આ 4 રાશિના લોકો માટે 7 જુલાઈ સુધીનો સમય રહેશે મુશ્કેલ, જાણો બુધનું રાશિ પરિવર્તન લાવશે કેવી અસરો

3 જુલાઈના રોજ વક્રી બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ, સંચાર, વ્યાપાર અને પ્રબંધનનો ગ્રહ માનવામાં આવે છે. બુધ 7 જુલાઈ સુધી વૃષભ રાશિમાં રહેશે. જ્યોતિષ ગણના અનુસાર બુધના રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર વર્તાઈ રહી છે. આ 4 રાશિના લોકોએ ખાસ સાવધાની રાખવાની રહેશે.

જાણો 7 જુલાઈ સુધી કઈ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

મિથુન રાશિ

વક્રી બુધના કારણે મિથુન રાશિના લોકોએ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. આ રાશિના લોકોને માનસિક તણાવ વધી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે તેવી સ્થિતિ આવી શકે છે. કાર્યોમાં સતત અડચણ આવે તે પણ શક્ય છે. આ સિવાય ધન હાનિના સંકેત પણ મળી રહ્યા છે.

તુલા રાશિ

આ સાથે તમારી વાણી પર પણ તમારે નિયંત્રણ રાખવાનું રહે છે.રૂપિયા સાથે જોડાયેલા કેસમાં સાવધાની રાખી લેવાની જરૂરી છે. આ સિવાય કોઈ પણ વાદ વિવાદથી દૂર રહો તે તમારા માટે યોગ્ય છે. માનસિક ચિંતામાં વધારો થાય તે શક્ય છે.

વૃશ્વિક રાશિ

7 જુલાઈ સુધી બુધનો ગોટર કાળ અને વક્રી થયેલો બુધ તમારી મુશ્કેલીઓમાં મોટો વધારો કરે અને તમે અકળાઈ જાવ તે શક્ય છે. વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમને મુશ્કેલી બાદ સફળતા મળી શકે છે. જીવસાથી સાથે તમે સમય વ્યતીત કરો તેવી સ્થિતિ બની શકે છે.

મીન રાશિ

વર્કી બુધની અસર આ રાશિના લોકો પર વિપરિત જોવા મળી શકે છે. તમારી વિચારવાની ક્ષમતા વધશે પણ સાથે તમારે ખાસ સાવધાની રાખી લેવાની જરૂર છે. આ સમયે તમારી કમાણીના સાધન વધશે અને સાથે વધારે ધન ખર્ચ થશે. આ સિવાય જો તમે કોઈ ટૂર પ્લાન કરી રહ્યા છો તો આ ગોચર કાળ પૂરો થાય પછી રાખો. આ સાથે તમારા સ્વાસ્થ્યને લઈને કોઈ બેદરકારી ન રાખો તે ખાસ જરૂરી છે.

image source

તો હવે તો તમે જાણી ગયા ને કે તમારે શું કામ કરવાની સાથે કઈ વાતમાં ખાસ સાવધાની રાખી લેવાની જરૂર છે અને સાથે તે પણ સમજો કે કયા કામ પોસ્ટપોન્ડ કરી દેવાની જરૂર છે. તો હવેથી 7 જુલાઈ સુધી ઉપરની 4 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!