રૂપાળી છોકરીએ સુરતના રસ્તા પર છુટ્ટા વાળ અને છુટ્ટા હાથે માસ્ક વગર બાઈક પર સ્ટન્ટ કર્યા, વીડિયો વાયરલ થતાં ભેરવાઈ ગઈ

આજની પેઢીને સ્ટન્ટ કરવા પ્રત્યે વધારે જ રૂચી જોવા મળતી હોય છે. યુવાનો અલગ અલગ સ્ટન્ટ કરીને તેનો વીડિયો વાયરલ કરતા રહેતા હોય છે. યુવાનો માટે મોજ કરવાની આ રીત ઘણી વખત જીવલેણ પણ સાબિત થતી હોય છે. આવો જ સ્ટન્ટનો એક વીડિયો હાલમા ખુબ ચર્ચામા છે.

image source

અવારનવાર રસ્તા પર યુવાનો પોતાની બાઇક દ્વારા સ્ટન્ટ કરી રસ્તા પરથી જતા લોકોના જીવ જોખમ મૂકતા હોય છે, ત્યારે બારડોલીથી બાઈક સ્ટન્ટના વીડિયો બનાવવા માટે સુરતના ડુમસ રોડ પર આવીને સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો ખુબ વાઇરલ થયો છે, જેમાં આ યુવતી છૂટા હાથે બાઈક ચલાવતી જોવા મળી હતી. આ સાથે તેણે માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસેના હાથે ચડી હતી.

image source

જો વિગતે વાત કરીએ તો આ યુવતીનુ નામ સંજના ઉર્ફે પ્રિન્સી પ્રસાદ છે. હાલમાં આ યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરવામા આવી છે. આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હોવાનું પણ જણવા મળી રહ્યુ છે. આ વિશે વિગતે વાત કરીએ તો બે દિવસ પહેલાં સુરતના બ્રિજ પર આવા સ્ટન્ટ કરતો વીડિયો વાઈરલ થયા બાદ હવે ડુમસ રોડ પર પણ એક બાઈક પર યુવતી વગર માસ્કે સ્ટન્ટ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. તે સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર માસ્ક પહેર્યા વગર છૂટા હાથે બાઈક હંકારી સ્ટન્ટ કરતી જોવા મળી હતી.

image source

આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેર્યુ હતુ. આ સાથે તેણે માસ્ક પહેર્યા વગર છુટા હાથે ફૂલ સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી. વીડિયોમાં વીઆર મોલ અને તેની આજુબાજુનો વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતા કોઇક શહેરીજનોએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ વીડિયોની જાણ કરી હતી અને પોલીસને આ વીડિયો મોકલાવ્યો પણ હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતાં આ વીડિયો ઉમરા પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નં. GJ-22-L-9378ના આધારે તપાસ હાથ ધરી હતી.

image source

ત્યારબાદ તપાસમા આ બાઇકના માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહંમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી. આ બાદ સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડિંગ કરવા બદલ એપેડમિક ડિઝીઝ એક્ટ અને લોકોની જિંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.

image source

જો કે યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી છે તેવુ જાણવા મળી રહ્યુ છે અને તે કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની જાણકારી મળી હતી.સંજના ઉર્ફે પ્રિન્સીના સોશિયલ મીડિયા પર 3.27 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર સંજનાએ પાંચથી છ આઇડી બનાવ્યાં છે, જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતની બાઇક પર રાઇડિંગ કરતો વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!