અનુપમાં ટીવી સીરિયલમાં રોજ એક નવો ટ્વીસ્ટ નક્કી જ છે. આખરે એ જ તો સિરિયલની યુએસપી છે. એટલે જ તો આ શો લોકોનો ફેવરિટ છે અને દર વખતે ટીઆરપી રેટિંગ ટોપ પર રહે છે. હવે શોમાં એવો વળાંક આવવાનો છે જેમાં આખા શાહ પરિવારની કાયા પલટ થઈ જશે. એક બાજુ જ્યાં શાહ પરિવાર અને અનુપમાં ખૂબ જ ખુશ છે તો બીજી બાજુ વનરાજ અને કાવ્યાના માથા પર ચિંતાની રેખાઓ દેખાશે. કાવ્યા અને વનરાજને મોટો ઝટકો લાગવાનો છે.

વીતેલા એપિસોડમાં તમે જોયું હશે કે બા સમર અને નંદીનીના સંબંધને સ્વીકારી લે છે. શોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુપમાં સમર અને નંદીની પાસે એમનો દિવસ ખરાબ કરવા માટે માફી માંગે છે.ગુસ્સામાં જતી રહેલી બા પાછી આવે છે અને આખા પરિવારને સરપ્રાઈઝ આપે છે. સગાઈ માટે બા રિંગ લઈને આવે છે. અંતે બા બન્નેના સંબંધને સ્વીકારી લે છે. સ્મરને જન્મદિવસ પર જીવનનું સૌથી સારું ગિફ્ટ મળે છે. વનરાજ પણ પોતાના દીકરાના જન્મદિવસે એને ગિફ્ટમાં પોલિસી આપે છે.

આ બધું જોઈ કાવ્યા ભડકી જાય છે અને વનરાજને પૂછે છે કે એ એના પૈસા સ્મરને કેમ આપી રહ્યો છે. વનરાજ કાવ્યાને કહે છે કે એ એના પરિવારથી દૂર રહે. હવે આગળ બતાવવા આવ્યું છે કે બીજા દિવસે સવારે કિંજલને ઓફિસમાંથી બોસનો ફોન આવે છે અને ઓફીસ જલ્દી પહોંચવા માટે કહેવામાં આવે છે. કાવ્યા એ દરમિયાન ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે અને અનુપમાની સામે કહે છે કે કલાઈન્ટ ઈમ્પ્રેસ થયા એટલે જલ્દી બોલાવવામાં આવ્યા હશે.

એના પર કાવ્યા કિંજલને સમજાવે છે કે એટલું ઉત્સાહિત થવાની જરૂર નથી. એ પછી કાવ્યા વનરાજ અને અનુપમાંનું અપમાન કરે છે. એના જવાબમાં વનરાજ પણ એને ખરી ખોટી સંભળાવી દે છે. હવે આવનાર એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુપમાં ઘરે આવીને બા અને બાપુજીને પ્રસાદ આપશે. સાથે જ અનુપમાની ડાન્સ એકેડમી પણ ખુલી જશે જેના કારણે એ ખૂબ જ ખુશ છે. એનું વર્ષોનું સપનું પૂરું થઈ ગયું છે.
તો ઓફીસ પહોંચેલી કાવ્યા અને કિંજલને બોસ પાસેથી શોક મળવાનો છે. કાવ્યા કલાઇન્ટને ખોટી પીપીટી આપી દે છે જેના કારણે કલાઈન્ટ નારાજ થઈ ગયા અને હવે આ બધાના કારણે નારાજ બોસ કાવ્યાને નોકરીમાંથી કાઢી મુકશે. કિંજલ આ બધું થતા જોઈ રહેશે પણ કઈ કરી નહિ શકે. તો વનરાજની પણ નોકરી જવાની છે. વનરાજનો મિત્ર કંઈક નુક્શાનને કારણે રેસ્ટોરેન્ટ બન્ધ કરી દેશે. હવે એવામાં કાવ્યા અને વનરાજની તકલીફો વધવાની છે. અનુપમાનો આવનારો એપિસોડ ઘણો રસપ્રદ હશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong