આ ત્રણ પરંપરાને અજાણતા જ પરિણિતા સ્ત્રી રોજ અનુસરે છે, પણ શું તેની પાછળનું કારણ જાણે છે ?

નવ પરિણિત સ્ત્રીમાં પુષ્કળ ઉર્જા હોય છે તે નિયમિત પોતાના પતિના લાંબા જીવન માટે પ્રાર્થના કરે છે. જો કે આ આવેશ સમય સાથે ઓછો થઈ જાય છે, તેમ છતાં તે અમુક પરંપરા તો નિયમિત નિભાવતી જ રહે છે. મને હંમેશા એવો પ્રશ્ન થાય છે કે શું તેણી જાણે છે કે તેની આ પરંપરા પાછળ શું કારણ છે.

તેમની આ બધી જ પરંપરા ધીમે ધીમે તેમની રોજીંદી ટેવ બની જાય છે અને તે તેને પોતાનાથી ક્યારેય છુટ્ટી નથી કરી શકતી. પરંપરાઓ કે ધાર્મિક ક્રિયાને જ્યારે યોગ્ય ઉદ્દેશ સાથે જોડવામાં આવે ત્યારે વધારે ફળદાયી સાબિત થાય છે. અહીં અમે ત્રણ આચાર સંહિતા કે પછી ધાર્મિક વિધી કે પછી પરંપરા વિષે તમને તેના ઉદ્દેશ સાથે વિસ્તૃત રીતે જણાવા જઈ રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by @indian__cinema on


1. સિન્દુર અને ચાંદલો

સિન્દુર અને ચાંદલો એક પરિણિત અને કુંવારી સ્ત્રીનો તફાવત દર્શાવે છે તે સિવાય પણ તેનો એક મહત્ત્વનો ઉદ્દેશ પણ છે તે તમે કદાચ નહીં જાણતા હોવ. લાલ રંગના શુભ તેમજ પવિત્ર બાબત સાથેનું જોડાણ ભારતમાં કંઈ નવું નથી. સ્પષ્ટ શબ્દોમાં કેહવામાં આવે તો લાલ રંગ સ્ત્રીત્વને દર્શાવે છે તે એટલા માટે કારણ કે સ્ત્રી રજસ્વલા થાય છે અને તે લોહીનો રંગ લાલ હોય છે. તે સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શક્તિનું પ્રતિક છે.

 

View this post on Instagram

 

A post shared by 🍁সাদিয়া সুমাইয়া🍁 (@sadia.mrinalini) on

આ ઉપરાંત, તે પ્રતિક છે સમાનતાનું અને દરેક સ્ત્રી જાતિ, ધર્મ, રંગ વિગેરેથી ઉપર છે અને તે બધી જ શક્તિનું મૂર્ત સ્વરૂપ છે, દેવતાની અગાધ શક્તિ. અને આ જ કારણસર તમે તમારી બે ભ્રમરો વચ્ચે એટલે કે કપાળની બરાબર મધ્યમાં ચાંદલો લગાવો છો જ્યાં આ અગાધ શક્તિ કેન્દ્રિત થયેલી હોય છે. આ એક એવું આચરણ છે જે આત્મસમર્પણ દર્શાવે છે, માત્ર તમારા પતિના શરીર પ્રત્યે નહીં પણ તેમાં વસેલા દેવતા પ્રત્યે.

2. પગના વીંછીયા

આ એક બીજી પરંપરા છે જેને ભારતની મોટા ભાગની પરિણિત સ્ત્રી અનુસરે છે. ભારતીય સ્ત્રીઓ પગમાં વીંછીયા પહેરે છે અહીં પણ તે તેના પરિણિત હોવાના પ્રતિક તરીકે આ પરંપરા અનુસરે છે. જો કે તે પાછળ માત્ર આ જ કારણ નથી. પગની વીંટી તેને પગની બીજી આંગળીમાં પહેરવામાં આવે છે. એવું કહેવાય છે કે તે એક્યુપ્રેશર માટે છે. પગની બીજી આંગળીની વીંટી એક્યુપ્રેશરથી સ્ત્રીની યૌન શક્તિને વેગ આપે છે જેને સ્ત્રીના લગ્ન જીવનમાં સૌથી વધારે મહત્ત્વનું માનવામાં આવે છે.

આ જ કારણસર કેટલીકવાર પુરુષો પણ પોતાના પગની આંગળીમાં પોતાનું પૌરુષ વધારવા માટે ટો રીંગ પહેરતા હોય છે. આ ઉપરાંત ટો રીંગમાં વપરાતી ધાતુ ખાસ કરીને ચાંદી અને તાંબુ ને જમીનમાંના વિદ્યુત આવેગને શરીરમાં પ્રસરાવવા માટે વાપરવામાં આવે છે કારણ કે ધાતુ એ વિદ્યુતની વાહક હોય છે. એવું પણ માનવામાં આ છે કે પગની આંગળીમાં વીંટી પહેરવાથી પગની બીજી આંગળીમાં ઘર્ષણ થાય છે જે રિફ્લેક્સોલોજી પ્રમાણે સહવાસ દરમિયાનની પીડામાં રાહત આપે છે.

3. બંગડી

જો તમારા શરીરનો સૌથી વધારે કોઈ ભાગ ઉપયોગમાં આવતો હોય તો તે છે હાથ. અને સ્ત્રીઓ પોતાનો મોટાભાગનો સમય ઘરના કામકાજમાં સૌથી વધારે પોતાના હાથનો જ ઉપયોગ કરતી હોય છે. સ્ત્રી જ્યારે કામ કરતી હોય છે ત્યારે બંગડીઓ હલતી રહે છે અને તેના કારણે કાંડાના ભાગમાં વધારે પ્રમાણમાં લોહીનું ભ્રમણ થાય છે. અને આજ જગ્યાએથી તમારી નાડી તપાસવામાં આવે છે.

માટે જો તમારી પલ્સ સારી રીતે કામ કરતી હશે તો તે તરત જ કાંડું તપાસતા ખ્યાલ આવી જાય છે. અને તેના કારણે શરીરના આ ભાગને ખાસ કરીને રક્તપરિભ્રમણની રીતે મહત્ત્વનું માનવામાં આવે છે.

સીમંત એટલે કે ગર્ભવતિનો જ્યારે ખોળો ભરવામાં છે તેની વિધીમાં પણ ભાવિ માતાને બંગડીઓ પહેરાવવામાં આવે છે. તેનાથી એક ધ્વનિક ઉત્તેજના ઉત્પન્ન થાય છે જે વિકાસ પામતા બાળકમાં પ્રતિક્રિયાનો ઉદ્ગમ કરે છે. અને આ રીતે માતા બાળકના જન્મ પહેલાં જ તેની સાથે જોડાય છે.

બંગડી પહેરવાનું બીજું કારણ એ છે, પછી તે પરિણિત સ્ત્રીએ પહેરી હોય કે કુંવારી કન્યાએ પહેરી હોય. બંગડીમાંથી જે મીઠો રણકતો અવાજ આવે છે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને હકારાત્મક, આવકાર્ય અને સ્ત્રૈણ તરંગો ઉત્પન્ન થાય છે.

આપણી પરંપરાઓ તેમજ ધાર્મિક રીતીઓ ખુબ જ સુંદર છે તે આપણને જીવનનું સત્ય તો જણાવે જ છે પણ સાથે સાથે તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક પરિબળો જાણી આપણે ગર્વ પણ અનુભવિએ છીએ. જો આપણે આ દરેક પરંપરાઓ તેમજ ધાર્મિક ક્રિયાઓ પાછળના સત્યને જાણીશું તો આપણે રોજ નિયમિત તેનું પાલન કરતા થઈશું તેની મને ખાતરી છે.

પણ એ પણ હકીકત છે કે તેની પાછળનું સત્ય જાણ્યા વગર આપણે જ્યારે આ પરંપરા સાથે વળગી રહીએ છે ત્યારે પણ તે આપણને અજાણપણે પણ આપણા મૂળિયા સાથે જોડેલા રાખે છે. અને તેની અસર પણ લગભગ સરખી જ થાય છે. જો કે તમે જ્યારે તે પાછળનું મૂળ સત્ય જાણો છો ત્યારે તમે તેનાથી ખરેખર જોડાયેલા છો તેવી અનુભૂતિ થાય છે. તમારું શું માનવું છે ?

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ