છેલ્લા 121 વર્ષોથી સાંકળો વડે કેદ કરાયું છે આ વૃક્ષ, જાણો રસપ્રદ માહિતી

આપણા દેશની આઝાદી પહેલાના સમયની કોઈ વાત આવે ત્યારે તરત જ આપણને અંગ્રેજ હુકુમતના જુલ્મો અને યાતનાઓ ભોગવતા મજબુર ભારતીય બંધુઓની યાદ આવી જાય.

image source

આઝાદી મેળવવા અંગ્રેજ હુકુમત સામે અવાજ ઉઠાવતા ભારતીયોએ પોકાર, પ્રદર્શનો કર્યા.

ત્યાં સુધી કે લડત દરમિયાન અનેક ભારતીયોએ પોતાની જીવ પણ રેડી દધો, કેટલાયને યાતનાપૂર્ણ સજાઓ આપવામાં આવી, ધરપકડો થઇ, અનેકને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા, અને કેદ પણ કરી લેવામાં આવ્યા.

અંતે તેમણે ભારત દેશને અંગ્રેજોની ગુલામીની કાળરાત્રીથી આઝાદી અપાવી સ્વતંત્રતાની સવારનો અનુભવ કરાવવામાં સફળતા મેળવી.

image source

પરંતુ આજે પણ દેશમાં અનેક જગ્યાઓએ અંગ્રેજોના એ જુલ્મી શાશનના પ્રતીકો હજુ તેમની યાદ અપાવી રહ્યા છે.

તમે કદાચ જાણતા જ હશો કે આઝાદી પહેલાનું ભારત અત્યારે છે એ ભારત નહોતું. એટલે કે એ સમયે હાલ આપણા પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ભારત દેશનો જ ભાગ ગણાતા.

જયારે અંગ્રેજોની જુલ્મી હુકુમત એ ભારત પર હતી ત્યારે એક વૃક્ષને પણ કેદ કરી લેવામાં આવ્યું હતું.

image source

જાણીને નવાઈ લાગી ને ? પણ આ વાત સાચી છે.

અંગેજોના શાસન સમયથી હયાત એ વૃક્ષ છેલ્લા 121 વર્ષોથી સેંકડો વડે કેદ કરેલી હાલતમાં જેમનું તેમ છે.

આ વૃક્ષ હાલ ક્યાં સ્થિત છે ? અને કોણે તેને કેદ કર્યું અને શા માટે ? આવો આ કેદી કરાયેલા વૃક્ષ વિષે થોડી વધુ રસપ્રદ વિગતો જાણીએ.

image source

હાલ આપણા પાડોશી દેશ અને તે સમયે ભારત દેશનો જ વિસ્તાર ગણાતા પાકિસ્તાનના પેશાવર શહેર ખાતે સ્થિત આ વૃક્ષને લોખંડની મજબૂત સાંકળો વડે (જુઓ તસ્વીર) કેદ કરવામાં આવેલું છે.

તેનું કારણ પણ રસપ્રદ છે. વર્ષ 1898 માં ત્યાંની ખૈબર પખ્તુનખ્વાહ ખાતે આવેલી કોટલ આર્મી કેન્ટોલમેન્ટ ખાતે તૈનાત જેમ્સ સ્કવીડ નામના એક માથા ફરેલા અંગ્રેજ ઓફિસર જયારે નશામાં ધૂત હતો ત્યારે બગીચામાં ફરતા – ફરતા તેની નજર આ વૃક્ષ પર પડી.

image source

નશાને કારણે તેને એવું લાગ્યું કે આ વૃક્ષ તેની તરફ આવી રહ્યું છે અને તેનો જીવ લઇ લેશે.

પછી શું, તેણે તરત જ ત્યાં હાજર રહેલા અંગ્રેજ સિપાહીઓને હુકમ આપ્યો કે આ વૃક્ષને તાત્કાલિક પકડી લેવામાં આવે અને સિપાહીઓએ વૃક્ષને સાંકળો વડે કેદ પણ કરી લીધું.

image source

જો કે નશો ઉતર્યા પછી જેમ્સ સ્કવીડને ખબર પડી કે આ તો ખોટું થઇ ગયું. છતાં તેણે વૃક્ષને એ જ સાંકળોથી બાંધેલી હાલતમાં રહેવા દીધું.

આ વૃક્ષ પર હજુ પણ એક તકતી લગાવેલી છે જેમાં લખ્યું છે “આઈ એમ અંડર અરેસ્ટ”.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ