આ લૂંટરી દુલહને વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા પંજાબના 3600 છોકરાઓને લૂંટયા, 5 વર્ષમાં છોકરીઓએ આમની પાસેથી રૂ. 150 કરોડ પડાવ્યા

એનઆરઆઈ બનવાના સપના જોતા 3600 પંજાબી છોકરા નકલી લગ્નની વાતમાં છેતરાઈને અત્યાર સુધી 150 કરોડ ગુમાવી ચૂક્યા છે. હાલ વિદેશ મંત્રાલયમાં આવી 3,300થી વધારે ફરિયાદો નોંધાઈ છે. એમાં 3,000 ફરિયાદ પંજાબ સાથે જોડાયેલી છે. છેલ્લા 6 મહિનામાં વિભાગ પાસે છેતરપિંડીના 200થી વધારે કેસ નોંધાયા છે.

image source

તમને જણાવી દઈએ કે પંજાબ રાજ્યમાં કોન્ટ્રેક્ટ મેરેજ કરીને વિદેશ જવાની ઈચ્છા ધરાવતા યુવકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થવા લાગ્યો છે અને જેને કારણે રોજના સરેરાશ 2 છોકરા એમની આ ઈચ્છાને કારણે છેતરાઈ રહ્યા છે. આવા કેસમાં છોકરાવાળાઓ છોકરી અને તેનાં માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે. જોકે એમાંથી બહુ ઓછા કેસનો ઉકેલ આવી શકે છે. આ વિદેશ જવાની લાલચ ધરાવતા યુવકોના ઘરવાળાઓ તેમના દીકરાને વિદેશમાં સેટલ કરવા IELTS પાસ યુવતીઓ સાથે એમના લગ્ન કરાવે છે. છોકરીના વિઝા, ઈન્સ્ટિટ્યૂટ ફી અને સિક્યોરિટીના પૈસા થઈને કુલ રૂ. 40 લાખ ખર્ચ કરે છે, પરંતુ વિદેશ જઈને યુવતીઓ ફરી જાય છે અને છોકરાઓને ત્યાં બોલાવવામાં રસ નથી લેતી.

image source

અત્રે નોંધનીય છે કે વિદેશ જઈને આ છોકરીઓ તેમનાં નામ-સરનામા પણ બદલી દે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશ જવાની લાલચમાં સામાન્ય યુવકો જ નહીં, પરંતું પોલીસ, એન્જિનિયર્સ અને સરકારી અધિકારીઓના છોકરાઓ પણ સામેલ હોય છે. ગામમાં એજન્ટ ઓછા ભણેલા-ગણેલા પરિવારોને જણાવે છે કે તે એવી છોકરીને જાણે છે જેણે IELTS પાસ કરી છે, પરંતુ તેનો ભણવાનો, વિઝાનો અને અન્ય ખર્ચ આપવો પડશે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા 3 મહિનામાં લુધિયાણામાં 30 અને જલંધરમાં 70 આવા કોન્ટ્રેક્ટ મેરેજ પછી છેતરપિંડી થઈ હોય તેવા કેસ નોંધાયા છે. પંજાબમાં 6 મહિનામાં આવા 300 કેસ નોંધાયા છે.

આ પાંચ કિસ્સા એવા છે જેના પરથી આ લૂંટરી દુલહનો વિશે ખ્યાલ આવી શકે છે.

1. મોગાના ભૂપિંદર સિંહના લગ્ન પવનદીપ કૌર સાથે થયા છે. 30 લાખ રૂપિયા ખર્ચ કરીને તેને કેનેડા મોકલવામાં આવી. તેણે ભૂપિંદરને ત્યાં બોલાવાનો ઈનકાર કરતાં તે માનસિક બીમાર થઈ ગયો હતો અને તેની સારવાર માટે રૂ. 40 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.

image source

2. જલંધરના ગોરાયામાં રહેતા મનદીપ સિંહ કેનેડા સેટલ થવા માગતા હતા. ગામ ઢડ્ડાના તીર્થ સિંહની આઈલેટ્સ પાસ દીકરી પ્રદીપ કૌરથી 9 સપ્ટેમ્બર 2019ના કોન્ટ્રેક્ટ મેરેજ થયા હતા. 25 લાખ ખર્ચ થયો, પછી પ્રદીપ કૌર કેનેડા જતી રહી અને ત્યાં જઈને વધુ 10 લાખ રૂપિયા માગ્યા હતા.

image source

3. ફતેહગઢ સાહિબ જિલ્લાના ગોવિંદગઢ મનજિત સિંહના દીકરાના લગ્ન ખમાણોમાં રહેતી કિરણ સાથે કરવામાં આવ્યા છે. તેને કેનેડા મોકલવા માટે મનજિતે 13 લાખ ખર્ચ કર્યા અને કેનેડા પહોંચ્યા પછી તેણે કહ્યું, આ લગ્ન એક ડ્રામા છે.

image source

4. સંગરુર જિલ્લાના ગામ ફલેડાના ગુરજીવન સિંહના લગ્ન 22 ડિસેમ્બર 2019માં ઠિંડા ગામના નાથપુરામાં રહેતી પ્રભજોત કૌર સાથે થયા હતા. તેને કેનેડા મોકલવા માટે ગુરજીવને 30.41 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ કેનેડા જઈને પ્રભજોતે ગુરજીવનને બોલાવવાનો ઈનકાર કરી દીધો હતો.

image source

5. જલંધરના SI રઘુવીર સિંહના દીકરા ગુરવિંદર સિંહના લગ્ન પરનીત સાથે થયા છે. છોકરીને વિદેશ જવા માટે SI પરિવારે સમગ્ર ખર્ચ ઉપાડ્યો. 23 લાખ ખર્ચ કરીને વહુને વિદેશ મોકલ્યા પછી તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું અને ત્યાર પછી ડિવોર્સ માગવા લાગી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong