આ સુપર સ્ટાર પોતાની આખી જિંદગીની કમાણીને કરવા જઈ રહ્યો છે દાન ! દીકરાથી કંટાળી ગયો છે !

આજે ઘણા બધા ધનાઢ્ય લોકો પોતાની સંપત્તિનો અમુક ટકા હિસ્સો દાનમાં આપી દે છે અથવા. સમાજ સુધારણાના ઉદ્દેશથી ટ્રસ્ટ ખોલીને તેમાં તેટલા રૂપિયા ફાળવી લે છે. હોલીવૂડનો આ સ્ટાર્સ પણ પોતાના આખા જીવનની કમાણીને દાન કરવા જઈ રહ્યો છે.

કરાટે લિજન્ડ જેકી ચેનને દુનિયાના મોટા ભાગના ફિલ્મી રસિયા ઓળખતા હશે. તે માત્ર હોલીવૂડનો જ સ્ટાર નથી પણ તે એક ગ્લોબલ સ્ટાર છે દુનિયાના ખૂણ ખૂણે તેના ફેન્સ છે. તે એક ઉત્તમ ફિલ્મ મેકર, ફાઈટ માસ્ટર, એક્ટર, ડીરેક્ટર તો છે જ પણ સાથે સાથે એક ઉમદા વ્યક્તિ પણ છે. તેણે પોતાના જીવન દરમિયાન ઘણી બધી ચેરીટીઓ કરી છે, જરૂરિયાતવાળા લોકોની મદદ કરી છે. પણ આ વખતે તે પોતાની સંપૂર્ણ સંપત્તિ દાનમાં આપવા જઈ રહ્યો છે.

તે યુનિસેફનો ગુડવિલ એમ્બેસેડર તો તે છે જ પણ તેણે 1998માં જેકી ચેન ચેરિટેબલ ફાઉન્ડેશન પણ સ્થાપ્યું હતું જે હેઠળતે કુદરતી હોનારતનો શિકાર બનેલા તેમજ બિમાર લોકોને મદદ કરે છે. તેણે ઘણા સમય પહેલાં જ તેના કુટુંબીજનોને તેની સંપત્તિમાંથી બાકાત કરી દીધા છે.

જેકી ચેનની કુલ સંપત્તિ 2400 કરોડની છે. તેણે ખુબ જ નાની ઉંમરમા કામ કરવાનું શરુ કરી દીધું હતું અને આ મુકામ પર પહોંચવા માટે તેણે અપાર મહેનત કરવી પડી છે. તેણે બ્રુશલીના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે અને તે તેનો ખુબ માનીતો પણ હતો.

તેના કુટુંબમાં તેની પત્ની અને બે બાળકો છે પણ તેણે તેમને પોતાની સંપત્તિના વારસામાંથી બાકાત કરી દીધા છે. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ ગરીબોની મદદ માટે દાનમાં આપી દેવાનું નક્કી કર્યું છે.

જેકી ચેન એક એવી સેલિબ્રિટી છે કે તે માત્ર પૈસા આપીને જ ચેરીટી પુરી નથી કરતાં પણ તેના માટે પુરતો સમય પણ ફાળવે છે. તેમને બાળકો સાથે સમય પસાર કરવો ખુબ પસંદ છે અને તેઓ ઘણીવાર જરૂરિયાત મંદ બાળકો સાથે સમય પસાર કરતાં જોવા મળ્યા છે.

શા માટે જેકીચેન પોતાના દીકરા કે કુટુંબને એક રૂપિયો આપવા નથી માગતો

જેકી ચેન પરિશ્રમમાં માનનારો વ્યક્તિ છે. તેણે પોતે પણ આ સેંકડો કરોડોની સંપત્તિ માત્રને માત્ર અથાગ પરિશ્રમથી જ મેળવી છે. તેણે પોતાના દિકરા વિષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, “જો તે (જેસી ચેન) કેપેબલ છે તો તેણે તેના પૈસા જાતે જ બનાવવા પડશે. અને જો તે કેપેબલ નથી તો તે મારા પૈસા બગાડશે જ.”

પોતાના દિકરા માટે તે વધારે જણાવે છે કે તેનો દીકરો 30નો થઈ ગયો છે તેણે પોતાનું શરૂઆતનુ જીવન ખુબ જ વૈભવી રીતે પસાર કર્યું, ખુબ મજા કરી, તેને જેકીએ ઉત્તમ રીતે ભણાવ્યો પણ છે તેમજ તેને ફિલ્મોમાં કેરિયર બનાવવી હતી તો તેના માટે પણ તેણે તેના લોન્ચ માટે અઢળક રૂપિયા ફાળવ્યા છે. પણ પિતા જેટલી સફળતા તેના દીકરાને ન મળી. તમને જાણીને નવાઈ લાગશે પિતા સાથેની ફિલ્મ ડબલ ટ્રબલની બોક્ષઓફિસની કમાણી માત્રને માત્ર 9000 ડૉલર જ હતી.

તેમ છતાં તેની કોઈ પણ ઉપજ વગર તે લગ્ઝરિયસ લાઇફ જીવી રહ્યો છે. જેનાથી જેકી ચેન ચિંતિત છે અને આ કારણસર જ તેણે પોતાના દીકરાને પોતાની સંપત્તિના વારસામાંથી બાકાત રાખ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ