વિખરાઇ ગયો પરિવાર: રાજ કૌશલ પત્ની મંદિરા અને બાળકો સાથે રહેતા હતા મુંબઈના આ આલિશાન બંગલામાં, જોઇ લો અંદરનો નજારો

ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું તા. ૩૦ જુન, ૨૦૨૧ના રોજ અચાનક હાર્ટ એટેક આવી જવાથી અવસાન થઈ ગયું છે અને આમ પતિના અચાનક અવસાન થયા બાદ મંદિરા બેદી સંપૂર્ણ રીતે ભાંગી પડી છે, એવું લાગી રહ્યું છે કે, જાણે મંદિરા બેદીની પૂરી દુનિયા જ બરબાદ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, રાજ કૌશલ પોતાની પાછળ પત્ની મંદિરા બેદી, એક દીકરો અને એક દીકરીને આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા છે. બંને બાળકોની જવાબદારી હવે મંદિરા બેદી પર આવી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, મંદિરા બેદી અને રાજ કૌશલ પોતાના બંને બાળકોની સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ એક શાનદાર વિલામાં રહેતા હતા અને આખુ ઘર ભરપુર હતું, પણ હવે જયારે રાજ કૌશલ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે તો તે ઘરનો દરેક ખૂણો હવે નિર્જન લાગી રહ્યો છે ત્યારે હવે મંદિરા બેદી અને તેમના બાળકોએ આ જ ઘરમાં રાજ કૌશલની યાદો સાથે જ રહેવાનું છે. ત્યારે આજે અમે આપને રાજ કૌશલ અને મંદિરા બેદીના આ ઘરની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ મંદિરા બેદીના ઘરના આ ફોટોસ….

આપણે બધા જાણીએ છીએ કે, રાજ કૌશલ અને મંદિરા બેદીએ વર્ષ ૧૯૯૯માં એકબીજાની સાથે લવ મેરેજ કર્યા હતા. રાજ અને મંદિરાને બે સંતાનો પણ છે. મંદિરા અને રાજ પોતાના બાળકોની સાથે મુંબઈમાં આવેલ બાંદ્રા વિસ્તારમાં આવેલ શાનદાર વિલામાં રહેતા હતા, મંદિરા અને રાજનો પરિવાર જે વિલામાં રહે છે તેનું નામ ‘રામા’ છે. ‘રામા’ વિલામાં અત્યાર સુધી રાજ કૌશલની સાથે તેમનો હસતો રમતો પરિવાર રહેતો હતો જયારે હવે આ ઘરમાં રાજ કૌશલની ફક્ત સ્મૃતિઓ જ રહી ગઈ છે અને આ સ્મૃતિઓની સાથે જ મંદિરા અને તેના બંને બાળકોને પોતાનું જીવન વિતાવવાનું છે.

આપને જણાવી દઈએ કે, મંદિરા બેદીનું આ વિલા ટ્રાયેન્ગલ શેપમાં બનેલ છે. આ ઘર અંદરથી જોવામાં ખુબ જ શાનદાર અને ભવ્ય છે. લગ્ન બાદ મંદિરા બેદી અને રાજ કૌશલ ‘રામા’ વિલામાં શિફ્ટ થઈ ગયા હતા. જેથી કરીને આ ઘરની સાથે રાજ કૌશલ અને મંદિરાની ઘણી બધી યાદો જોડાઈ છે. એટલું જ નહી, ‘રામા’ વિલા મંદિરા બેદી અને રાજ કૌશલએ સાથે મળીને ૬ મહિનામાં આ ઘરની સજાવટ કરી હતી, આ ઘરને આ દંપત્તિએ ડેકોરેશન માટે કોઈ ઈન્ટીરીયર ડીઝાઈનરને રાખ્યા હતા નહી.

મંદિરા બેદીના ઘરમાં આવેલ ભગવાનનું મંદિર પણ ઘણું સુંદર છે. મંદિરા પોતાના ઘરના મંદિરને હંમેશા ફૂલોની મદદથી સજાવીને રાખે છે અને આ ઘરના તમામ ખૂણાઓને અત્યંત સુંદર રીતે સજાવવામાં આવ્યું છે

મંદિરા બેદીના ‘રામા’ વિલાની દીવારો પર ઘણી બધી ખુબસુરત પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવી છે. આ પેઇન્ટિંગ્સની સુંદરતા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. આ વિલામાં રાજ અને મંદિરાનો બેડરૂમ પણ ખુબ જ સ્પેશિયલ છે. તેમજ આ ઘરનું ફલોરિંગ માટે લાકડાનો અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરાના ઘરનું કિચન પણ અત્યંત સુંદર છે.

આપને જણાવી દઈએ કે, રાજ અને મંદિરાને ‘રામા’ વિલાનો ગ્રાઉન્ડ ફ્લોરને સૌથી વધારે પસંદ કરે છે. એટલા માટે બંને પોતાના દિવસનો મોટોભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર જ વિતાવવાનું પસંદ કરતા હતા. પણ હવે ફક્ત મંદિરા જ અહિયાં રહેવાનું છે. મંદિરાના આ ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્ટડી રૂમ અને મનોરંજન માટે રૂમ બનાવવામાં આવ્યો છે. ‘રામા’ વિલા કોઈ લક્ઝુરીયસ બંગલાથી સહેજ પણ ઉતરતો નથી. જયારે મંદિરા બેદીને આ ઘરમાં હવે રાજ કૌશલનો અભાવ આજીવન રહેવાનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong