કિસિંગ સીનને લઇને આમિર ખાને તોડ્યો ઇમરાન હાસમીનો રેકોર્ડ, અભિનેત્રીઓને કરેલી કિસનો આંકડો જાણીને ફાટી જશે તમારી પણ આંખો

કિસિંગ સીનની બાબતે આમિર ખાન તોડી ચુક્યા છે ઇમરાન હાસમીનો રિકોર્ડ, અત્યાર સુધી 14 અભિનેત્રીઓને કરી ચુક્યા છે કિસ.

આમ તો બોલિવુડના સિરિયલ કિસર ઇમરાન હાસમી કહેવાય છે અને એ કહેવામાં આવે છે એમને પોતાની દરેક હિરોઇનને સ્ક્રીન પર કિસ કરી છે, પણ શું તમેં જાણો છો કે બોલિવુડના સિરિયલ કિસરનું ટાઇટલ તો મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાનને મળવું જોઈએ કારણ કે એ અત્યાર સુધી બે ચાર નહિ પણ એમની 10 અભિનેત્રીઓને કિસ કરી ચુક્યા છે. તો ચાલો જાણી લઈએ આમિર અત્યાર સુધી કઈ કઈ અભિનેત્રીઓ અને કઈ ફિલ્મોમાં કિસ કરી ચુક્યા છે.

image source

પહેલી જ ફિલ્મમાં કિટુ ગિડવાનીને કરી કિસ

આમિર ખાન પોતાની પહેલી જ ફિલ્મ હોલીમાં લિપલોક કરી ચુક્યા છે. આ ફિલ્મથી એમને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 1984માં આવેલી પોતાની આ ફિલ્મમાં જ એમને ફિલ્મની અભિનેત્રી કિટુ ગિડવાનીને કિસ કરી હતી. તમેં કહી શકો છો કે પહેલી જ ફિલ્મથી આમિરની ઇમેજ લિપલોક કરનારની બની ગઈ હતી.

image source

કયામત સે કયામત તકમાં જુહી ચાવલાને કરી પેશનેટ કિસ.

આમીરની ડેબ્યુ ફિલ્મ સાચી રીતે તો ફિલ્મ કયામત સે કયામત તકને જ ગણવામાં આવે છે આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મની સફળતાએ લોકોને આમિર ખાનના દીવાના બનાવી દીધા હતા અને જુહી ચાવલા સાથે એમની રોમેન્ટિક જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ આમિર અને જુહીનો એક કિસિંગ સીન હતો.

image source

ફિલ્મ દિલમાં માધુરીને કિસ કરીને વધારી દીધા હતા લોકોના દિલના ધબકારા.

આમિર અને માધુરીની ફિલ્મ દિલ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 1990માં આવેલી આ ફિલ્મમાં પણ આમિર અને માધુરી વચ્ચે ફિલ્માવવામાં આવેલો કિસિંગ સીન ખૂબ જ ફેમસ થયો હતો.

image source

પૂજા બેદીને પણ કરી ચુક્યા છે કિસ.

આમિર ખાનની અન્ય એક હિટ ફિલન જો જીતા વહી સિકંદરમાં આમીરની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા, ફિલ્મમાં પૂજા બેદી સાથે એમના લિપલોક પણ ઘણી ચર્ચામાં રહ્યો હતો.

image source

ગુલામ ફિલ્મમાં રાની મુખર્જીને કરી હતી કિસ.

આમિર ખાનની કિસિંગ પાર્ટનરમાં રાની મુખર્જીનું નામ પણ સામેલ છે. આમિરે ફિલ્મ ગુલામમાં રાની મુખર્જીને પણ કિસ કરી હતી.

image source

સોનાલી બેન્દ્રે સાથે કિસિંગ સીન

આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં સોનાલી બેન્દ્રે સાથેનો કિસિંગ સીન હર કોઈને યાદ હશે.

image source

મનીષા કોઈરાલા સાથેનો કિસિંગ સીન પણ રહ્યો ચર્ચામાં.

વર્ષ 1995માં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ અકેલે હમ અકેલે તુમ પણ સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં એમની હિરોઇન મનીષા કોઈરાલા હતી. આ ફિલ્મમાં પણ આ રોમેન્ટિક જોડીએ એક કિસિંગ સીન આપ્યો હતો.

image source

મેલા ફિલ્મમાં પણ કિસિંગ સીન

મેલા ફિલ્મ આમિર ખાનના કરિયરની સૌથી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી પણ એની હિરોઇન ટ્વીનકલ ખન્ના સાથે ફિલ્મવવામાં આવેલા લવ મેકિંગ અને કિસિંગ સીન લોકોને ઘણા પસંદ આવ્યા હતા.‘

image source

ફિલ્મ બાજીમાં મમતા કુલકર્ણી સાથે કિસિંગ સીન

આમિર ખાન એ દરમિયાનની સૌથી બોલ્ડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી સાથે પણ કિસિંગ સીન કરી ચુક્યા છે. આ કિસિંગ સીન ફિલ્મ બાજીમાં હતો.

image source

કરિશ્મા કપૂર સાથે સૌથી લાંબા કિસિંગ સીને રિકોર્ડ બનાવ્યો.

આમિર અને કરિશ્મા સ્ટારર ફિલ્મ રાજા હિન્દુસ્તાની એ સમયની બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી અને ફિલ્મની સફળતાએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. જબરદસ્ત મ્યુઝિક, આમિર અને કરિશ્માની રોમેન્ટિક કેમેસ્ટ્રી સિવાય આ ફિલ્મમાં બંને પર ફિલ્માવવામાં આવેલો એક કિસિંગ સીન ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં આમિરે સૌથી લાંબી કિસનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ફિલ્મના એક સીનમાં આમિરે કરિશ્મા કપૂરને લગભગ 40 સેકન્ડ સુધી કિસ કરી હતી.

રંગ દે બસંતીમાં કિસિંગ સીન

આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીને ઇન્ડિયામાં જ નહીં પણ અન્ય દેશોમાં પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિદેશી એક્ટ્રેસ એલિન પેટન સાથે પણ આમિર કિસિંગ સીન કરી ચુક્યા છે.

image source

3 ઇડિયટ્સના ક્લાઈમેક્સમાં કરી કરીનાને કિસ.

આમિર ખાન અને કરિનાની જોડીને ઓનસ્ક્રીન ઘણી પસંદ કરવામાં આવે છે. 3 ઇડિયટ્સ સિવાય બન્ને તલાશ ફિલ્મમાં પણ સાથે દેખાયા હતા. 3 ઇડિયટ્સ ફિલ્મમાં ક્લાઈમેક્સ સીનમાં આમિરે કરીના કપૂરને કિસ કરી હતી.

image source

ધૂમ 3માં કેટરીના કેફ સાથે કિસ સીન કરીને મચાવી ધમાલ

આમિર ખાન ગ્લેમરસ અને હોટ કેટરીના કેફને પણ ઓનસ્ક્રીન કિસ કરી ચુક્યા છે. બન્ને વચ્ચે આ કિસિંગ સીન ફિલ્મ ધૂમ 3માં હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ