સમાજને આવા પરિવારની ખરેખર જરૂર છે

1961ની વાત કરીએ તો ત્યારે દહેજ આપવાની કે લેવાની સામાજિક પ્રથા પર પ્રતિબંધ મૂક્તો “દહેજ પ્રતિબંધક અધિનિયમ” ઘડવામાં આવેલો. તે પછી કાયદાની પરિસ્થિતિ અનુસાર ફેરફારો કરવાનું જરૂરી લાગતાં 1984માં તેને સુધારવામાં આવ્યો અને કાયદા નીચે દહેજની માંગણી કરનાર, તે આપનાર અને લેનારને ગુનેગાર ઠરાવી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી. પણ તેમ છતાં આવા કેસ સામે આવતા રહે છે. ત્યારે આવા માહોલ વચ્ચે એક સરસ કેસ સામે આવ્યો છે અને જેની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે કરિયાવરના કારણે એક યુવતીના લગ્ન તૂટી ગયા અથવા કરિયાવર ન મળવાથી સાસરીયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હોય.

image source

કારણ કે દરરોજ આવી ઘટનાઓની જાણકારી આપણને અવારનવાર મળતી રહે છે. ઘણી વાર વિવાહીત મહિલાઓ કરિયાવરના ત્રાસના કારણે આપઘાત પણ કરી લેતી જોવા મળી રહી હોય છે. પરંતુ રાજસ્થાનમાં એક વર પક્ષે અનોખી પહેલ કરી અને ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

image source

અહીં એક વર પક્ષે દહેજમાં કરિયાવર તો ન જ લીધું પણ સસરાએ તેની વહુને એક સરસ કાર ગિફ્ટમાં આપી છે. હવે ચારેકોર આ કેસની ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો આ સસરા તેમજ પરિવારના ભરપૂર વખાણ કરી રહ્યા છે. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો રાજસ્થાનના સીકર જિલ્લાના રોલસાબરસર ગામમાં દીકરાના લગ્નમાં પિતાએ કરિયાવર ન લેતા પોતાની વહુને ગિફ્ટમાં કાર આપીને અનોખું ઉદાહરણ રજૂ કર્યુ છે.

image source

મળતા રિપોર્ટ મુજબ ફતેહપુરના શેખાવટી ઉપખંડ ઢાંઢણ ગામના રહેવાસી શિક્ષક વિદ્યાધર ભાસ્કરનો દીકરો ભાસ્કર રામના લગ્ન ફતેહપુર ગામના રામગઢ ગુડવાસના સેવા નિવૃત્ત રાજ્યપાલ જાખડની દીકરી નીલમ સાથે કરવામાં આ્યા છે અને હવે આ લગ્ન ચર્ચાઈ રહ્યા છે. વિદ્યાધર ભાસ્કરની વાત કરીએ તો નોકરી બાબતે તેઓ રોલસાબરસરના રાજકીય બાલિકા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક છે. 4 ફ્રેબુઆરીએ ભાસ્કર રામના લગ્ન થયા હતા. તે સોફ્ટવેર એન્જિનિયર છે. તો કન્યા નીલમ સુબોધ કોલેજમાં ભૌતિક શાસ્ત્રમાં Msc કરી રહી છે. વિદ્યાધર ભાસ્કરે દીકરાના લગ્નમાં દેહેજ ન લઇને સમાજમાં સારો સંદેશ આપ્યો છે. સાથે જ વહૂને ‘મુહ દિખાઇ’ રિવાજમાં કાર ગિફ્ટમાં આપી છે. આ પહેલના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

image source

આ વિશે વાત કરતાં શિક્ષક વિદ્યાધર ભાસ્કરે લોકોને જણાવ્યું હતું કે, મારો પરિવાર હંમેશાંથી જ કરિયાવરની વિરુદ્વમાં હતો અને દીકરાના લગ્ન કરિયાવર વિના જ કરવા છે એ વાત મનમાં રાખીને પહેલાથી જ આવું કંઈક કરવાનું વિચાર્યું હતું. અને આખરે આ કાર આપવાનું કામ કર્યું હતું. ત્યારે હવે આ હાલમાં આ વાત લોકોમાં વખણાઈ રહી છે અને લોકો આ કેસમાંથી પ્રેરણા પણ લેશે એવી સૌ કોઈને આશા છે.

image source

આ સિવાય જો વાત કરીએ તો દહેજ પ્રતિબંધક ધારા નીચે દહેજની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર દહેજ એટલે લગ્નમાં એક પક્ષકારે બીજા પક્ષકારને અથવા બંને પક્ષકારો પૈકી કોઈ પક્ષકારને અથવા બીજી કોઈપણ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલાં કે પછી કોઈ સમયે સદરહું પક્ષકારોના લગ્ન સંબંધી સીધી અથવા આડકતરી રીતે આપેલ અથવા આપવાનું કબૂલ કરેલ હોઈ મિલકત અથવા કીમતી જામીનગીરી. એ જાણવું જરૂરી છે કે મુસ્લિમ પર્સનલ કાયદા મુજબ દહેજની વ્યાખ્યામાં મહેરનો સમાવેશ થતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ