આ બાળકની બેગ જોઈને તમને પણ નવાઈ લાગશે, પિતાએ પરસેવો પાડીને બનાવી છે….

પહેલા દિવસે બાળકના શાળામાં પ્રવેશતા જ ટીચર્સની નજર તેના બેગ પર પડી, પાસે બોલાવીને બેગ જોઈ તો આંસુ સરી પડ્યા।

નવો ડ્રેસ, નવા બૂટ, નવી બેગ, નવુ લંચ બોક્સ અને બોટલ સાથે બાળકનો પહેલો દિવસ શાળામાં જોઈ છે. જેને જોઈને તે અને તેના માતાપિતા ખૂબ ખુશ થાય છે. આ ફક્ત અમીર અને શહેરના બાળકો માટે હોઈ છે કારણ કે ગરીબ માતાપિતાનું બાળક શાળાએ જવાનું હોઈ છે તો તેનાથી વધારે તેના માતાપિતાને તેના ડ્રેસથી લઈને બેગ, કોપી-પુસ્તકો અને ફી ની ચિંતા હોઈ છે અને તૈયારીઅોમાં જોડાય જાય છે. જરૂરી નથી કે તે બાળક પહેલા દિવસે બધુ જ નવુ પહેરીને જાય. ઘણીવાર તો માતાપિતા વધારે ખર્ચાના કારણે બાળકોનો અભ્યાસ પણ છોડાવી દે છે, પરંતુ આજ અમે તમને જે ગરીબ પરિવારને વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને ગરીબને લીધે પોતાના બાળકનો અભ્યાસ નથી છોડાવ્યો અને ઘર પર જ તેની નવી વસ્તુઅો તૈયાર કરી. કહાની જાણીને તમે પણ કહેશો કે જો વિચારધારા મજબૂત હશે તો કોઈ પણ કામ શક્ય થઈ શકે છે.

આજના સમયમાં દરેક બાળકના શોખ હોઈ છે પરંતુ જરૂરતોને લીધે તે બાળકોના શોખ ત્યાં જ થંભી જાય છે. કહેવાય છે ને કે માતાપિતા પોતાની જરૂરતોનું ગળુ દબાવી શકે છે પરંતુ પોતાના સંતાન ના શોખ પૂરા કરે છે. કમ્બોડીયા ના રહેવાસી ખેડૂતે પણ આ જ કર્યુ. તેના પાસે પોતાના સંતાન ને શાળામાં ભણાવવા માટે વધારે પૈસા નહોતા પરંતુ તેમ છતા તેણે બાળક માટે એક સરસ બેગ બનાવી.

ખેડુતે જેમ-તેમ પૈસા ભેગા કરીને પોતાના બાળકના કોપી-પુસ્તકો ખરીદ્યા અને શાળાની ફી ભરી. ત્યાં જ તેના હાથ દ્વારા બનાવાયેલા સ્કુલ બેગની તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. બેગમાં ખેડૂત ની ગરીબી અને મહેનત સાફ-સાફ દેખાઈ રહી છે.

બાળક પહેલા દિવસે પોતાની નવી બેગ સાથે શાળા એ પહોંચ્યો તો શિક્ષકોની નજર તેની બેગ પર પડી અને તેઅો ખુશ થઈ ગયા. તેમણે બાળક ને બેગ વિશે પૂછ્યુ તો બાળકે જણાવ્યુ મારા પિતા એ બનાવી હવે તો શિક્ષકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હતો. ટીચર ભાવુક થઇ ગયા. ટીચરે બાળકની બેગની તસ્વીર સોશિયલ મિડિયા પર શેયર કરતા કહ્યુ કે જે માતાપિતા બાળકની મોંઘી-મોંઘી ચીજો ખરીદવામાં અસકર્થ હોઈ છે તે આ બાળકના પિતા થી આઈડિયો લે.

કામવાળી બાઈના બાળકને ભણાવવાથી થઈ શરૂઆત, ગરીબોના બાળકો માટે ખોલી શાળા

જ્યોત્સના એ કામવાળી બાઈના બાળકને ઘર પર જ ભણાવવાનું શરૂ કરી દીધુ. ખૂબ જલ્દી જ બાઈ ના તે બાળકની જેમ આસપાસના ઘણા બાળકો જ્યોત્સના ના ઘરે ભણવા માટે આવવા લાગ્યા. જ્યારે બાળકોની સંખ્યા વધી તો જ્યોત્સના તે બાળકોને ઘર ને બદલે પાર્કમાં ભણાવવા લાગી.

જ્યોત્સના અને ગુરુકુલ કિડ્સના બાળકો

જ્યોત્સના જણાવે છે કે તે એક એવો સ્પેસ બનાવવા માંગતી હતી જ્યાં કોઈપણ આવીને અભ્યાસ કરી શકે. આ એનજીઅો દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા સામાન્ય ઘરના બાળકોને પણ વોકેશનલ ટ્રેનિંગ અપવામાં આવે છે.

ગુરુકુળ શાળામાં માત્ર પુસ્તકીય અભ્યાસ નથી થતો પરંતુ વિધાર્થીઓ ની પ્રતિભા અને રુચીને અનુસાર તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બાળકોને જણાવવામાં આવે છે કે તેમને આર્થિક રુપથી કેવી રીતે આત્મનિર્ભર બનવાનુ છે.

૫૨ વર્ષીય જ્યોત્સના અમિતનું જીવન ૨૦૦૫ સુધી એકદમ સાધારણ જેવુ ચાલી રહ્યુ હતુ, પરંતુ આજ તે બિછળેલા સમાજથી આવતા હજારો ઉપેક્ષિત બાળકોના જીવન સંવારી રહી છે. જ્યોત્સના આ બાળકોને શિક્ષિત કરવાની સાથે જ તેમને વોકેશનલ ટ્રેનિંગ પણ આપે છે. તે પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા જણાવે છે કે તેમના ઘરમાં કામ કરનાર બાઇનો ૧૨ વર્ષનો દિકરો શાળા એ નહોતો જતો. તે રોજ અહી-ત્યાં રસ્તા પર ફર્યા કરતો હતો. જ્યોત્સના એ તે બાળકને પોતાના ઘરે બોલાવ્યો અને પોતાના વૃદ્ધિ પેરેંટ્સ સાથે રહેવા કહ્યુ. ધીરે-ધીરે તે પરિવારમાં હળીમળી ગયો. આ દરમિયાન જ્યોત્સના ને આ જાણીને સારુ લાગ્યુ કે તે પણ ભણવા માંગે છે.

જ્યોત્સના એ તેને ઘર પર જ ભણાવવાનું શરૂ કરી દીધુ. ખૂબ જલ્દી જ બાઈના એ બાળકની જેમ આસપાસના ઘણા બાળકો જ્યોત્સના ને ઘર ભણવા માટે આવવા લાગ્યા. જ્યારે બાળકોની સંખ્યા વધી તો જ્યોત્સના એ તે બાળકોને ઘરને બદલે પાર્કમાં ભણાવવા લાગી. તેમણે ગુરુકુળ કિડ્સ નામથી એક એનજીઅો પણ બનાવી લીધુ જેના અંતર્ગત બાળકોને ભણાવવામાં આવવા લાગ્યા. બાળકોને સામાન્ય રીતના અભ્યાસ સાથે-સાથે તેમને વોકેશનલ તાલિમ પણ આપવામાં આવવા લાગી. ત્યારથી લઈને અત્યાર સુધી આ શાળામાં ૫૦૦ થી પણ વધારે બાળકોને શિક્ષિત કરવામાં આવી ચૂક્યા છે જેમાંથી ૨૦ બાળકોને આગળના અભ્યાસ માટે સરકારી શાળામાં પણ એડમિશન અપવાઈ ચૂક્યુ છે.

આ પહેલ વિશે વાત કરતા જ્યોત્સના જણાવે છે કે તે એક એવો સ્પેસ બનાવવા માંગતી હતી જ્યાં કોઈપણ આવીને ભણી શકે. આ એનજીઅો દ્બારા સરકારી શાળામાં ભણતા સામાન્ય ઘરના બાળકોને પણ વોકેશનલ તાલિમ આપવામાં આવે છે. લગભગ એક દાયકાની આ યાત્રા માં જ્યોત્સના ને ઘણી ચુનૌતીઅોનો સામનો કરવો પડ્યો. તેમને અનુસાર સૌથી મોટી બે મુશ્કેલીઅો હતી. એક તો આ બાળકોના અભ્યાસમાં જરૂર સંસાધનો ભેગા કરવા અને બીજુ આ બાળકોના માતાપિતા ને આ વાત માટે રાજી કરવા. કારણ કે અહીં ભણતા મોટાભાગના બાળકો એ ઘરોથી આવે છે જેના માતાપિતા દાળીના હિસાબે મજૂરી કરે છે. આ બાળકો પણ નાનુ-મોટુ કામ કરીને તેમની મદદ કરે છે. એટલે આમના ભણવા પર તેમને ભારણ અનુભવાય છે.

તે કહે છે, ‘આ બાળકો જ્યારે માત્ર ૧૩-૧૪ વર્ષ ના જ થાય છે તો ક્યાંક કામ કરવાનું શરૂ કરી દે છે. જ્યારે આ થોડા-જાજા પૈસા કમાઈને ઘરે લાવે છે તો તેમના માતાપિતા પણ ખુશ થાય છે. ઘણા બાળકો તો ફક્ત એટલે શાળા છોડી દે છે કારણ કે તેમને પોતાના ઘરમાં નાના ભાઈ-બહેનોની સારસંભાળ કરવાની હોઈ છે’. જ્યોત્સના એક બાળકી આયેશાની કહાની યાદ કરતા જણાવે છે કે તે મદરેસામાં ભણતી હતી. ૨૦૧૦મા જ્યારે તેની નાની બહેન જન્મી તો તેને અભ્યાસ છોડીને નાની બાળકીની સારસંભાળ માં લગાવી દેવામાં આવી. તેની માતા બીજા ઘર પર જઈને વાસણ કપડાનું કામ કરતી હતી. પરંતુ આયેશા ભણવા માંગતી હતી. ગુરુકુળ કિડ્સે તેની ઘણી મદદ કરી. તે પોતાની નાની બહેન ને લઈને અહીં આવતી અને અને ભણતી હતી.

આયેશા એ આ જ રીતે પોતાની નાની બહેન સાથે ગુરુકુળમાં પૂરા ત્રણ વર્ષ અભ્યાસ કર્યો, જેના બાદ તેનું એડમિશન છઠા ધોરણમાં એક પબલીક શાળામાં કરાવી દેવામાં આવ્યુ. ત્યાં જ તેની નાની બહેન જે હવે થોડી મોટી થઈ ગઈ હતી, એક નર્સરી સ્કુલ જવા લાગી. હાલ આ સમયે ગુરુકુળ શાળામાં કુલ ૧૫૦ બાળકોનું રજીસ્ટ્રેશન થયુ છે. જેમની ઉમર ત્રણ થી ૧૫ વર્ષ સુધી છે. ગુરુકુળ શાળામાં પણ બાકી શાળાઅોની જેમ ક સીબીએસઈ બોર્ડ પેટર્ન પર કામ કરે છે. પરંતુ જ્યોત્સના એ આ સ્કુલના પાઠ્યક્રમને એક વર્ષ ને બદલે છ મહિનામાં જ સમેટી દીધો છે કારણ કે આ બાળકો ઘણા મોટા છે અને એક-એક વર્ષનો અભ્યાસ કરશો તો દસમા સુધી પહોંચવામાં તેમને વર્ષો લાગી જશે.

માત્ર અભ્યાસ જ નહિ

ગુરુકુળ શાળામાં માત્ર પુસ્તકીય અભ્યાસ નથી થતો પરંતુ વિધાર્થીઓ ની પ્રતિભા અને રુચીને અનુસાર તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બાળકોને જણાવવામાં આવે છે કે તેમને આર્થિક રુપથી કઈ રીતે આત્મનિર્ભર બનવાનું છે. તેમને ગ્રિટીંગ કાર્ડ, ઈયર રીંગ્સ, સજાવટી લાઈટો બનાવવાની તાલિમ આપવામાં આવે છે તેના સિવાય તેમને કમ્પ્યુટર પણ શિખવાડવામાં આવે છે. જ્યોત્સના જણાવે છે કે તેનાથી એમની અંદર પરિવર્તન આવશે અને તે આગળ ચાલીને આસાનીથી પૈસા કમાઈને પોતાનું જીવન સમ્માનજનક રીતે વ્યતિત કરી શકશે. તે આ બાળકોને એક જવાબદાર નાગરિક બનાવવા તરફ અગ્રેસર છે. શરૂમાં તો બાળકોના માતાપિતાએ તેમના અભ્યાસમાં કૌઈ રુચી ના બતાવી પરંતુ ધીરે-ધીરે પરિવર્તન આવતુ ગયુ અને હવે અભિભાવક પણ પોતાના બાળકોના અભ્યાસને લઈને ખૂબ સજાગ થઈ ગયા છે.

આ શાળામાં પાંચ શિક્ષકોને પગાર પર રાખવામાં આવ્યા છે ત્યાં જ અમુક લોકો વોલેંટિયર તરીકે બાળકોને ભણાવવા માટે આવે છે. જોકે જ્યોત્સના પાસે કોઈ મોટો ટેકો નથી, પરંતુ તેમનો કારવાં ના જાણે કેટલા બાળકોના જીવનમાં રોશની લાવી રહ્યો છે. શાળાને હવે પાર્કને બદલે એક ભાડાના મકાનમાં શિફ્ટ કરી દેવામાં આવી છે જેનું ભાડુ ખૂબ વધારે છે. શિક્ષકોના પગાર અને બાકી બધા ખર્ચ મેળવીને લગભગ ૧.૨૫ લાખ રૂપિયા ખર્ચ થઈ જાય છે.

જ્યોત્સનાની શાળાને હજુ પણ ચાર-પાંચ શિક્ષકોની વધુ જરૂર છે. પરંતુ પૈસા ના હોવાને કારણે મામલો વચ્ચે લટક્યો છે. આ બધા ખર્ચા ક્રાઉડ ફંડિગ પર પૂરા કરવામાં આવી રહ્યા છે. તેના માટે ઘર-ઘર બેલ વગાડીને પૈસા એકત્રિત કરવામાં આવે છે. જ્યોત્સના જણાવે છે કે તેઅોના આ કામ માં કોઈ હિચકિચાટ નથી થતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ