ખાંસી એટલે કે ઉધરસને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. બદલાતી સીઝનમાં લોકોને ખાસ કરીને આ સમસ્યા રહે છે. જો કે આ ખાંસી કાયમી હોતી નથી. થોડા સમય બાદ તે ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં સામાન્ય ટ્રીટમેન્ટ કરી લેવામાં આવે તો પમ રાહત મળે છે.

આની પાછળના કારણોમાં ધૂળ, માટી, પ્રદૂષણ જોવા મળે છે. સૂકી ખાંસીની સાથે ગળામાં બળતરાથી રાહત મેળવવા માટે પણ કેટલાક ઉપાયો અહીં આપવામાં આવ્યા છે,જેની મદદથી તમે રાહત મેળવી શકો છો.
મધ
ઉધરસ રહેતી હોય તો ઘરેલૂ ઉપાયમાં મધને સારું માનવામાં આવે છે. તેના એન્ટીઓક્સીડન્ટ રોગની સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય ગળામાં ખરાશ ખતમ કરવામાં પણ મધ મુખ્ય ભૂમિકા ભજવે છે. કહેવાય છે કે શરદી અને ખાંસીના ઈલાજમાં મધનો ઉપયોગ દવાથી પણ સારો રહે છે. હર્બલ ટી કે લીંબુ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2 વાર લેવાથી રાહત મળે છે.
મીઠાના પાણીના કોગળા કરો

મીઠાના પાણીના કોગળા કરવાનું પણ ફાયદારૂપ રહે છે. ગળાની ખારાશ દૂર કરવા મીઠાના પાણીથી કોગળા કરવાથી ફેફસામાં કફ જમા થઈ શકે છે. એક કપ ગરમ પાણીમાં પા ચમચી મીઠું મિક્સ કરો અને સાથે દિવસમાં અનેક વાર તેનાથી કોગળા કરોય ગળામાં થનારા ટોન્સિલની સમસ્યામાં પમ તે રાહત આપે છે.
આદુ

આદુથી ખાંસીની સમસ્યા ઓછી થાય છે. દિવસમાં એક વાર કાળા મરીની ચા પીવાથી ઉધરસમાં રાહત મળે છે. મધની સાથે આદુની ચા પી શકાય છે. આ સીઝનમાં તે વધારે પીવાથી પેટની સમસ્યા પણ થઈ શકે છે. માટે સીમિત પ્રમાણમાં પીવાથી રાહત મળશે.
પિપરમિન્ટ

પિપરમિન્ટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને વધારી શકે છે. ગળાના દર્દથી રાહત મેળવવામાં પિપરમિન્ટ મદદ કરે છે. દિવસમાં 2થી 3 વાર પિપરમિન્ટની ચા પીવાથી ગળામાં ખાસીની સમસ્યામાં રાહત મળે છે. એરોમાથેરાપીમાં તમે પિપરમિન્ટનું તેલ પણ યૂઝ કરી શકો છો. બદલાતી સીઝનમાં પિપરમિન્ટનો ઉપયોગ લાભદાયી રહે છે.
નીલગીરીનું તેલ

આ તેલ શ્વાસ લેવાની નળીને સાફ કરે છે. નારિયેળ તેલ કે જૈતૂનના તેલમાં નીલગીરીના ટીપા મિક્સ કરીને છાતી પર માલિશ કરો આ સિવાય ગરમ પાણીની વાટકીમાં નીલગિરીનું તેલ મિક્સ કરો અને તેનાથી નાસ લો. નીલગીરના તેલની અસરથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,