બોલિવૂડમાં છવાયું માતમ, 98 વર્ષની વયે દિગ્ગજ એક્ટર દિલિપ કુમારે લીધા અંતિમ શ્વાસ

બુધવારની વહેલી સવારે એટલે કે 7.30 મિનિટે બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલિપ કુમારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ સમાચારથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. 30 જૂનના રોજ દિલિપ કુમારને શ્વાસની તકલીફ વધી જતાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ પહેલા પણ 6 જૂનના રોજ તબિયત નાજુક જણાતા તેમને દાખલ કર્યા હતા. આ પછી 11 જૂને ડિસ્ચાર્જ આપી દેવાયો હતો.

શ્વાસની તકલીફ જણાતા કરાયા હતા દાખલ

image source

98 વર્ષના દિલિપ કુમારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસની તકલીફ જણાતા પરિવારે તરત જ તેમને દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

જૂન મહિનામાં 5 દિવસ રહ્યા હતા દાખલ

image source

6 જૂનથી 11 જૂન સુધી એટલે કે 5 દિવસ તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. આ સાથે તેમના ફેફસામાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી હતી. જેને ડોક્ટર્સે ક્યોર કરી હતી આ પછી તેમની તબિયતમાં સુધારો આવતા તેમને રજા આપવામાં આવી હતી.

ગયા વર્ષે દિલિપ કુમારના 2 ભાઈઓના થયા નિધન

દિલિપ કુમારના 2 ભાઈના નિધન પણ ગયા વર્ષે કોરોનાના કારણે થયા હતા. 2020માં 2 ભાઈઓ અસલમ ખાનનું 80 વર્ષે અને અહેસાસ ખાનનું 90 વર્ષે નિધન થયું હતું. આ બંને ભાઈઓ લીલાવતી હોસ્પિટલમાં સારવા લઈ રહ્યા હતા. જો કે દિલિપકુમારના નિધન થયું ત્યાં સુધી તેમને તેમના 2 ભાઈના મોતની જાણકારી ન હતી.

આ એવોર્ડથી થઈ ચૂક્યા છે સન્માનિત

image source

દિલિપકુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેઓએ બોલિવૂડમાં મોટું નામ કમાયું છે. આ સિવાય તેઓએ અનેક ફિલ્મોને માટે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા. તેઓએ 8 વાર ફિલ્મ ફેર એવોર્ડ પણ મેળવ્યો છે તો સાથે જ 2015માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ સમ્માનિત કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong