આ જગ્યાઓ પર હનુમાનજીના પદ ચિહ્નો આજે પણ અસ્તિત્વ ધરાવે છે ! જાણો આ સ્થળો વિષે !

પુરાણોમાં શ્રીહનુમાનને અમર ગણવામા આવ્યા છે એટલે કે તેઓ યુગોથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જો રામાયણ અને મહાભારત વિષે જાણતા હોવ તો તેમા સ્પષ્ટ છે કે રામાયણમાં હનુમાનજીનો બહોળો ઉલ્લેખ છે તો વળી ત્યાર બાદના યુગમાં નિર્માણ પામેલી મહાભારતમાં પણ ભીમને હનુમાનજી મળ્યા હોવાનો ઉલ્લેખ છે. આમ હનુમાનજી એ યુગોના દેવતા છે તેમનો કોઈ જ અંત નથી તેઓ અમર.

અને એવું પણ કહેવાય છે કે તેઓ આજે પણ ધરતી પર ક્યાંકને ક્યાંક અસ્તિત્વ ધરાવે જ છે. અને તેમના અસ્તિત્વની સાબિતિઓ અવારનવાર આપણને મળતી રહી છે. આજે પણ ભારત તેમજ તેની આસપાસના દેશોમાં તેમના પદચિહ્નો ક્યાંકને ક્યાંક મળી આવ્યા છે. તો ચાલો જાણીએ કે વિશ્વમાં ક્યાં ક્યાં હનુમાનજીના પદચિહ્નો મળી આવ્યા છે.

આંધ્ર પ્રદેશમાં હનુમાનજીનું પદચિહ્ન

ભારતની દક્ષિણે આવેલા આંદ્ર પ્રદેશની રાજધાની લેપાક્ષીમાં પણ હનુમાનજીના પગના નિશાન મળ્યા છે. જો કે અહીં કેટલાક વિદ્વાનો તેમાં સાથ નથી પુરાવતા. કારણ કે તેમનું માનવું છે કે તે પદચિહ્ન હનુમાનજીના નહીં પણ સિતામાતાના છે.

આંદ્ર પ્રદેશની રાજધાનીનું નામ લેપાક્ષી છે તેની પાછળ પણ એક પૌરાણીક કથા છે. એવું કહેવાય છે કે રાવણ જ્યારે સિતાનું હરણ કરી જઈ રહ્યો હતો ત્યારે જટાયુ નામના પક્ષીએ સીતાજીને બચાવવા માટે તેની સાથે યુદ્ધ કર્યું અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તે વખતે રામ સીતાજીને શોધતાં શોધતાં તે સ્થળે પહોંચી ગયા ત્યારે આ જટાયુ પક્ષીના આત્માને મુક્તિ આપવા તેમણે ‘લે પક્ષી’ કહ્યું અને એ રીતે જટાયુને મુક્તિ મળી હતી.

મલેશિયામાં પણ છે હનુમાનજીનું પદચિહ્ન

મલેશિયાના પેનાંગ સ્થળ પર પણ હનુમાનજીના પદનું નિશાન છે અને અહીં તે નિશાન પર મંદીર બાંધવામાં આવ્યું છે જ્યાં ચરણોની નિયમિત પુજા કરવામાં આવે છે. અહીં હનુમાનભક્તો ચરણો પર સિક્કા ચડાવે છે.

ભારત સિવાયના થાઈલેન્ડમાં પણ હનુમાનજીના પદચિહ્નો

જેણે રામાયણ વાંચી હોય અથવા સાંભળી હોય અથવા તો તેની સિરિયલ પણ જોઈ હોય તો તેઓ સારી રીતે જાણતા હશે કે રામાયણમાં ભારત ઉપરાંત અન્ય પાડોશી દેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થાઈલેન્ડના એક ગ્રંથ રામાકેન પ્રમાણે અહીં પણ હનુમાન દાદાના વિશાળ પદચિહ્નો મળી આવ્યા છે.

ભારતની જેમ થાઈલેન્ડનો પુરાણ કાળ પણ રામાયણના રંગે રંગાયેલો છે. અહીંનો પવિત્ર ગ્રંથ રામાકેન રામાયણનું જ એક થાઈલેન્ડ વર્ઝન છે.

શ્રીલંકામાં પણ છે પવનપુત્રના પગના નિશાન

ભારત તેમજ થાઈલેન્ડ જ નહીં પણ શ્રીલંકા કે જે સ્થળ રામાયણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે ત્યાં પણ હનુમાનજીના પદચિહ્નો મળી આવ્યાની જાણકારી છે. આ પદ ચિહ્નો એક શિલા પર જોવા મળ્યા છે. એવું કહેવાય છે કે હનુમાનજી અહીં ઉડીને આવ્યા હતા અને પ્રખર વેગે તેઓ શિલા પર ઉતર્યા હોવાથી તેમના પગની છાપ નક્કર પથ્થરમાં પડી ગઈ હતી અને એક ખાડો પડી ગયો હતો.

આ ઉપરાંત પણ પૃથ્વી પર ઘણી જગ્યાએ વિશાળ કાય પદચિહ્નો જોવા મળ્યા છે જે કોના છે ક્યારે પડ્યા તે વિષે કોઈ જ જાણકારી નથી અને આજે પણ વિશ્વ માટે આ પદચિહ્નો એક અકબંધ રહસ્ય જ રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ