10 સૌથી મોંઘી વસ્તુ જે માત્ર ધનાડ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી પાસે જ છે – જાણી ને થશે આશ્ચર્ય !

મુકેશ અંબાણી એ ભારતના સૌથી ધનવાન બિઝનેસ મેન છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં એક ઉત્તમોત્તમ બિઝનેસમેન તરીકે પ્રખ્યાત છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (આરઆઈએલ) ના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે.


તેઓ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના મોટા પુત્ર અને અનિલ અંબાણીના ભાઈ છે. વર્ષ 2016ની ફોર્બ્સની વિશ્વની સૌથી વગદાર વ્યક્તિઓની યાદીમાં તેઓ એક માત્ર ભારતિય બિઝનેસમેન હતા જેમને 38મું સ્થાન મળ્યું હતું. આજે, અમે તમને એવી દસ સૌથી મોંઘી વસ્તુઓ વિષે જણાવશું જે માત્ર ધનાડ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી પાસે છે.

1. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) કે જે ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની છે અને તેની માર્કેટ વેલ્યુ પ્રમાણે તે ભારતની સૌથી વેલ્યુએબલ કંપનીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સૌથી મોટા શેરહોલ્ડર છે. તેઓ કંપનીમાં 44.7% હિત ધરાવે છે. આરઆઈએલ ખાસ કરીને રિરફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, અને ઓઈલ અને ગેસ સેક્ટરમાં જ ડિલ કરે છે. રિલાયન્સ રીટેઈલ લિમીટેડ, તેની બીજી સબસીડરી કંપની છે અને તે ભારતની સૌથી મોટી રીટેઇલર છે.

2. એન્ટિલા

એન્ટિલા એ વિશ્વનું સૌથી મોંઘુ ઘર છે. તે મુંબઈના કુંબાલા હિલ, એલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે. ધી અંબાનિઝ એન્ટિલા રેસિડેન્સ એ એક 27 માળનું મકાન છે. આ ઘરના 27 માળ એક્સ્ટ્રા હાઈ સિલિંગ ધરાવે છે. આ ઘરનું બાંધકામ 8 રીચર સ્કેલ ધરાવતા ધરતીકંપ સામે ટકી રહેવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઘરને દુનિયાના સૌથી ઉંચાં સિંગલ-ફેમિલ હાઉસ તરીકે માનવામાં આવે છે. તમને આ બિલ્ડિંગ વિષેની મોટાભાગની જાણકારી વેબસાઇટ્સ પર મળી રહેશે. ઘરને 24/7 મેન્ટેઇન કરવા માટે તેમાં 600 લોકોના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. તમને 600નો સ્ટાફ ખૂબ વધારે લાગતો હશે, જોકે તમે આ વિશાળ મકાનને જોશો તો તમને સમજાઈ જશે. તેમની પાસે તેમના પોતાના જ શેફ, જીમ, સ્પા અને તેમની ખુબ જ મોંઘેરી કારો માટે પાર્કિંગ લોટ્સ છે. તેમને પોતાના સ્વિમિંગ પુલ્સ, હેલિપેડ્સ અને તેથી પણ વિશેષ ઘણું બધું છે.

3. બોઇંગ બિઝનેસ જેટ 2

મુકેશ અંબાણી એક બોઇંગ બિઝનેસ જેટ 2ના માલિક છે, જેને તમે (ઉડતી) હોટેલ અને બેડરુમ પણ કહી શકો. 1004 ચો.ફૂ નું આ પ્લેન એક ખુબ જ અત્યાધુનિક ઓફિસ અને એક અંગત શયન ખંડ ધરાવે છે જેની લગભગ કિંમત 73 મિલિયન ડોલર. (લગભગ 327 કરોડ રૂપિયા) છે.

4. ફાલ્કન 900EX

A post shared by Jet FBO (@jetfbo) on

મુકેશ અંબાણી પાસે ફાલ્કન 900EX એરક્રાફ્ટ છે જેમાં એક મીડફ્લાઇટ ઓફિસ છે, ગેમ કંટ્રોલ્સ વાળી કેબિન છે, મ્યુઝિક સિસ્ટમ્સ, સેટેલાઇટ ટેલિવિઝન, વાયરલેસ કોમ્યુનિકેશન છે જે બિઝનેસમેનને ખુબ જ આરામ દાયક સફર આપે છે. તે નાની મીટીંગો માટે પફેર્ક્ટ છે અને તે 8,340 કી.મી ની રેન્જ ધરાવે છે. તેની લગભગ કીંમત 43.3 મિલિયન ડોલર છે.

5. મર્સિડિઝ એસ ક્લાસ

આ કાર મેબેક 62 જેવી જ છે અને તે બોમ્બ તેમજ બુલેટપ્રુફ છે જેમાં ઓન બોર્ડ કોન્ફરન્સ સેન્ટર, લેપટોપ્સ અને ટીવી સ્ક્રીન્સ પણ છે. તે 0-60 કી.મી.ની ઝડપે માત્ર 3.9 સેકન્ડ્સમાં પહોંચી જાય છે અને અંબાણીએ આ કાર માટે 150,000 ડોલર ચૂકવ્યા છે.

6. એરબસ 319 કોર્પોરેટ જેટ

A post shared by Airbus (@airbus) on

આ પ્રાઇવટે એરબસ કોર્પોરેટ જેટ (એસીજે) મુકેશ અંબાણીએ તેમની પત્ની નિતા અંબાણીને તેમના જન્મદીવસની ભેટ તરીકે આપ્યું હતું. આ વિશાળ જેટ 25 જેટલા મુસાફરોને લઈ જઈ શકે છે અને તેમાં એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ કેબિન, લક્ઝરી સ્કાઈબાર અને ફેન્સી ડાન્સિંગ એરિયા પણ છે. કસ્ટમ લેધર સીટીંગ, એર કન્ડીશન અને આર્ટિસ્ટિક કોકપિટ ધરાવતું આ જેટ 100 મિલિયન ડોલરસ કરતા પણ વધારે કિંમતનું છે.

7. અંબાણી યાટ

A post shared by Nita Ambani (@nitaambani5) on

મુકેશ અંબાણી દરિયા પર તરતો આ મહેલ પણ ધરાવે છે. આ વિશાળ કસ્ટમ બિલ્ટ યાટ એક ઘોડાની નાળના શેઇપની છે અને તે ખુબ જ ઉર્જા કાર્યક્ષમ (એનર્જી એફિશિયન્ટ) છે જે 50% સુધીનું ઇંધણ બચાવે છે. આમ તો યાટના ડેક સીડીથી જોડાયેલા છે છતાં તેમાં એક એલેવેટર પણ છે જે સ્યૂટ તરફ લઈ જાય છે. આ યાટ પિયાનો બાર, લોન્જ અને ડાઇનિંગ એરયા તેમજ મહેમાનો માટેના અંગત સ્યૂટ, અને ડેકની મધ્યે રિટંગ રૂમ જેવા ફિચર્સ પણ ધરાવે છે. આ યાટની કોઈ જ ઓફિશિયલ કિંમત હજુ સુધી જાહેર કરવમાં નથી તેમ છતાં એવું કહેવાય છે કે તેની કિંમત સો મિલિયન આસપાસ હશે.

8. મર્સિડિઝ SL500

A post shared by EZT-Service (@eztservice) on

આ કાર ગુલ-વિંગ ડોર્સ, લક્ઝરી ઇન્ટિરિયર, એલ્યુમિનિયમ બોડિ શેલ અને ઓન બોર્ડ કોન્ફરન્સ સેન્ટર કે જે ગ્રાહકની માંગ પ્રમાણે એડ કરવામાં આવે છે તેવા ફિચર્સ ધરાવે છે. આ કાર 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાસ્મીશન અને ટર્બો ચાર્જ્ડ 6લી એન્જિન ધરાવે છે જે 621 હોર્સપાવર ઉત્પન્ન કરી શકે છે. મુકેશ અંબાણીને તે માટે 100,000 ડોલર ચુકવવા પડ્યા છે.

9. મેબેક 62

અંબાણીની લક્ઝરીયસ કારોમાંની એક મેબેક 62 છે. આ કારમાં કસ્ટમ ટેઇલર્ડ ઇન્ટિરિયર છે જેને પ્રાઇવસી સ્ક્રિન છે અને તે બોમ્બ અને બુલેટ પ્રુફ છે. તેમાં પણ બિલ્ટ ઇન ટીવી સ્ક્રીન્સ અને કોન્ફરન્સ સુવિધાઓ છે. તેની લગભગ કિંમત 10 લાખ ડોલર સુધીની છે.

10 એસ્ટન માર્ટિન રેપિડ

મુકેશ અંબાણી એસ્ટન માર્ટિન રેપિડ કાર પણ ધરાવે છે, જે માત્ર 4.4 સેકન્ડ્સમાં 0-60 માઇલ ની ઝડપે દોડે છે જેની મહત્તમ સ્પીડ દર કલાકે 203 માઇલની છે. તેની કિંમત 170,000 ડોલર છે. તેનું 5.9 લી વી12 એન્જિન અને 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન એક સુરક્ષિત અને દમદાર સફર કરાવે છે.

લેખક – અનુવાદ : માનસી કાકડિયા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ