આજે વાંચો અમદાવાદની એક સત્ય લવસ્ટોરી…અચૂક વાંચજો !!

પ્રવીણને ખબર હતી કે પ્રેમિકાનું બે-ત્રણ મહિનામાં જ થશે મૃત્યુ, છતાં કર્યા લગ્ન અને અંત સુધી નિભાવ્યો સાથ

કેન્સર સામે બાથ ભીડનારી પ્રેમિકા હિતાર્થી પરીખનું ગત 15 મેના રોજ મોતને ભેટી પણ તેના પ્રેમી પ્રવીણ પાટીલે જે રીતે તેનો સાથ નિભાવ્યો એનાથી તેમની પ્રેમકહાની અમર થઈ ગઈ.


લગ્ન પહેલા જ ડોક્ટરે કહ્યું હતું કે, ‘હિતાર્થીને 20 CM ગૈસ્ટ્રોઈટેંસિયલ સ્ટ્રોમલ ટ્યુમર(GIST) છે અને હવે તેનું આયુષ્ય માત્ર બેથી ત્રણ મહિનાનું છે. એટલુ જ નહીં પણ તે કદી માતા પણ નહીં બની શકે.’ ડોક્ટરની આ વાત પણ પ્રવીણના પ્રેમને ડગમગાવી ન શકી અને તેમના લગ્ન થયા. અને હિતાર્થી પાંચ વર્ષ સુધી જીવી. હિતાર્થીના છેક છેલ્લા શ્વાસ સુધી પ્રવીણ તેનો સાથ નિભાવતો રહ્યો.


પ્રવીણ અને હિતાર્થીની મુલાકાત 2008માં થઈ હતી. હિતાર્થી એ સમયે વસ્ત્રાપુરની એક રિક્રુટમેન્ટ કંપનીમાં જોબ કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી. મુળ મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી પ્રવીણ નોકરી માટે અમદાવાદ આવ્યો હતો અને એ અરસામાં જ કંપનીના માધ્યમથી બંન્ને સંપર્કમાં આવ્યા.

એ સમયે હિતાર્થીની ઉંમર 25 વર્ષ અને પ્રવીણની ઉંમર 26 વર્ષ હતી. થોડા સમયમાં જ બંન્ને સારા મિત્રો બન્યા અને પછીથી બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. 2007માં હિતાર્થીને કેન્સર ડિટેક્ટ થયુ હતું. જોકે હિતાર્થીએ આ વાત પ્રવીણને જણાવી હતી અને નિયમિતપણે એના અપડેટ્સ પણ આપતી હતી. હિતાર્થીની મેડિકલ કન્ડીશન જાણ્યા બાદ પણ પ્રવીણે કદી તેનો સાથ ન છોડ્યો. તે હિતાર્થીને પોતાની જીવનસાથી જ માનતો હતો અને 2010માં તેણે હિતાર્થી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો.


પરંતુ હિતાર્થીની શારિરીક સ્થિતિ જોતા તેના હિતાર્થીના પરિવારજનોએ જ પ્રવીણને ઈનકાર કર્યો. પ્રવીણને વાસ્તવિકતાનો અહેસાસ કરાવવા હિતાર્થીના પરિવારજનોએ તેની મુલાકાત ઓંકોલોજિસ્ટ સાથે કરાવી. જેથી તે હિતાર્થીની બિમારીની ગંભીરતાનો અંદાજ આવી શકે.

પ્રવીણનો પ્રેમ જોઈ હિતાર્થીનો પરિવાર પણ હતો અંચબીત હતો.

હિતાર્થીના પિતા શૈલેશ પરીખ કહે છે કે, ‘અમને એ જાણીને ખુબ આશ્વર્ય થયુ કે ડોક્ટર્સની સલાહ બાદ પણ પ્રવીણ મારી પુત્રી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. મારી પુત્રી પણ ઈચ્છતી હતી કે તેની પાસે જેટલો પણ સમય બચ્યો છે તે તે પ્રવીણ સાથે વિતાવવા ઈચ્છે છે.’ હિતાર્થીને 2005માં કમળો થયો હતો. ત્યારબાદ તેને ટીબી થઈ ગયો. ખુબ સારવાર બાદ પણ જ્યારે તેનું સ્વાસ્થ્ય ના સુધર્યુ તો વધુ ટેસ્ટ કરવામાં આવ્યા અને મુંબઈમાં ખબર પડી કે તેને કેન્સર છે.

સારવાર પાછળ પાંચ વર્ષમાં દસ લાખ ખર્ચી નાખ્યા હતા.


હિતાર્થીનો પિતરાઈ જનક શાહ કહે છે કે, ‘2010માં બંન્નેના લગ્ન થયા. 2011માં હિતાર્થી પર Whipple સર્જરી કરવામાં આવી. પછી 2012 તથા 2014માં liver resection સર્જરીઝ કરવામાં આવી. આ દરમિયાન પ્રવીણ હિતાર્થી સાથે અડીખમ ઉભો રહ્યો. હિતાર્થીને સારામાં સારી સારવાર અને વીમો મળે એ માટે સતત તે પોતાની નોકરી બદલતો રહ્યો. હિતાર્થી નથી બચવાની એ ખબર હોવા છતાં તેણે હિતાર્થીની સારવાર પાછળ છેલ્લા પાંચ વર્ષમાં દસ લાખથી વધુ રકમ ખર્ચી નાખી છે.

પ્રવીણે તેના સાથી કર્મચારીઓ પાસે કરાવ્યુ બ્લડ ડોનેશન.

ગયા વર્ષે જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે હિતાર્થીને રક્તની જરૂર પડી ત્યારે પ્રવીણની કંપનીના 21 સાથી કર્મચારઓએ બ્લડ ડોનેટ કર્યુ હતું. આ ઉપરાંત કંપનીની હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કિમ હેઠળ પણ હિતાર્થીની સારવાર પાછળ તેમણે 17-18 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

હોસ્પિટલે હિતાર્થીના નામે બનાવી લાઈબ્રેરી..સ્ટર્લિંગ હોસ્પિટલમાં જ્યારે હિતાર્થીની સારવાર ચાલી રહી હતી ત્યારે હિતાર્થીએ કહ્યું હતું કે દર્દીઓને પ્રોત્સાહન આપવા માટે પુસ્તકો હોવા જોઈએ. દર્દીઓ માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની સલાહને હોસ્પિટલે તરત જ સ્વીકારી લીધી અને આજે સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક લાઈબ્રેરી છે.


જેનું નામ હિતાર્થી પાટીલ લાઈબ્રેરી રાખવામાં આવ્યુ છે. પ્રવીણે પણ હિતાર્થીના નામે ચેરીટી શરુ કરી છે. તેઓ પોતાના વતનમાં કેન્સરના દર્દીઓની મદદ માટે હિતાર્થી પાટીલ ફાઉન્ડેશન કરવા જઈ રહ્યા છે….

મિત્રો, આ સ્ટોરી એ સાબીત કર્યું છે કે જગતમાં સાચો પ્રેમ કોઈ ના કોઈ ખુણે હજુ પણ જીવંત છે જે સામેના પાત્ર ને હંમેશા ખુશી આપવા માટે કંઈ પણ કરી છુટવાની તમ્મના રાખે છે આવા સાચ્ચા પ્રેમીઓ માટે તો જેટલી લાઈક આપી એટલી ઓછી જ પડવાની……!!

સૌજન્ય : ધૃતિ છાયા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ