ભારતભરમાં જુદી જુદી રીતે રમાય છે હોળી, દિયર – ભાભી અને લઠ્ઠમાર હોળીમાં થાય છે ખાસ ધમાલ…

આપણાં દેશના લોકોએ અનેક વૈવિધ્ય સભર સંસ્કૃતિને પોતાના હૈયાંમાં સમાવી લીધી છે. અહીં દરેક ધર્મ, જ્ઞાતિ, જાતિને પોતાની આગવી સંસ્કૃતિ છે, સૌને પોતાના જુદા – જુદા રીતરીવાજો છે. દરેક પ્રાંતની પોતાની પ્રથા છે અને સૌની તહેવારો મનાવવાની રીત પણ તદ્દન જુદી છે. આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવવા સાથે સપ્તરંગી મીજાજ ધરાવે છે ત્યારે હોળી જેવો રંગીન તહેવાર તેમાં કેમ પાછળ રહી જાય? આપણાં દેશમાં ચારેય દિશાઓમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને દરેક જગ્યાએ પોતતાની પરંપરા મુજબ અલગ અલગ ઉજવણી થાય છે.ઉત્તરાખંડની હોળી – ઉત્તરાખંડની આ પ્રચલીત કુમાઉંની હોળીના નામે પ્રચલિત છે. આ પ્રદેશમાં હોળીનો તહેવાર શરૂ થઈ જાય છે વસંત પંચમીથી અને અહીંના લોકો પોતાના પહાડી વિસ્તારનો પારંપરિક પોશાક પહેરીને નૃત્ય કરીને રંગે રમે છે.

ઉત્તર પ્રદેશમાં રમાતી વ્રજની હોળી – ઉત્તર પ્રદેશના પશ્ચિમમાં પારંપરિક રીતે રમાતી વ્રઝની લઠ્ઠમાર હોળી દેશ ભરમાં પ્રખ્યાત છે. વ્રઝમાં વૃંદાવન – મથુરા , બરસાના અને નંદગામમાં આ હોળીનું બહુ જ મહત્વ છે. આ અવસરે અહીંની પરણીત મહિલાઓ પુરુષોને લાકડી મારે છે અને ત્યાંના પુરુષો પોતાનો અલગ જ અંદાજથી બચાવ કરે છે અને હોંશભેર રંગે રમે છે.હરિયાણાની દિયર-ભાભી હોળી – મસ્તી મજાક કરીને રમાતી આ હરિયાણાની હોળી દેશ ભરમાં બહુ જ જાણીતી છે. ધૂળેટીના દિવસે દિયરે રંગોથી તેની ભાભીને પરેશાન કરવાની રંગીલી પ્રથા છે. અહીં જ્યારે દિયર ભાભીને રંગ લગાવવાનો પ્રયત્ન કરે ત્યારે ભાભીએ પોતાના બચાવમાં દિયરને લાકડીથી મારે છે.

પંજાબની હોળી – ‘હોલા મોહલ્લા’ના નામથી પંજાબમાં હોળી જાણીતી છે. પંજાબના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન શ્રી આનંદપુર સાહિબ સ્થાને રમાતી આ હોળીના તહેવારને પુરુષોના અવસર તરીકે વધુ મહત્વ આપવામાં આવે છે. હાથમાં સિખોનું નિશાન નિહંગ ઉઠાવીને તથા ભાલા – તલવારની સાથે પુરુષો પ્રદર્શન આયોજિત કરે છે.રાજસ્થાની હોળી – રાજસ્થાન અને વ્રઝની હોળી વચ્ચે બહુ સામ્યતા છે. અહીંની ધૂળેટી હોળી સુકા ગુલાલથી રમવાની પરંપરા છે અને અહીં પણ લાકડી મારવાનો રીવાજ છે.

બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ દિવસ – બંગાળ રાજ્યમાં હોળીના તહેવારને ચૈતન્ય મહાપ્રભુના જન્મ દિવસ રૂપે ઉજવાય છે. આ ઉત્સવને ડોલ યાત્રા કે ડોલ મહોત્સવના નામે જાણીતી છે. તેમાં રાઘા-કૃષ્ણની પ્રતિમાઓને રથમાં બેસાડીને રથયાત્રા કઢાય છે. ત્યાંની મહિલાઓ પારંપરિક વસ્ત્રોમાં રથની આગળ નૃત્ય કરતી ચાલે છે.

ગોવાની હોળી – જ્યાં લોકો મોજમજા કરવા જ જતાં હોય એવા દરીયાઈ ગોવામાં કોંકણી હોળીનું ચલણ છે. તેને શિમગોત્સવના કહે છે. જ્યાં હોળીના દિવસે ઉલ્લાસભેર જુલુસ નીકળે છે અને તેમાં ત્યાં વસતી દરેક જાતિ – ધર્મના લોકો શામેલ થાય છે.
બિહારની ભોજપુરી હોળી – આપણાં દેશના પૂર્વના વિસ્તારોમાં ખાસ કરીને બિહારમાં હોળીને ફાહ નામે જાણીતી છે. અહીં ઘણી જગ્યાએ કિચડથી રમવાની રીત છે. જેને ફાડ હોળી પણ કહેવામાં આવે છે.