10 જૂને છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણી લો કઇ રાશિ પર પડશે ખરાબ અસર,

સૂર્યગ્રહણ ને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણ ની ઘટના શુભ માનવામાં આવતી નથી.

image source

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ૧૦ જૂન, ૨૦૨૧ના રોજ ગુરુવારે થવાનું છે. આ વખતે વૈશાખ મહિના ની અમાસે સૂર્યગ્રહણ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ જયંતિ પણ આવી રહી છે. તેથી, આ સમયનું સૂર્યગ્રહણ ઘણી રીતે વિશિષ્ટ બનશે. આ સૂર્યગ્રહણ ભારતમાં અંશત: દેખાશે.

image source

સૂર્ય ગ્રહણ બપોરે એક ને બેતાલીસ વાગ્યે શરૂ થશે અને સાંજે છ ને એકતાલીસ વાગ્યે સમાપ્ત થશે. ગુરુવારે વર્ષ નું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ નો સમયગાળો લગભગ પાંચ કલાક નો રહેશે.

ક્યાં-ક્યાં દેખાશે સૂર્યગ્રહણ ?

image source

દસ જૂન, ૨૦૨૧ના રોજ સૂર્યગ્રહણ અરુણાચલ પ્રદેશ અને ભારતના લદ્દાખના કેટલાક વિસ્તારમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ આંશિક રીતે ઉત્તર પૂર્વ અમેરિકા, યુરોપ, એશિયા, એટલાન્ટિક મહાસાગર ના ઉત્તરીય ભાગમાં જોવા મળશે, જ્યારે ગ્રીનલેન્ડ, ઉત્તર કેનેડા અને રશિયા ના લોકોને સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું ખૂબ મહત્વ છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતાં નથી. આ સૂર્યગ્રહણ ભારતમાં અંશત. દેખાશે. તેથી, આ સમયગાળા દરમિયાન સુતક અવધિ માન્ય રહેશે નહીં કે કોઈ પણ પ્રકારનાં કાર્ય પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

શનિ જયંતિ અને સૂર્યગ્રહણ :

image source

વૈજ્ઞાનીકોના મત મુજબ ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેને ધાર્મિક રૂપે શુભ માનવામાં આવતુ નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આ ગ્રહણ ભારતમાં ન દેખાય, તો પણ તેની અસર તમામ રાશિ પર થશે. શનિ જયંતિ પર સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. તેની મહત્તમ અસર વૃષભ રાશિ પર રહેશે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ દિવસે ચંદ્ર વૃષભ માં ગોચર કરશે. આથી આ રાશિના જાતકોએ ખુબ જ સંભાળીને રહેવુ. તે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આવી શકશે. ધન હાની થશે ખોટા ખર્ચાઓ થશે. કોઇ જગ્યાએ રોકાણ કરતા પહેલા સમજી વિચારીને આગળ વધવુ. નહી તો નુકશાન પણ થઈ શકે છે.

સૂર્ય ગ્રહણમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

image source

સૂર્ય ગ્રહણ દરમિયાન મોટાભાગે લોકો નરી આંખે સૂર્ય સામે જોવે છે. ભૂલ થી પણ સૂરજ સામે નરી આંખે ન જોશો તેનાથી તમારી આંખોને નુકશાન પહોંચી શકે છે. જો તમારે સૂર્યગ્રહણ જોવું હોય તો તેના માટે સોલર ફિલ્ટર ચશ્માનો ઉપયોગ કરો. સોલર ફિલ્ટર ચશ્માને સોલર-વ્યૂઇંગ ગ્લાસ, પર્સનલ સોલર ફિલ્ટર્સ અથવા આઇક્લિપ્સ ગ્લાસ પણ કહેવામાં આવે છે. ચશ્મા ન હોય તો સૂર્ય ગ્રહણ ન જોશો. સૂર્યગ્રહણ દરમિયાન સૂરજ ને પિનહોલ, ટેલિસ્કોપ અથવા તો દૂરબીન થી પણ ન જોશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!