આ નવી સ્ટાઇલના યોગ કરવાથી થાય છે અનેક લાભ, જાણો તમે પણ

નગ્ન યોગા ક્લાસમાં ખરેખર શું થાય છે ? જાણો નગ્ન યોગાના લાભો

જો તમે કોઈની સામે વસ્ત્રો બદલતા ખચકાતા હોવ વસ્ત્રો બદલતી વખતે કોઈ જોઈ ન જાય તેના ભયથી તમે બાથરૂમમાં વસ્ત્રો બદલતા હોવ તો તમે આ યોગા સ્ટાઈલ વિષે સાંભળીને ચોક્કસ પાણી પાણી થઈ જશો. કારણ કે હવે આવી રહ્યો છે નેકેડ યોગા એટલે કે નગ્ન યોગા કરવાનો જમાનો. હા, તમે સાચું જ વાચી રહ્યા છો. તમે ભલે તમારી જાતને આ પ્રકારના યોગા સાથે ન સાંકળી શકતા હોવ પણ ઘણા બધા લોકો યોગાની આ સ્ટાઈલને ટ્રાય કરી રહ્યા છે.

image source

નગ્ન યોગા શું છે ?

જે લોકો નેકેડ યોગાની શરૂઆત કરી રહ્યા હોય તેમના માટે તેના નામ પ્રમાણે જ તે છે, આ પ્રકારના યોગામાં તમને તમારા શરીર માટેની જે સજાગતા સતત રહ્યા કરે છે તેનાથી મુક્તિ આપવાનો પ્રયાસ કરવામા આવે છે તેની જગ્યાએ તમે શેના માટે શક્તિમાન છો તેના તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તમારા માટે ચોક્કસ પણે તમારા વસ્ત્રો ઉતારીને નગ્ન થઈને યોગા કરવા ખેરેખર અશક્ય છે, પણ એક સમય બાદ તમારા માટે તે સરળ બની જશે. હવે અમે તમને એ જણાવીશું કે નેકેડ યોગા કરવાથી ખરેખર શું થાય છે ?

image source

વસ્ત્રો ઉતારવા એ અત્યંત અનકંફર્ટેબલ બાબત છે

નગ્ન યોગાના પ્રથમ શેશનમાં ક્ષોભ થવો સાવ જ સામાન્ય છે. જો તમે એવું વિચારતા હોવ કે નેકેડ યોગાના ક્લાસ બૂક કરાવવા તે જ સૌથી અઘરો ભાગ છે તો તમને જણાવી દઈએ કે અજાણ્યા લોકો સામે વસ્ત્રો ઉતારવા એ સૌથી વધારે અઘરી બાબત છે, તેમ છતાં જ્યારે તમે ઘણા બધા નગ્ન શરીરોની વચ્ચે હશો ત્યારે તમારા માટે તે વધારે સરળ રહેશે.

image source

ધીમે ધીમે તમે તમારા શરીર સાથે કમ્ફર્ટેબલ થતા જશો

જ્યારે તમે વસ્ત્રોના આવરણની અંદર છૂપાયેલા નથી હોતા, ત્યારે તમે તમારા માત્રને માત્ર શરીર સાથે ટેવાવા પ્રેરાવો છો અને ધીમે ધીમે તમે તમારા શરીરને લઈને આત્મવિશ્વાસુ બનો છો. પછી તમારા શરીરના વાળ હોય, તમારી ત્વચાનું ટેક્સ્ચર હોય, તેના સ્ટ્રેચ માર્ક્સ હોય, વધારાની ચરબી હોય કે ગમે તે હોય. છેવટે તમે તે સમજો છો કે તમારું શરીર તમારા માટે કેટલું બધું કરે છે અને તમે ધીમે ધીમે તમારા શરીરના પ્રેમમાં પડો છો.

તમે નગ્ન છો તે બાબત તમે ભૂલી જાઓ છો

image source

તમારા ગુપ્ત અંગોથી માંડીને તમારા બધા જ અંગો સંપૂર્ણ ખુલ્લા હોય છે, તમે ભુલી જાઓ છો કે તમે વસ્ત્રો નથી પહેર્યા. તમે સતત તમારા પોશ્ચર અને તેની મૂવમેન્ટ પર જ કોન્સન્ટ્રેટ થાઓ છો. છેવટે તમને આ સ્થિતિમાં એક છુટકારાની લાગણી થાય છે અને તમારી જાતને રિલેક્સ ફીલ કરો છો.

image source

તમે એક એક વસ્ત્ર શરીર પરથી ઘટાડીને આ યોગાની શરૂઆત કરી શકો છો. પહેલા શેશનમાં એક વસ્ત્ર બીજા શેશનમાં બીજું વસ્ત્ર આવી રીતે તમે ધીમે ધીમે નગ્ન રહેતા ટેવાવો છો. પણ એ વાત પણ જાણી લો જો તમે અજાણ્યા લોકો વચ્ચે તમારા ઘરની બહાર નગ્ન યોગા કરવા કમ્ફર્ટેબલ ન હોવ તો તમે આ જ યોગા તમારા ઘરે એકલા પણ કરી શકો છો. આ પ્રકારનો યોગા તમને મુક્ત બનાવે છે. તમે શરૂઆતમાં સેલ્ફ કોન્શિયસ ફિલ કરશો પણ ધીમે ધીમે આ સ્થિતિ દૂર થતી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ