. જો કે અહીં આવીને તમે સ્કાય ડાઇવિંગની મોજ પણ માણી શકો છો. બીર બીલિંગમાં પેરાગ્લાઈડિંગ ઓલમ્પિકનું આયોજન પણ થઈ ચૂક્યું છે. આ કારણે જ આ જગ્યા આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

અંબે વેલી, મહારાષ્ટ્ર

image source

દેશભરમાં આ ટ્રાવેલ ડેસ્ટિનેશનને પર્યટકો દ્વારા સૌથી વધુ પસંદગીના ડેસ્ટિનેશન પૈકી એક ગણવામાં આવે છે. અહીં આવીને પણ તમે સ્કાય ડાઇવિંગનો આનંદ ઉઠાવી શકો છો અને સાથે આ ખુબસુરત શહેરમાં ફરવાનો લ્હાવો પણ મેળવી શકો છો.

દૌસા, ગુજરાત

image source

ધ ઇન્ડિયન પેરશુટિંગ ફેડરેશન (The Indian Parachuting Federation) દ્વારા સમયાંતરે સ્કાય ડાઇવિંગનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના દૌસા ખાતે તમે ત્રણ પ્રકરણ સ્કાય ડાઇવિંગનો લાભ મેળવી શકો છો. એ સિવાય પણ ગુજરાતમાં પર્યટન ક્ષેત્રે બહુ જાણીતા સ્થળો આવેલા છે.

અલીગઢ, ઉત્તર પ્રદેશ

image source

દિલ્હી પાસેનું જ શહેર અલીગઢ સ્કાય ડાઇવિંગના શોખીનો માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જો તમે દિલ્હી આસપાસ સ્કાય ડાઇવિંગની મોજ માણવા ઇચ્છતા હોય તો અલીગઢ ચોક્કસ જવું જોઈએ. જો તમે પ્રથમ વખત સ્કાય ડાઇવિંગ કરવા જતાં હોય તો અહીં ટ્રેનર્સ તમને સ્કાય ડાઇવિંગની ટ્રેનિંગ પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ