મોટા ભાઈ તૈમુર કરતા પણ મસ્ત લાગે છે કરીનાનો નાનો દીકરો જેહ, આ અનસીન તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો WOW

કરીના કપૂર ખાન હાલ બે વાતને લઈ ચર્ચામાં છે એક તો તેની બુક પ્રેન્ગેંસી બાઈબલ અને બીજી ચર્ચા થઈ રહી છે તેના નાના દીકરા જેહની તસવીરોની. જી હાં આમ તો આ કપલે છેલ્લા 4 મહિનાથી નાના દીકરાની ઝલક લોકોને દેખાડી નથી પરંતુ તેની કેટલીક અનસીન ફોટો સામે આવી છે. સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાનની તેના નાના દીકરા સાથેની તસવીર સામે આવી છે જે વાયરલ થઈ રહી છે.

image soucre

કરીના કપૂર ખાનના એક ઈંસ્ટા ફેનપેજ પર સૌથી પહેલા આ તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીર તેની બુકની હોવાની પણ ચર્ચા છે. તાજેતરમાં જ કરીના કપૂર ખાને તેની બુક પ્રેગ્નેંસી બાઈબલ લોન્ચ કરી છે. જો કે આ બુક તેના ટાઈટલને લઈને વિવાદમાં આવી છે. પરંતુ આ બુકમાં જ છપાયેલી જેહની તસવીરો લોકોનું દિલ જીતી રહી છે. કરીના કપૂર ખાનના જે ફેનપેજ પર આ ફોટો શેર કરવામાં આવી છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર જેહની છે.

image soucre

કરીના કપૂરના ફેન પેજ દ્વારા ઈંસ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો જોરદાર વાયરલ થઈ ચુકી છે. તેમાં કરીના કપૂર ખાન તેના નાના દીકરા સાથે મસ્તી કરતી જોવા મળે છે. જેહની આ તસવીર જોઈ ફેન્સ તેને તૈમૂરની કાર્બન કોપી પણ કહી રહ્યા છે.

image soucre

કરીના કપૂર ખાનના ફેન તેની અને તેના નાના દીકરાની આ તસવીરો જોઈ ઉત્સાહમાં આવ્યા છે. જેહ અને કરીના સાથે તૈમૂરની તસવીર પણ વાયરલ થઈ છે. આ તસવીર તૈમૂર ચાર મહિનાનો હતો ત્યારની હોવાનું કહેવાય છે. આ બંને તસવીર જોતાં ફેન્સ કહી રહ્યા છે કે નાનો જેહ તૈમૂર જેવો જ દેખાય છે.

image soucre

ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે 21 ફેબ્રુઆરીએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ તેણે પોતાના નાના દીકરાના નામ અંગે ખુલાસો કર્યો હતો. કરીના કપૂરે તેના નાના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો છે. તૈમૂરને મળતા મીડિયા અટેન્શનને ધ્યાનમાં લઈ આ વખતે કરીના અને સૈફે નાના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો છે.

image soucre

જો કે તેમ છતાં હવે જેહની તસવીર સામે આવી જ ચુકી છે. કરીનાના ફેન પેજ પર ત્રણ ફોટો શેર કરવામાં આવી હતી. જેમાં એકમાં કરીના તૈમૂર સાથે છે તો બીજામાં ક્યૂટ જેહ સાથે અને ત્રીજી પોસ્ટમાં લખેલું છે કે, મારા જીવનના ત્રણ સૌથી હેન્ડસમ માણસો અને મારી શક્તિ, સૈફુ, તૈમૂર અને જેહ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong