પેટની ચરબી ઓછી કરવા જો ફોલો કરશો આ ટિપ્સ, તો થશે અનેક લાભ

જો આપ આપના ખાનપાન યોગ્ય રીતે નથી કરી રહ્યા તો પછી આપ ગમે તેટલી એક્સરસાઈઝ કરી લો પણ આપના પેટ અને કમરની ચરબી ક્યારેય ઓછી થશે નહિ.

હવે અમે આપને જણાવીશું કે પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે શું ખાવું જોઈએ અને કયા સમયે ખાવું જોઈએ તેમજ કેટલું ખાવું જોઈએ. જેથી કરીને આપ પોતાને ફિટ એન્ડ ફાઇન રાખી શકો છો.

image source

જાડાપણું ઓછું કરવા માટે શું કરવું?

સવારે

સવારે ઉઠતાં જ કોગળા કર્યા વગર આપે એક ગ્લાસ હુંફાળું પાણી પીવું જોઈએ જેથી કરીને જ્યારે આપ શૌચ જાવ ત્યારે પેટ એકદમ સાફ થઈ જાય પછી શૌચથી નિવૃત થઈને એક ગ્લાસ હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને પીવું. જે લોકોને ડાયાબિટીસ કે સુગર છે તેમણે લીંબુપાણીમાં ખાંડ બિલકુલ નાખવી નહિ. તેમજ જેમને હાઈ બ્લડપ્રેશરની તકલીફ હોય તે લોકોએ લીંબુપાણીમાં મીઠું ઉમેરવું નહિ. એવું વૈજ્ઞાનિકનું પણ કહેવું છે કે લીંબુ અને પાણીને પીવાથી શરીરનું વજન ઓછું થાય છે.

નાસ્તો

image source

સવારે નાસ્તો કર્યાની લગભગ ૧૫ મિનિટ પહેલા આપે ૫ થી ૬ પલાળેલી બદામ ખાવાની રહેશે. બદામને આપે રાતના સૂતા પહેલા પલાળી દેવી પછી સવારે બદામના છોતરાં કાઢીને ખાવી. બદામમાં ફાયબર હોય છે જે આપની ભૂખને શાંત કરે છે.

હવે વારો આવે છે નાસ્તાનો:

નાસ્તામાં આપ બે બ્રાઉન બ્રેડ કે બે રોટલી ખાઈ શકો છો જો આપ ઈચ્છો તો બ્રેડ કે રોટલીના બદલે એક બાઉલ ઓટ્સ પણ ખાઈ શકો છો. જો આપને બે કલાક પછી ભૂખ લાગે છે તો આપ કોઈપણ ફળ ખાઈ શકો છો કે પછી કોઈ પ્રકારના ફળ કાપીને તેનું સલાડ બનાવીને પણ ખાઈ શકો છો.

બપોરનું ભોજન

હવે વાત કરીશું બપોરના ભોજનની

image source

બપોરમાં આપે પ્રયત્ન કરવો કે એક વાગ્યા સુધીમાં ભોજન કરી લો, બપોરે ભોજન કરતાં પહેલા આપે લીલા શાકભાજીનું સલાડ જરૂરથી ખવું જોઈએ, કેમકે સલાડ ખાવાથી આપના શરીરમાં વધારે ફાઈબર પહોંચે છે. ભોજનમાં એક કે બે રોટલીની સાથે મિક્સ વેજ સબ્જી અને બાફેલી દાળ ખાઈ શકો છો. જો આપ નોન વેજ ખાવ છો તો આપ એક ટુકડો માછલીનો ખાઈ શકો છો.

સાંજે આપે શું ખાવું જોઈએ?

સાંજના સમયે આપ ૫ વાગ્યાની આસપાસ ગ્રીન ટી કે ક્રીમ વગરનું દૂધ કે નારિયેળ પાણી પી શકો છો આ સિવાય આપ એક ફળ પણ ખાઈ શકો છો.

રાતનું ભોજન:

image source

રાતનું ભોજન આપે ૮ વાગ્યા સુધીમાં ગમે તેમ કરીને કરી લેવું જોઈએ અને રાતના ભોજનમાં હમેશા હળવો ખોરાક ખાવો જોઈએ. આપ રાતના ભોજનમાં શાકની સાથે બે રોટલી ખાઈ શકો છો. આ સિવાય બટર વગર વેજ કે ચિકન સૂપ પણ લઈ શકો છો.

જાડાપણું ઓછું કરવા માટે શું ના ખાવું જોઈએ?

-ખાંડવાળા ખાધ્ય પદાર્થો ખાવાથી પરેજી રાખવી જોઈએ.

image source

-ચોખા, નુડલ્સ, પાસ્તા અને બ્રેડ ખાવી જોઈએ નહિ. તેના બદલે આપે બ્રાઉન રાઈસ અને બ્રાઉન બ્રેડ ખાવી જોઈએ.

– નશાને સંબંધિત નશીલા પદાર્થોનું સેવન કરવું નહિ જેવા કે- તમાકુ, દારૂ, સીગરેટ વગેરે.

હવે અમે આપને ચરબી ઓછી કરવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું જે આપને ખૂબ લાભ આપશે.

– સંતુલિત પ્રમાણમાં ભોજન કરવું, દર બે થી ત્રણ કલાકમાં કઈકને કઈક ખાતા રહેવું.

-જેટલું હોઈ શકે એટલું પાણી વધારે પીવું.

image source

-નોર્મલ ચાને બદલે આપ ગ્રીન ટી પી શકો છો. કેમકે ગ્રીન ટીમાં એંટીઓક્સિડેંટ ગુણ મળી આવે છે જે આપના જાડાપણાને ઓછું કરે છે.

-પોટેશિયમ યુક્ત વસ્તુઓ ખાવી જેવી કે- કેળાં, પપૈયું, કેરી, એવકડો, ટેટી કે શક્કર ટેટી. આ બધામાં ભરપૂર પોટેશિયમ હોય છે.

-આખા દિવસમાં ઘણીવાર આપ થોડી થોડી વારે લીલા શાકભાજી કે ફળ ખાવા જેનાથી આપને ભૂખ ઓછી લાગશે અને આ શાકભાજી અને ફળ આપના જાડાપણાને વધાર્યા વગર પ્રોટીનસ અને વિટામીન્સ પણ આપશે.

image source

-આપ ઓછામાં ઓછી ૭ થી ૮ કલાકની ભરપૂર ઊંઘ લેવી. જે આપને આપનું જાડાપણું ઘટાડવામાં મદદ કરશે.

દોસ્તો જો આપ અમારા દ્વારા ઉપર આપવામાં આવેલ ડાયટ પ્લાન અને એક્સરસાઈઝ કે યોગાસન કરો છો તો આપનું વજન ખૂબ ઝડપથી ઘટશે. એટલું જ નહિ કમર કે પછી પેટ જામેલી ચરબી, કોઈ એવી સમસ્યા નથી કે જેને દૂર ના કરી શકાય બસ આપ નિયમિત દિનચર્યાનું પાલન કરો અને નિયમિત રીતે વ્યાયામ કરતાં રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ