યે રિશ્તા..માંં આવશે આ જોરદાર ટ્વિસ્ટ, ફ્રેન્સ થઇ જશે નારાજ, શું તમે જોવો છો આ સિરિયલ?

સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ (yeh rishta kya kehlata hai) દર્શકોની વચ્ચે ખૂબ લાંબા સમયથી પસંદ કરવામાં આવી રહી છે અને એનું સૌથી મોટું કારણ છે કાર્તિક અને નાયરા છે. ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ શોમાં આ બંને મુખ્ય પાત્રમાં દર્શકોને એટલા પસંદ છે કે કાર્તિક-નાયરાને દર્શકો દૂર થતાં જોઈ જ નથી શકતા.

image source

‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ (yeh rishta kya kehtala hai) ના મેકર્સ પણ આ વાતને ખૂબ સારી રીતે સમજી ગયા છે અને આ જ કારણ છે કે તેઓ સતત કાર્તિક-નાયરાની વચ્ચે ઝગડા કરાવતા રહે છે. જો આ શો પરથી આવી રહેલ રિપોર્ટની માનીએ તો ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ ના મેકર્સ કાર્તિક-નાયરાને એકવાર ફરીથી અલગ કરવાનું વિચારી રહ્યા છે.

image source

જી હા અમે મજાક નથી કરી રહ્યા. અમને ખબર છે કે આ માહિતી કાયરાના ફેન્સ માટે એક જોરદાર ઝટકો આપશે પરંતુ મેકર્સને ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ (yeh rishta kya kehlata hai)માં નવો ટ્વીસ્ટ આપવા માટે આ પ્લાનિંગ કરી છે.

તાજેતરની રિપોર્ટની માનીએ તો કાર્તિક અને નાયરાની વચ્ચે લવ-કુશને લઈને ચાલી રહેલી તકરાર જલ્દી જ વિકરાળ સ્વરૂપ લઈ શકે છે, જેના કારણે કાર્તિક અને નાયરા બંને અલગ અલગ રસ્તાઓ પર ઉભેલા જોવા મળી શકે છે. આ ઝગડાના કારણે નાયરા અને કાર્તિકનો સંબંધ તૂટવાની કગાર પર પહોંચી શકે છે.

image source

ખરેખરમાં લવ-કુશએ ત્રિશા સાથે જે કર્યું છે, નાયરા તેનો પૂરી રીતે વિરોધ કરી રહી છે અને ઈચ્છે છે કે લવ-કુશને તેમની કરણીની સજા મળે પરંતુ કાર્તિક આ બાબતમાં નાયરાની વિરુધ્ધ ઊભો છે અને ઈચ્છે છે કે આ બાબત જલ્દી થી જલ્દી દબાઈ જાય જેથી તેના પરિવારની ઇજ્જત સમાજમાં બની રહે. જો કે નાયરાને આ વાતથી કોઈ ફરક નથી પડતો કે કાર્તિક શું ઈચ્છે છે, નાયરા સત્ય સાથે ઊભી છે અને આવનાર સમયમાં નાયરા ત્રિશાને ભરપૂર સાથ આપશે.

image source

હવે જોવાનું રહેશે કે આ અલગ વિચારધારાઓની લડાઈના કારણે કાર્તિક અને નાયરા ફરીથી અલગ થઈ શકે છે કે પછી મેકર્સ કાર્તિક અને નાયરાને ફરી થી મળાવવા માટે કોઈ ખાસ પ્લાનિંગ કરી રહ્યા છે? આમ તો ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ (yeh rishta kya kehlata hai)માં આવનાર ટ્વીસ્ટને લઈને દર્શકો ઘણા ઉત્સાહિત હોય છે પરંતુ જોઈએ છે કે આવનાર ટ્વીસ્ટ શું માં આપણને શું બતાવે છે તે જોવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ