ઘરમાં જો આ વસ્તુઓ રાખશો તો થઈ જશો પાયમાલ ! સમજો તમારી પડતી શરુ !

આધુનિક વિજ્ઞાનને લોકો ભલે ગમે તેટલું માનતા હોય પણ છેવટે તો તેમણે ક્યારેય નહીં જોયેલા ભગવાન પર જ ભરોસો કરવો પડે છે. તેવી જ રીતે તમને અંબાણી કુટુંબનો દાખલો આપીએ. તમે જોયું હશે કે આટલો બધો રૂપિયો છતાં, આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપ્યા છતાં તેઓ અવારનવાર મંદીરો પર મહા આરતી મહા પુજાઓ કરતાં જોવા મળ્યા છે. કારણ કે તેઓ શાસ્ત્રોમાં માને છે અને શાસ્ત્રોને અનુસરે છે.

તેવી જ રીતે આપણા ઘરને લઈને પણ શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે. આપણે જાણીએ છીએ કે ઘરમાં મંદીરની ચોક્કસ દિશા હોવી જોઈએ. શયનખંડમાં પણ પથારી કોઈ ચોક્કસ દિશામાં હોવી જોઈએ તેવી જ રીતે ઘરમાં કેવી-કેવી વસ્તુઓ હોવી જોઈએ તે પણ દર્શાવવામાં આવ્યું છે.

ઘરમાંની વસ્તુઓ બે પ્રકારની હોય છે નકાર્ત્મક ઉર્જા ઉત્પન્ન કરતી અને હકારાત્મક ઉર્જાઓ ઉત્પન્ન કરતી વસ્તુઓ. ઘરમાં આપણે હંમેશા હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે તેવી જ વસ્તુઓ રાખવી જોઈએ જ્યારે નકારાત્મક વસ્તુઓનો બને તેટલી જલદી નિકાલ કરવો જોઈએ.

ઘણીવાર આ નકારાત્મક વસ્તુઓના અસ્તિત્વથી ઘરમાં કંકાસ, કકળાટ અશાંતિનો માહોલ રહ્યા કરે છે જેની અસર માણસના માનસ પર થાય છે અને તે નકારાત્મક માનસની અસર કામ પર પણ થાય છે આમ એક નકારાત્મક ઉર્જા તમને પડતી તરફ ખેંચી જાય છે.

તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે જે તમારા ઘરને પડતી તરફ દોરી જાય છે.

ઘરમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓ દર્શાવતા ચિત્રો ન રાખવા જોઈએ.

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય પણ રામાયણ ગ્રંથ કે પછી મહાભારત ગ્રંથ ન રાખવો જોઈએ કારણ કે તેમાં યુદ્ધ, ષડયંત્રો વિગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની જગ્યાએ તમારે ઘરમાં રામચરિત માનસ તેમજ ભાગવતગીતા રાખવા જોઈએ જેમાં ભગવાનના સદગુણોની ચર્ચા કરવામાં આવી છે.

તેવી જ રીતે તમે ઘરમાં રામાયણ કે પછી મહાભારત સાથે જોડાયેલી કોઈ ઘટનાને લગતા પોસ્ટર કે ચિત્રો પણ ન રાખી શકો. ઘણા લોકોના ઘરના બેઠક ખંડમાં તમે જોયું હશે કે ક્રશ્ન અને અર્જુનને યુદ્ધના રથ પર બેસાડેલા ચિત્રો રાખવામાં આવ્યા હોય છે. તો આમ ન હોવું જોઈએ. આવા દ્રશ્યો ઘરમાં નકારાત્મકતા લાવે છે કંકાસ લાવે છે.

રસોડામાં દૂધને ખુલ્લુ ન મુકવું જોઈએ

વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમાં રસોડાને લઈને પણ ખાસ નિયમો છે. તેમાંના એક નિયમ પ્રમાણે તમે રસોડામાં ખુલ્લુ દૂધ ન રાખી શકો. તેનાથી આર્થિક ખેંચ ઉભી થાય છે. દૂધને હંમેશા ઢાંકીને જ રાખવું જોઈએ.

પથારી પાછળ કે ઉપરની તરફ લોખંડના કબાટ ન રાખવા જોઈએ

આ ઉપરાંત તમારી સુવાની પથારી કે પછી તમારા બેડરૂમમાં તમારા બેડની પાછળની બાજુએ લોખંડની તીજોરી કે કબાટ ન રાખવા જોઈએ. આ ઉપરાંત ઘરની મધ્યમાં પાણીની ટાંકી, ડંકી એટલે કે હેંડ પંપ, પાણીનો ઘડો કે પછી પાણી રાખવાની કોઈ વસ્તુઓ ન હોવી જોઈ તે તમને આર્થિક રીતે નુકસાન કરે છે.

આ પ્રકારના ચિત્રો ઘરમાં ન લગાવવા જોઈએ

ઘણા ઘરોમાં કુદરતી સૌંદર્યથી ભરપુર ચિત્રો લગાવવામાં આવતા હોય છે. તો તે ચિત્રો બાબતે પણ ઘરના માલિકે સજાગ રહેવું જોઈએ. ઘરની દીવાલો પર ક્યારેય ડૂબતી હોડી, ટૂટી ગયેલી હોડી, તોફાનવાળા દ્રશ્યોવાળા ચિત્રો ન લગાવવા જોઈએ. આ ઉપરાંત કુદરતી દ્રશ્યોમાં તમારે પહાડને પણ અવોઈડ કરવા જોઈએ તેની જગ્યાએ તમે ખુલા શાંત સમુદ્ર નું દ્રશ્ય પસંદ કરી શકો છો અથવા વહેતા ઝરણાનું દ્રશ્ય લઈ શકો છો આ પ્રકારના દ્રશ્યો તમારા ઘરમાંની ઉર્જાને વહેવા એટલે કે ગતિમાન રહેવાની પ્રેરણા આપે છે.

આ ઉપરાંત તમારે ઘરમાં બંધ થયેલી કે ટુટી ગયેલી ઘડિયાળ તેમજ ફુટી ગયેલો ભગવાનનો ફોટો, ખંડીત મૂર્તિઓ ન રાખવા જેઈએ.

કાંટાદાર છોડ ઘરમાં ન વાવવા

વાસ્તુ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. કાંટો એ મૂળે નુકસાનકારક વસ્તુ છે. આ ઉપરાંત તમે ઘરમાં બોનસાઈ વૃક્ષ કે છોડ પણ ન રાખી શકો કારણ કે તે મોટા વૃક્ષની નાની આવૃત્તિ છે જે વિકાસ તરફ નહીં પણ અધોગતિ તરફ સૂચન કરે છે. તેના કારણે ઘરમાં વાસ્તુદોષ ઉભો થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ