આ પીણાનું સેવન કરી માત્ર 7 જ દિવસમાં તમારા આંતરડા સાફ કરો અને વજન ઘટાડો.

આજકાલ લોકોના શરીર વિવિધ જાતના રોગો તેમજ સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનું ઘર બનતા જાય છે કારણ કે શરીરમાં કચરાનો ભરાવો થતો જાય છે જે તળેલા ખોરાક, ફાસ્ટફુડ, નુકસાનકારક રસાયણો, માનસિક તાણ અને અન્ય કેટલાએ પરિબળોના કારણે હોઈ શકે છે.

પણ તમે તમારા શરીરને ડીટોક્સ કરીને તેની કાર્યક્ષમતામાં વધારો કરી શકો છો અને ભવિષ્યમાં તમારા શરીરને થતાં રોગોથી પણ દૂર રહી શકો છો.

તમારા આંતરડામાં રહેલું વધારાનું પાણી, રસાણો અને ઝેરી તત્ત્વોને સાફ કરી તમે તમારા શરીરને પુનઃસ્વસ્થ બનાવી શકો છો. અને તેના કાણે કેટલાક ગંભીર પ્રકારના રોગો પણ તમારાથી દૂર રહેશે.

અગણિત ડોક્ટરો અને ટ્રેઇન્ડ પ્રોફેશનલો કોલોન ક્લિન્ઝિંગ ટેક્નિક એટલે કે આંતરડાને સાફ કરવનાની તકનીકો અપનાવી શરીરના તંત્રને ડીટોક્ષ કરી શરીરના વિવિધ અંગોને પુનઃ કાર્યક્ષમ બનાવે છે.

વધારામાં, લોકોને હંમેશા એવું લાગે છે કે તેઓનું વજન વધારે છે અને તેઓ પોતાનો ખોરાક ઘટાડી દેતા હોય છે. જો કે તે પાછળનું મુખ્ય કારણ હોય છે આંતરડામાં જમા થયેલો કચરો. જે કેટલાક લાંબા સમયથી તેમાં જમા થયેલો હોય છે.

જેવું તમે આંતરડાને સાફ કરશો કે તમને તરત જ હળવાશનો અનુભવ થશે અને આમ થવાથી તમે ખોરાકમાંથી પૂર્ણ પોષણને શોષી શકશો અને તેના કારણે તમારું પાચન પણ સુધરશે. સાથે સાથે તમારી ખોરાક પ્રત્યેની લાલચ પણ ઘટશે અને તમારી ભુખ પણ સામાન્ય બનશે.

નીચે જણાવેલો કોલોન ક્લિન્ઝિંગ જ્યુસ તમારા પર અદ્ભુત અસર કરશે અને તે પણ માત્ર એક જ અઠવાડિયામાં અને સાથે સાથે તમારું વજન પણ ઘટાડશે.

તો ચાલો તેને તૈયાર કરવાની રીત વિષે જાણીએઃ

સામગ્રીઃ

– એક સફરજન (લીલુ કે લાલ)

– એક નારંગીનો રસ

– ½ એલોવેરાનું પાન

– ½ કાકડી

– 1 સ્લાઇસ પાઇનેપલ

બનાવવાની રીતઃ

પાઇનેપલની સ્લાઇસ કરો, કાકડીને ધોઈ તેની સ્લાઇસ કરો, અને તેવી જ રીતે સફરજન સાથે કરો. એલોવેરા પાનની બે ચીર કરો અને તેમાંથી જેલ બહાર કાઢી લો.

હવે આ બધી જ સામગ્રીને એક બ્લેન્ડરમાં નાખો અને તેમાં એક ગ્લાસ પાણી અને નારંગનો રસ ઉમેરો.

તૈયાર થયેલા ક્લિન્ઝિંગ જ્યુસનું દિવસમાં બે વાર સેવન કરો, સવારે ખાલી પેટે એકવાર અને બપોરે એકવાર. અને સાથે સાથે તે વાતનું પણ ધ્યાન રાખો કે તમને દિવસ દરમિયાન 8 ગ્લાસ પાણી પીવો. અઠવાડિયા બાદ તમે તેની અસર અનુભવી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ