છોકરાઓ આ રીતે કરશે ગ્રીન ટીનો યુૃઝ, તો ચહેરા પરના બધા જ ખીલ થઇ જશે છૂ અને સ્કિન પણ થશે વ્હાઇટ

ગ્રીન ટી આરોગ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે ગ્રીન ટી ખૂબ અસરકારક છે. પુરુષોનો ચહેરો સ્ત્રીઓના ચહેરા કરતાં વધુ ઓયલી હોય છે, જેના કારણે તેમના ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ દેખાય છે. ગ્રીન ટીનો ઉપયોગ કરીને ચહેરાના ખીલને ઘટાડી શકાય છે. ગ્રીન ટી ચહેરાના સીબુમને ઘટાડે છે, જે ખીલની સમસ્યાઓ ઘટાડે છે. ગ્રીન ટીમાં હાજર પોલિફેનોલ્સ ત્વચામાં હાજર બેક્ટેરિયાને દૂર કરે છે. તો ચાલો જાણીએ ગ્રીન ટીનો ઉપયોગ કરવાની સાચી રીત.

ગ્રીન ટી અને મધ

image soucre

ગ્રીન ટીની બેગ ગરમ પાણીમાં બે થી ત્રણ મિનિટ માટે પલાળી રાખો. જ્યારે ટી બેગ ઠંડી થાય ત્યારે તેને કાપીને ગ્રીન ટી કાઢી લો. હવે આ ગ્રીન ટીમાં મધ મિક્ષ કરીને પેસ્ટ બનાવો. આ પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો સાફ કરો. આ ફેસ પેકને અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર લગાવો. આ ઉપાયથી ચેહરા પરના ખીલ દૂર થશે.

ગ્રીન ટી ફેસ મિસ્ટ

image soucre

ગ્રીન ટી ફેસ મિસ્ટનો ઉપયોગ ચહેરાના ખીલને દૂર કરવા માટે કરવામાં આવે છે. ચહેરા પર બળતરા અને સોજો પણ ઓછો કરે છે. ચેહરા પરના ખીલ ઓછા કરવા માટે દરરોજ ગ્રીન ટીનું સેવન કરો તેમજ ચહેરા પર ગ્રીન ટીથી બનેલું ફેસ મિસ્ટ લગાવો. ગ્રીન ટીથી ફેસ મિસ્ટ બનાવવા માટે સૌથી પેહલા ગ્રીન ટી ગરમ પાણીમાં પલાળીને ઠંડુ થયા પછી ગ્રીન ટી બેગ દૂર કરો. આ પછી, આ પાણીને સ્પ્રે બોટલમાં રાખો. ચહેરો સાફ કર્યા પછી ચેહરા પર આ પાણી લગાવો. થોડીવાર પછી પાણીથી ચહેરો ધોઈ લો. દિવસમાં બે વાર ચહેરા પર આ પાણી લગાવવાથી ચેહરા પરની ફોલ્લીઓ અને ડાઘ ઓછા થશે.

ગ્રીન ટી અને હળદર ફેસ પેક

image source

ગ્રીન ટી પાવડર બે ચમચી, થોડી હળદર, એક ચમચી ચણાનો લોટ, જરૂર મુજબ પાણી. આ બધા ઘટકોને બાઉલમાં લો અને પેસ્ટ બનાવો. હવે તેને તમારા આખા ચહેરા પર લગાવો. હવે આ ફેસ-પેકને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ-પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે. ગ્રીન ટી સાથે હળદરનો ઉપયોગ આ ફેસ પેકને વધુ અસરકારક બનાવવા માટે કામ કરી શકે છે. ઘણા વર્ષોથી હળદરને ત્વચાની સુંદરતા વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. તે જ સમયે, ચણાના લોટ ત્વચામાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો આ ફેસ-પેકનો ઉપયોગ ના કરો.

નારંગીની છાલનો પાવડર અને ગ્રીન ટી ફેસ પેક

image source

એક ચમચી ગ્રીન ટી પાવડર, એક ચમચી નારંગીની છાલ પાવડર, અડધી ચમચી મધ, જરૂર મુજબ પાણી. બાઉલમાં બધી સામગ્રી લો અને પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 15 મિનિટ માટે રહેવા દો.હવે તમારા ચેહરાને હળવા પાણીથી ધોઈ લો. તમે આ ગ્રીન ટી ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકો છો. ગ્રીન ટી પિમ્પલ્સ તેમજ ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓને ઘટાડવા માટે ફાયદાકારક છે. આવી સ્થિતિમાં જો નારંગીની છાલનો પાવડર ઉપયોગ કરવામાં આવે તો ફેસ પેકની અસરમાં વધુ વધારો થઈ શકે છે. ખરેખર, નારંગીની છાલમાં પોલિમેથોક્સીફ્લાવોનોઇડ્સ નામનું તત્વ હોય છે. આ ત્વચાને નુકસાનકારક યુવી કિરણોથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. આ ફેસ પેકમાં મધનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે, જે ત્વચાને રિલેક્સ કરવાનું કામ કરી શકે છે.

ફુદીનાનું તેલ અને ગ્રીન ટી ફેસ પેક

image soucre

બે ચમચી ગ્રીન ટી પાવડર, ફુદીનાનું તેલ બે ચમચી, એક ચમચી મધ. આ બધા ઘટકોને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. તેને થોડો સમય રહેવા દો પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ-પેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરવો જોઈએ. ફુદીનાનું તેલ ખીલ, બ્લેકહેડ્સ, સોજો અને ચેહરા પર આવતી ખંજવાળ દૂર કરવામાં અસરકારક હોઈ શકે છે. આ ઉપરાંત, તે ત્વચા માટે ટોનર તરીકે કામ કરી શકે છે અને સનબર્ન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

ચોખાનો લોટ અને ગ્રીન ટી ફેસપેક

બે ચમચી ચોખાનો લોટ, એક ચમચી લીંબુનો રસ, એક થી બે ચમચી ગ્રીન ટી પાવડર, જરૂર મુજબ પાણી. બધા ઘટકોને મિક્સ કરી એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ પેસ્ટ ચેહરા પર ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રહેવા દો, પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે. જ્યાં ગ્રીન ટી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે જ સમયે ચોખાનો લોટ ત્વચા માટે સ્ક્રબની જેમ કામ કરીને ત્વચાને એક્ઝોલ્ટિ કરવામાં મદદ કરી શકે છે.

લીંબુ અને ગ્રીન ટી

image soucre

એક ચમચી તાજી બનાવેલી ઠંડી ગ્રીન ટી, એક ચમચી લીંબુનો રસ, થોડું કોટન. સૌથી પેહલા ઠંડી ગ્રીન ટી અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને કોટનની મદદથી ચહેરા પર લગાવો. આ મિક્ષણને 10 મિનિટ સુધી ચેહરા પર રહેવા દો. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચા પર થતી કોઈપણ બળતરાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તેમાં હાજર વિટામિન સી ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, વિટામિન સી ત્વચાને સૂર્યની હાનિકારક કિરણો દ્વારા થતાં નુકસાનથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે ચેહરા પર લગાવવાના બદલે ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરીને આ મિક્ષણ પી શકો છો.

મુલતાની માટી અને ગ્રીન ટી ફેસ પેક

એક ચમચી મુલતાની માટી, બે થી ત્રણ ચમચી બનેલી ગ્રીન ટી. સૌથી પેહલા બંને ઘટકોને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. તમે આ પેકને અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો. મુલતાની માટી ત્વચામાંથી મૃત કોષો અને ત્વચાની અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, મુલતાની માટીનો ઉપયોગ ત્વચાના અતિશય તેલને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે, જે ખીલ અને ફોલ્લીઓનું જોખમ ઘટાડે છે.

દહીં અને ગ્રીન ટી ફેસપેક

image source

એક ચમચી દહીં, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગ્રીન ટી. આ બધા ઘટકોને મિક્સ કરી પેસ્ટ બનાવો. આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને થોડા સમય સુધી ચેહરા પર રહેવા દો. હવે તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. એક સંશોધન મુજબ, ફેસપેકમાં દહીંનો ઉપયોગ કરવાથી ત્વચાનો ગ્લો વધે છે અને ત્વચા પર મોસ્ચ્યુરાઇઝર પણ જાળવી શકાય છે. આટલું જ નહીં, તે ત્વચાના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવામાં પણ મદદગાર છે.

તુલસી અને ગ્રીન ટી ફેસ માસ્ક

image source

અડધો કપ ગ્રીન ટી, તુલસીના થોડા પાન અને થોડું કોટન. અડધો કપ બનેલી ગ્રીન ટીમાં થોડા તુલસીના પાન ઉમેરો. હવે આ મિશ્રણને કોટનની મદદથી ચહેરા પર લગાવો. થોડા સમય પછી ચહેરો ધોઈ લો. વર્ષોથી તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તુલસી ત્વચાના ચેપ સામે રક્ષણ આપી શકે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેળા અને ગ્રીન ટી ફેસ પેક

image soucre

એક પાકેલું કેળું, બે ચમચી ગ્રીન ટીનું પાણી. કેળા અને ગ્રીન ટી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચેહરા પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે. ઘણા ઘરેલુ ફેસ પેકમાં કેળાનો ઉપયોગ કરવામાં આવે છે. કેળામાં ઘણા એવા ગુણધર્મો છે, જે ચેહરાની દરેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે ત્વચાને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરી શકે છે.