આ ભીખારીઓ તમને તમારી કેરિયર બદલવા પર મજબૂર કરી દેશે…

તમે કદાચ તમારી કમાણીનો મોટા ભાગનો રૂપિયો તમારી જીવનજરૂરિયાત તેમજ સામાજિક જરૂરિયાતો પાછળ ખર્ચી નાખતા હશો. તેમ છતાં તમે પૈસો કમાવા પાછળ ખુબ મહેનત કરતા હશો, કેમ ? તમે બીચારા આખો મહિનો નીચોવાઈ જતાં હશો ત્યારે તમને આ સુંદર સેલેરી મળતી હશે. જો કે તમારા જેટલા બધા જ નસીબદાર નથી હોતા કે તેમને પણ તેમના ભણતર તેમજ અનુભવને યોગ્ય તકો મળતી હશે.

કેટલાક અપ્રામાણિકતા તેમજ છળથી સફળતા મેળવી લેતા હશે. પણ તમે ભારતના આ છ વ્યક્તિ વિષે સાંભળશો તો તમારો સફળતાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે.

1. ભરત જૈન

છત્રપતિ શિવાજી ટર્મિનસના રહેવાસી, ભરત જૈન, ભારતના તગડી કમાણી ધરાવતા ભીખારીઓમાંના એક છે. 49 વર્ષિય ભરત જૈનને તેમની આ કમાણી માટે ઘણી બધી પબ્લીસીટી મળી ગઈ છે. આ માણસની મહિનાની કમાણી લગભગ 75000 રૂપિયા છે અને માટે જ તેમાં કોઈ જ શંકા નથી કે તે પોતાનો આ પ્રોફેશન છોડી કુટુંબીજનોના વારંવારના આગ્રહ છતાં ફેમિલિ બિઝનેસમાં નથી જોડાતો.

તે પરેલમાં બે ફ્લેટ ધરાવે છે જેની કિંમત 80 લાખ આસપાસ છે. અને તેણે પોતાની એક પ્રોપર્ટી તો એક જ્યૂસ વાળાને 10000 થી 20000 રૂપિયાના માસિક ભાડા પેટે રેન્ટ પર આપી છે.

2. મલાના ખાન ઉર્ફે મસુ

લોખંડવાલા, પશ્ચિમ મુંબઈની એક એવી જગ્યા છે જ્યાં આ મલાના ખાન પોતાનો ભીખ માંગવાનો ધંધો ચલાવે છે. તેમના મિત્રો તેમને “મસુ” તરીકે ઓળખે છે, તેમણે ભીખ માંગવાની કળાને વિજ્ઞાનમાં ફેરવી છે. તે સવારના 8ના ટકોરે ભીખ માંગવા આવી જાય છે અને રાત્રે જ્યારે સમગ્ર વિસ્તાર સુમસામ થઈ જાય ત્યારે ઘરે પાછા ફરે છે.

તે અંધેરીમાં સ્થિત એક ફ્લેટના માલિક છે, તે પોતાની ભીખ માંગવાની જગ્યાએ રિક્ષામાં આવે છે, વેશ બદલતા રહે છે અને દિવસના લગભગ 1000 રૂપિયાની કમાણી કરે છે અને સારા દિવસોમાં તેથી પણ વધારે કમાણી ઘરે લઈ જાય છે. તે મોટે ભાગે પબ્સ તેમજ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા લોકોને પોતાનું ટાર્ગેટ બનાવે છે.

3. લક્ષ્મી દાસ

44 વર્ષની ભીખારીની કારકિર્દી બાદ, લક્ષ્મી દાસ પાસે 90 કિલોના સિક્કાઓ ભેગા થયા જેમાંથી તેણીએ પોતાનું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું અને ક્રિડિટ કાર્ડ માટે લાયક બની. તેણીએ ભીખ માગવાની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી, અને તેણીની બહેનના જણાવ્યા પ્રમાણે તે પોતાના સિક્કાઓને લઈને ખુબ જ આક્રમક અને કરકસરિયા છે. તેણીને ભીખમાં મળેલા કેટલાક સિક્કાઓ ખુબ જ જુના હતા અને તે હાલ વ્યવહારમાં નથી, તેમ છતાં સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રવક્તા શાંતનુ નિઓગીએ જણાવ્યું કે બેંકે કોઈ પણ જાતની દલીલ વગર તેમના બધા જ સિક્કા સ્વિકારી લીધા હતા.

4. ક્રિશ્ના કુમાર

મુંબઈની સિપી ટાંકી આગળ આ વ્યક્તિએ ભીખ માંગવાની શરૂઆત કરી હતી અને ત્યાંના સ્થાનીક લોકો તેને અર્બન લિજન્ડ માને છે. તે નાલાસોપારામાં એક પ્રોપર્ટી ધરાવે છે અને તેના બધા જ આર્થિક વ્યવહારો તેનો ભાઈ સંભાળે છે.

5. સર્વતિયા દેવી

પટનાની રહેવાસી, સર્વતિયા દેવી લગભઘ 25 વર્ષથી ભીખ માગે છે જો કે પોતાના પતિના મૃત્યુ બાદ તેણી હવે નવી જગ્યાની શોધમાં છે. પણ આટલી લાંબી કેરિયરના અંતે તેણીએ વિવિધ યાત્રા ધામો કે જ્યાં પોલીસ તેને પરેશાન ન કરે ત્યાંથી ઘણી કમાણી કરી લીધી છે. આ સમય દરમિયાન તેણે બે ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી છે જેનું તેણી વર્ષનું 36000 પ્રિમિયમ ભરે છે.

6. સંભાજી કાલે

કાલે અને તેનું ચાર જણનું કુટુંબ પશ્ચિમ મુંબઈના ખાર વિસ્તારમાં ભીખ માગે છે. તેણે પણ પોતાના આ ધંધામાંથી સારી કમાણી કરીને વિરારમાં એક ફ્લેટ તેમજ સોલાપુર જિલ્લામાં જમીન લીધી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણી અજાણી વાતો અને માહિતી વાંચો ફકત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ