આ એપ દ્વારા તમારા નવજાત બાળકના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકશો ! એક માતાપિતાને આથી વધારે શું જોઈએ ?

પોતાના નવજાત તેમજ હજુ બોલતા પણ ન શીખેલા બાળકોના મનની વાત જો માતાપિતા જાણી શકતા હોય તો તેમના માટે તેનાથી મોટી રાહત બીજી શું હોઈ શકે. ઘણા બધા સંશોધનો તેમજ પ્રયોગો દ્વારા આ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી તમારા તાજા જન્મેલા બાળકથી માંડીને છ મહિનાના બાળકના મનમાં શું ચાલી રહ્યું છે તે તમે જાણી શકશો. અને તેમની સમસ્યાને તેમના જ દૃષ્ટિકોણથી સમજી શકશો.

લંડન, યુનાઇટેડ કીંગડમ ખાતેના કેટલાક સંશોધનકર્તાઓએ એક એવી એપ્લિકેશન વિકસાવી છે જેમાં નવજાત બાળકથી માંડીને છ મહિનાનું બાળક શું અનુભવી રહ્યું છે તે સમજવું નવા માતાપિતા માટે સરળ રહે. આ એપ્લિકેશનનું નામ છે ‘બેબી માઇન્ડ’.

આ એપ્લિકેશન દ્વારા માતાપિતા પોતાના બાળકના દ્રષ્ટિકોણથી તેને સમજી શકે તેવી સવલત પુરી પાડે છે. તેના દ્વારા માતાપિતા સમજી શકશે કે રોજ તેમનું બાળક શું અનુભવી રહ્યું છે તેમજ તેમના મગજામાં શું ચાલી રહ્યું છે. અને તે રીતે તેઓ પોતાના બાળકની સાથે વર્તી શકશે. આમ આ એપ્લિકેશન માતાપિતાને તેમના બાળકોના માનસિક વિકાસ વિષે પણ ચોક્કસ જાણકારી આપતી રહેશે.

આ એપ્લિકેશનના નિર્માણ સાથે જોડાયેલા યાર્ક યુનિવર્સિટીના પ્રોફેસર એલિઝાબેથ મીન્સે જણાવ્યું કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાના અગણિત લાભ છે. તે ઓછી ખર્ચાળ છે અને ઉપયોગ કરવામાં અત્યંત સરળ છે. તેઓ દાવો કરે છે કે આ એપથી માતાપિતા તેમજ તેમના બાળક વચ્ચે ગુણવત્તાસભર સંબંધ કેળવાશે અને કેટલાક સંજોગોમાં સંબંધો સુધારી પણ શકાય છે.

આ સ્માર્ટફોન એપ દ્વારા માતાપિતા પોતાના બાળકના મનમાં રોજિંદા ધોરણે શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. એક સર્વે પ્રમાણે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી જે યુવાન માતાઓ છે કે જેણી નાની વયે માતા બની છે તેણી પોતાના બાળકોને મોટી ઉમેરે બનેલી માતાઓ કરતાં પોતાના નવજાત બાળકને વધારે સારી રીતે સમજી શકે છે.

આ એપ્લિકેશન માત્ર બનાવવા ખાતર જ નથી બનાવવામાં આવી પણ આ એપ્લિકેશનનો પ્રયોગ પણ કરવામા આવ્યો છે. સંશોદનકર્તાઓએ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કેટલીક માતાઓનું ગૃપ બનાવ્યું અને તેમની સાથે બાળકના જન્મ બાદથી આ એપનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું. તેમણે આ એપ્લિકેશનનો ઉપયોગ બાળકના જન્મથી લઈને તે છ મહિનાનું થાય ત્યાં સુધી કરાવ્યો.

આ દરમિયાન શોધકર્તાઓએ જે માતાપિતા આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તેમનો પોતાના બાળકો સાથેનો વ્યવહારનો એક જીણવટપૂર્ણ અભ્યાસ કર્યો અને જાણ્યું કે તેઓ પોતાના બાળકોના વિચારો તેમજ લાગણીઓ સમજવામાં કેટલા માહેર છે.

અને આ જ માતાઓની સરખામણી કેટલાક એવા માતાપિતાઓ સાથે કરવામાં આવી જેમના બાળકો પણ છ મહિનાના થઈ ગયા હતા અને આ દરમિયાન તેમણે આ એપ્લિકેશનનો ઉપયોગ નહોતો કર્યો. તો સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે જેમણે આ એપનો ઉપયોગ કર્યો હતો તે માતાપિતા જેમણે આ એપનો ઉપયોગ નહોતો કર્યો તે માતાપિતાઓ કરતાં પોતાના બાળકોની લાગણીઓ તેમજે વિચારોને સારી રીતે સમજી શકતા હતા. છેને કમાલની એપ્લિકેશન. ખરેખર આ પ્રકારની એપ તો નવા માતાપિતા માટે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ