Good News: આ દેશે શોધી કાઢી કોરોના વાયરસની રસી, શું છે લેટેસ્ટ વિગતો જાણી લો તમે પણ એક ક્લિકે

કોરોના વાઇરસની રસી શોધી લેવામાં આવી છે.

આખી દુનિયામાં કોહરામ મચાવી રહેલ નોવેલ કોરોના વાઇરસ (novel કોરોન virus)નો આતંક હજી જેમનો તેમ જ છે. તેનું કારણ છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નોવેલ કોરોના વાઇરસ(novel corona virus)ને એક વૈશ્વિક મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ ભયના વાતાવરણ વચ્ચે આપણા બધા માટે કોરોના વાઇરસ (corona virus)ને લઈને એક રાહત આપનાર સમચાર મળ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઇઝરાયલના વૈજ્ઞાનિક ટૂંક સમયમાં જ આ વાતને જાહેર કરી શકે છે. કોરોના વાઇરસનું વૈક્સીન વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશો મુજબ તૈયાર કરવામાં આવેલ છે. ઉપરાંત તેની આ વૈક્સીનની સકારાત્મક અસર જોવા મળી રહી છે.

પરીક્ષણ માટે મહિનાઓ જેટલો સમય લાગી શકે છે.:

image source

ઇઝરાયલી મીડિયાની જાણકારી મુજબ, પ્રધાનમંત્રી કાર્યાલયની દેખરેખ હેઠળ આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીકલ રીસર્ચ દ્વારા તાજેતરમાં જ આ કોરોના વાઇરસના વિષાણુની જૈવિક કાર્ય પ્રનલિઅને ખાસિયતોને સમજવામાં એક અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

image source

આ ખાસિયતોમાં નિદાનની ક્ષમતા, કોરોના વાઇરસના શિકાર બનેલ લોકો માટે એંટી બોડીઝના ઉત્પાદન અને રસીના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જી હા, આ કોરોના વાઇરસની રસીને ઉપયોગમાં લેતા પહેલા આ રસીનો પ્રભાવ અને કેટલી સુરક્ષિત છે તે સમજવા માટે વિકાસ પ્રક્રિયા અંતર્ગત આ કોરોના વાઇરસની રસીના હજી પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણની પ્રક્રિયામાં કેટલાક મહિનાઓનો સમય લાગી શકે છે.

image source

રક્ષા મંત્રાલય દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવેલ નથી.

જયારે ઇઝરાયલના રક્ષા મંત્રાલયને આ વિષે પૂછવામાં આવ્યું તો તેઓ જણાવે છે કે આ પ્રશ્ન વિષે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. રક્ષા મંત્રાલય હારેજનું કહેવું છે કે, કોરોના વાઇરસ માટેની રસી કે પછી પરીક્ષણ કીટ્સના વિકાસને લગતી આ બાયોલોજીકલ ઇન્સ્ટીટયુટના પ્રયત્નોમાં કોઈ સફળતા મળી નથી. બાયોલોજીકલ ઇન્સ્ટીટયુટ સંસ્થાનું કામકાજ પુર્વાયોજ્ન મુજબ વ્યવસ્થિત રીતે ચાલી રહેલ છે. જેમાં સમય લાગી શકે છે. જયારે પણ કોઈ બાબત જણાવવા યોગ્ય હશે, તે સમયે યોગ્ય વ્યવસ્થા અંતર્ગત જાણકારી આપવામાં આવશે.

કોરોના વાઇરસ વૈક્સીનના સાઈડ ઈફેક્ટની તપાસ:

image source

પ્રાપ્ત જાણકારી મુજબ, કોરોના વાઇરસની વૈક્સીન બનાવવા માટે ઘણી બધા પ્રકારના પરીક્ષણની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહે છે. કોઇપણ દવા કે રસીની પ્રોયોગિક તપાસ સૌપ્રથમ પ્રાણીઓ પર કરવામાં આવે છે ત્યાર પછી મનુષ્ય પર પણ આ દવા કે રસીની પ્રાયોગિક તપાસ કરવામાં આવે છે જેમાં આપવામાં આવેલ રસી કે દવાની મનુષ્ય કે પ્રાણીના શરીર પર શું અસર જોવા મળી શકે છે તેની નોંધ કરવામાં આવે છે ઉપરાંત આ અસરમાં દવા કે રસીની સમય મુજબ અસર તેમજ તેની ઈફેક્ટ અને સાઈડ ઈફેક્ટ જાણવામાં ઘણો સમય લાગી જાય છે. આથી કોરોના વાઇરસની વૈક્સીનની તપાસમાં પણ સમય લાગી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ