ફરવાના શોખીનો માટે ખુશીના સમાચાર: 15 જુલાઇથી ખુલી જશે ભારતીયોની આ ફેવરિટ જગ્યા, જાણો અને થાવો રિલેક્સ

– 15 જુલાઈથી ભારતીયો માટે ખુલી જશે માલદીવ

– પર્યટકોને બતાવવો પડશે નેગેટિવ RT – PCR ટેસ્ટ રિપોર્ટ

વિસ્તાર

image source

કોરોનાના આ સંકટમાં વિશ્વભરના ટુરિઝમ ડેસ્ટિનેશન બંધ પડ્યા હતા. જેના કારણે ટુરિઝમ, હોટલ અને એવિએશન ઈન્ડસ્ટ્રીને ભારે નુકશાન થયું છે. આ દરમિયાન માલદીવની સરકારે આગામી 15 જુલાઈથી પોતાની સરહદો એશિયાઈ દેશો માટે ખોલવાની જાહેરાત કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહએ આ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે સરકાર 1 થી 15 જુલાઈ દરમિયાન સમયાંતરે સ્થિતિની સમીક્ષા કરતી રહેશે.

આ જાહેરાત એ ભારતીયો માટે રાહતના સમાચાર છે જેઓ લાંબા સમયથી વિદેશ ફરવા જવાની ઈચ્છા ધરાવતા હતા. માલે સ્થિત પર્યટન મંત્રાલય દ્વારા એક ટ્વિટ કરીને જણાવાયું હતું કે અહીં (માલદીવ) આવનારા પર્યટકોએ ફક્ત પોતાનો નેગેટિવ RT – PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. માલદીવ દક્ષિણ એશિયાથી આવતા પર્યટકો માટે 15 જુલાઈથી ટુરિસ્ટ વિઝા આપવાનું શરૂ કરશે.

આ.દરમિયાન ટુર ઓપરેટર્સએ ઓન માલદીવ આવવા માટે ભારતીયોને ઉત્સાહિત કરવાનું શરૂ કરી દીધું છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર તેઓ આ ટુરને ” ટ્રીપ ટુ એડવેન્ચર્સ ” જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માલદીવ પોતાના ખુબસુરત આઇલેન્ડ માટે વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે. ભારતીયો માટે પણ માલદીવ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર અને ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન રહ્યું છે.

અહીં એ પણ નોંધનીય છે કે માલદીવની ઇકોનોમી તેના ટુરિઝમ સેકટર પર વધુ આધારિત છે. માલદીવ છેલ્લા ઘણા સમયથી સ્થિતિ સામાન્ય થાય તેની પ્રતીક્ષામાં હતું જેથી તેઓ ફરીથી તેના ટુરિઝમ ઉદ્યોગને શરૂ કરી શકે. કોરોના મહામારીની બીજી લહેરમાં માલે લગભગ છેલ્લું એવું ડેસ્ટિનેશન હતું જેણે પોતાની સરહદો ટુરિસ્ટ માટે બંધ કરી હતી. કોરોના કાળમાં માલદીવની ઇકોનોમીને ભારે નુકશાન થયું છે.

માલદીવ ફરવા માટે જવાનો સૌથી સારો સમય

ઘણા લોકો યોગ્ય બજેટ ટ્રીપ વિશે આયોજન કરતા હોય છે. ત્યારે એ વાતની પસંદગી કરવી પણ જરૂરી છે કે જ્યાં તેઓ ફરવા માટે જાય છે ત્યાં ક્યારે સૌથી સસ્તી ટિકિટ હોય છે અને કયા સમયમાં ત્યાં ફરવું સારું ગણાય. માલદીવમાં વધુ પડતું ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી પર્યટકોનો ઘસારો વધુ રહે છે. વધુ પર્યટકોને કારણે આ સમયમાં બધી ચીજ મોંઘી બની જાય છે. જો તમે સસ્તા બજેટમાં અહીં ફરવા માટે આવવા માંગતા હોય તો તમારે ઓક્ટોબર કે નવેમ્બરમાં અહીં આવવું જોઈએ. અંદાજે 13,000 રૂપિયામાં તમને માલદીવ આવવા જવા માટેની ફ્લાઇટ ટિકિટ મળી શકે. તમે દિલ્હીથી મેલ એરપોર્ટ માટે ફ્લાઇટ લઈ શકો છો. મેલ ટાઉનથી માફુશી પહોંચવા માટે તમારે ફેરીનું ભાડું એક કે બે ડોલર ચૂકવવું પડે છે.

માલદીવ જતા પહેલા એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે માલદીવમાં લગભગ બધી જગ્યાએ અમેરિકન ડોલર જ સ્વીકાર કરવામાં આવે છે એટલા માટે માલે એરપોર્ટ આસપાસ જ તમારું ચલણ બદલાવી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong