આ પ્રજાતિની ગાયનું વાછરડું એટલું ક્યૂટ કે હીરો-હીરોઈનના છોકરા પણ ફિક્કાં લાગે, વીડિયો જોઈ પ્રેમ ઉભરાશે

વસ્તી વધારાને કારણે વસ્તુની માંગ વધી રહી છે. જેથી બધું વસ્તુ રાખવા માટે જગ્યા ઓછી થઇ રહી છે તેવામા જો તમે ઘરમાં ગાય પાળવાનો શોખ ધરાવો છો, તો આ ગાય વિશે જરૂર જાણો, નાની કદની હોવા છતાં તે ઘણુ વધારે દૂધ આપે છે, જ્યારે પણ ઘરે કોઈ પાળતું જાનવર પાળવાની વાત આવે છે, તો લોકો મોટાભાગે કુતરા બિલાડી જ પાળે છે. શહેરોમા ગાય ઘણા ઓછા લોકો પાળે છે.

image source

જેનુ એક મોટું કારણ ગાયની સાઈઝ પણ છે. ગાય સામાન્ય રીતે ઘણી મોટી હોય છે. નાના ઘર કે ફ્લેટમાં તેને પાળવી ઘણી મુશ્કેલ બની જાય છે. તેથી જરા વિચારો કેટલું સારું થાત જો ગાય નાની સાઈઝમાં આવતી હોત તો ઘણા લોકો તેને ઘરમાં પાળી શકત અને અમુલની જગ્યાએ એનું જ દૂધ પી શકત.

તાજેતરમા એક એવી ગાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તમારી આવી ઇચ્છાને પૂરી કરી શકે છે.

image source

ત્યારે હાલમાં ગાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ગાય સામાન્ય પ્રજાતિની ગાયથી તદ્દન અલગ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ આ ગાય પુન્ગનુંરુ જાતિની કહેવાઇ રહી છે. આ પ્રજાતિની ગાયો વિશે એવું કહેવાય છે કે, તેની ઉચાઈ 3-4 ફુટથી વધારે થતી નથી અને તે દરરોજ 5 લિટર ઉચ્ચ ચરબીયુક્ત દૂધ પણ આપે છે.

image source

આ ગાય દેખાવમાં ખૂબ જ સુંદર છે. ખાસ કરીને તેનાં વાછરડાઓ ખૂબ જ સુંદર લાગે છે. આ દિવસોમાં પુન્ગનુંરુ પ્રજાતિની એક ગાયના વાછરડાંનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. તે ઘરની આસપાસ તેના માલિક સાથે રમતા જોવા મળે છે.

image source

આ 50 સેકન્ડનો વીડિયોમાં ગાય દરેકના દિલ જીતી લે છે. તે વીડિયોમાં જોઈ શકાય છે કે તેનો માલિક કેવી રીતે ગાયની સંભાળ રાખી રહ્યો છે. આ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો, ગાયના ગળામાં એક ઘંટડી પણ છે જે ચાલે તો રણકતી હોય છે. આવી ગાયનું વજન 150-200 કિલો છે. તે ગાય સારું પાળતુ જાનવર છે. જો કે, દુઃખની વાત એ છે કે પુન્ગનુંરુ એક લુપ્ત ગાયની પ્રજાતિ છે. તમને આ ગાયને આટલી સરળતાથી જોવા મળતી નથી.

આ ગાયનો વીડિયો રાજીવ કૃષ્ણ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ વીડિયો અત્યાર સુધીમાં 7 લાખ 87 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. આ પોસ્ટ લખવાના સમય સુધીમાં 38 હજાર રીટ્વીટ અને 9 હજાર લાઈક્સ આ વીડિયોને મળી ચુકી હતી. ત્યારે હવે આ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું માધ્યમ પણ બન્યો છે અને ભારે વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!