લેખ વાંચીને તમે જાણી જશો કે તમારે શા માટે તમારી આ ટેવને બદલવાની જરૂર છે…

હવે મને એમ લાગે છે કે મારે મારા ઘરમાં ઠેકાણે-ઠેકાણે મારે શું કરવું શું નહીં કરવું વિગેરેની નોંધો ચોંટાડવી પડશે ! લાખો લોકોની જેમ મારે પણ દરેક મિનિટે હું મારા પોશ્ચરને સરખું કરવા એલર્ટ થઈ જાઉં છું, હવે મારે આ ક્રોસ-લેગ પોઝિશનને પણ દરેક વખતે ધ્યાનમાં રાખવી પડશે. જો કે હજારો-લાખો લોકો અત્યારે જ્યારે તમે આ વાંચી રહ્યા છો ત્યારે આ સ્થિતિમાં બેઠા હશે, માટે હું તમને જણાવી દઉં કે જો તમે શ્વાસ લેતા હોવ તેટલી જ સ્વાભાવિક રીતે પગ ક્રોસ કરીને બેસવાની ટેવ ધરાવતા હોવ તો આજનો આ લેખ તમારા કામનો છે. લેખ વાંચીને તમે જાણી જશો કે તમારે શા માટે તમારી આ ટેવને બદલવાની જરૂર છે.

1. આઉચ, શું તમને પીન કે સોય ખુંચતા હોય તેવું લાગે છે


માત્ર પગ ક્રોસ કરીને બેસવાથી જ નહીં પણ એક જ સ્થિતિમાં કલાકો સુધી બેસી રહેવાથી પણ તમને સોઈ કે પીન ખૂંચતી હોય તેવો અનુભવ થતો હશે. જો કે તે થોડીવાર માટે જ હોય છે અને તે ફિલિંગ તમે પોઝિશન બદલતા જ દૂર થઈ જાય છે. જો તમે આ સાંભળીની નિરાંત અનુભવતા હોવ તો મને તમને ચેતવવા દો. જો તમે કોઈ લાંબાગાળાની મુસાફી કરી રહ્યા હોવ અને એકધારા પગ ક્રોસ કરીને બેસતા હોવ તો તેનાથી તમને માત્ર થોડીવાર માટે જ ખાલી નહીં ચડે, પણ તેનાથી એક તબિબિ સ્થિતિ ઉભી થશે જેને “ડ્રોપ ફૂટ” કહેવાય છે, તે સ્થિતિમાં તમે તમારો પગ નહીં ઉંચકી શકો. તો પગ ક્રોસ કરીને બેસવાની જગ્યાએ પગ પહોળા કરીને બેસવાનું રાખો, તેમ કરવાથી તમને કોઈ શિક્ષા નથી થવાની !

2. બ્લડ પ્રેશર વધે છે


જ્યારે તમે એક પગને બીજા પગ પર ક્રોસ કરીને બેસો છો, તે વખતે ખુબ જ ટુંકા ગાળા માટે તમારું બ્લડ પ્રેશર વધે છે, કારણ કે તમારી તે સ્થિતિ હૃદયમાં વધારાનું લોહી મોકલે છે. જ્યારે લોહી પાછુ ફરે છે એટલે કે પગથી હૃદય તરફ, ત્યારે હૃદય પહેલેથી જ ગુરુત્વાકર્ષણ બળના કારણે ધકેલાયેલા લોહીને પાછુ વાળવા મહેનત કરતું હોય છે. વધારામાં, જ્યારે તમે પગ ક્રોસ કરીને બેસો છો ત્યારે તે પ્રતિરોધમાં વધારો કરે છે જેના કારણે હૃદય વધારે પડતા પ્રેશરને પંપ કરવામાં થાકી જાય છે. માટે જે લોકોને બ્લડ ક્લોટ અને હાયપરટેન્શનની સમસ્યા હોય તેમણે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. બીજાઓએ માત્ર એટલું યાદ રાખવું કે તેમણે હંમેશા પોતાની સ્થિતિ બદલતા રહેવી જોઈએ.

3. નસો ફૂલવાની સમસ્યા


નસ ફૂલવાની સમસ્યા સંપૂર્ણ રીતે માણસની આનુવંશિક બનાવટને આભારી છે. આ ઉપરાંત વધારે પડતું ઉભુ રહેવાથી પણ આ સમસ્યા ઉદ્ભવિ શકે છે, કેટલાક સંશોધકોનું કહેવું છે કે પોશ્ચરલ ભૂલો, જેમ કે પગ ક્રોસ કરીને બેસવાથી પણ પરોક્ષ રીતે આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. હવે તે પગ ક્રોસ રાખીને બેસવાથી થાય કે ન થાય હું તો તેમ નહીં કરીને મારી જાતને નર્વ પ્રોબ્લેમ્સ, બ્લડ પ્રેશર તેમજ ફુલેલી નસોથી દૂર જ રાખવાનું પસંદ કરીશ.

પગ ક્રોસ કરીને ન બેસવું તે માત્ર એક પોશ્ચર કરેક્શન છે જેને આપણે આપણી જાતને વારંવાર યાદ કરાવીને સુધારવાનું છે. આ ઉપરાંત પણ આપણે ઘણી બધી ભુલો કરતા હોઈએ છીએ જેને આપણે સુધારવાની છે. તો આ રહી તે ભૂલો..

બેસવાની યોગ્ય રીત


1. ડોક નમાવી બેસવું – ઘણા બધા લોકો તમને આ પોશ્ચરમાં જોવા મળશે બને કે તમે પણ તેમાંના જ એક હોવ. જો તમે આ પોશ્ચર ધરાવતા હોવ તો લાંબા ગાળે તમને પીઠના દુઃખાવાની સમસ્યા નડી શકે છે. તમારા કોર સ્નાયુઓને મજબુત બનાવવા માટે તમારે ટટ્ટાર બેસવું જોઈએ. જ્યારે તમે ટટ્ટાર બેસો છો ત્યારે તમે તમારા કોર મસલ્સને હંમેશા એન્ગેજ રાખો છો. જે ધીમે ધીમે તેને મજબુત બનાવે છે.


2. એક પગ પર વજનને ફેરવવું – તમે કોઈ સુપરમાર્કેટની લાંબી લાઈનમાં ઉભા હોવ કે પછી કોઈ બિલ ભરવાની લાઈનમાં કે પછી રોજ બસની રાહ જોતા ઊભા હોવ, તો કદાચ તમે નોંધ કરી હશે કે તમે પણ બીજા લાખો લોકોની જેમ તમારા એક પગ પર બધો ભાર મુકીને ઉભા રહેવાની ટેવ ધરાવતા હશો. તમારી કમર અને તમારા નિતંબ માટે તે જરા પણ અનુકુળ પોશ્ચર નથી. માટે તમારે હંમેશા વજનનું સંતુલન જાળવીને ઉભા રહેવું જોઈએ. તેમ કરવાથી તમારા તે સ્નાયુઓ મજબુત બનશે.


3. ખુંધ કાઢીને ઉભા રહેવું કે બેસવું – ખભા નમાવીને બેસવું તે એક ખુબ જ નબળુ પોશ્ચર છે. જો તમારા ખભા પણ આમ નમી જતા હોય તો તમારે કેટલીક શોલ્ડર સ્ટ્રેચિંગ અને ખભાને ગોળગોળ ફેરવવાનો વ્યાયામ કરવો જોઈએ. તમે તે તો જાણતા જ હશો કે આ પોશ્ચર જરા પણ આકર્ષક તો નથી જ.


4. પીઠ વાળીને ઉભા રહેવું – એ ખુબ મહત્ત્વનું છે કે જ્યારે તમે ઉભા રહો ત્યારે તમારે તમારી કમરને સીધી રાખવાની છે ખાસ કરીને નિતંબ. તે તમે કેટલીક લેગ સ્ટ્રેચિંગ અને કોર સ્ટ્રેન્ગ્થનિંગ એક્સરસાઇઝ દ્વારા કરી શકો છો જેમ કે પ્લેન્ક્સ તમને યોગ્ય પોશ્ચર આપવામાં મદદ કરે છે.

તમારી જાતને યાદ અપાવતા રહો કે તમારે પગ એકબીજા પર ચડાવવાના નથી, ખાસ કરીને લાંબા સમય માટે. આ ઉપરાંત તમારે તમારી અન્ય પોશ્ચર ભુલોને પણ સુધારવાની છે જેથી કરીને તમારા શરીરને નુકસાન ન થાય. એ યાદ રાખો કે સ્નાયુઓને પણ યાદશક્તિ હોય છે. તમે જે ટેવો પાડો છો તેને તે યાદ રાખે છે. માટે હંમેશા શ્લોકો બોલતા હોવ તેમ બેસતી વખતે “ટટ્ટાર બેસ…” જેવા વાક્યો પોતાની જાતને કહેતા રહો. અને તમારું પોશ્ચર સુધારતા રહો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ મેળવવા માંગો છો તો લાઇક કરો આપણું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ