આજકાલ લોકોને કંઇક અલગ કરવાનો નશો ચડ્યો છે. ઘણી વાર આ અલગ કરવાના ચક્કરમાં પોતાનો જીવ પણ દાવે લગાવી બેસે છે. આવા લોકોની હરકતો અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતાં હોય છે. જો કે આવા રિસ્કથી ભરેલા સ્ટંટ જોવાની ઘણાં લોકોને મજા આવતી હોય છે, ત્યારે તેમને આવા સ્ટંટ બદલ સારી કૉમેન્ટ પણ મળે છે.
તો બીજી તરફ જે લોકોને આવું પસંદ નથી તેઓ આવા સ્ટંટ કરનારાઓને મૂર્ખ ગણાવતાં હોય છે. જો કે ઘણી વખત આવા સ્ટંટ કરનારાઓ હોશિયાર પણ હોય છે. જે પોતાના હુનરથી ફેમસ થઈ જતાં હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બે છોકરાઓ બાઇક પર સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, સ્ટંટ દરમિયાન શું થાય છે તે જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે.
આજકાલ સોશિયલ મીડિયાને લોકોએ ફેમસ થવા માટેનું સાધન બનાવી લીધું છે. આ માટે, લોકો ઘણી વાર ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરતા રહેતાં હોય છે. તમે આ વીડિયોમાં પણ કંઈક એવું જ જોઈ શકાય છે. આ વીડિયોમાં જોતાં જણાઈ રહ્યું છે કે, એક નિર્જન માર્ગ પર બે યુવકો બાઇક લઇને પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે જ પાછળ બેઠેલો વ્યક્તિ અચાનક બાઇક પર ઉભો થતો નજરે પડ્યો. વીડિયોમાં જોતાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે સમયે બાઈકની સ્પીડ ખુબ જ વધારે હતી.
એક તરફ બાઇકની ગતિ વધારે હતી અને બીજી તરફ પાછળ બેઠેલો વ્યક્તિ એ જ સમયે ઉભો થયો જેનાં કારણે તે પાછળ બેઠેલો વ્યક્તિ ખુબ જ જોરથી રસ્તા પર ઘા થયો. તે રસ્તા પર ખુબ ગંભીર રીતે પટકાયો હતો. હવે વાત કરીએ આ બાઇક ચલાવનાર વ્યક્તિની તો તે જ સમયે બાઇક સવાર વ્યક્તિ થોડે દૂર આગળ ચાલતા જ પડી ગયો.
આ ઘટના અંગે આઇપીએસ અધિકારી દિપાંશુ કાબરા દ્વારા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં ઉમેર્યું હતું કે, ‘જિંદગી ના મિલેગી દોબારા, ઇસે મૂર્ખતામે ના ગવાના’.
ज़िन्दगी ना मिलेगी दोबारा.
इसे मूर्खता में ना गंवाना. pic.twitter.com/9l4yLKSMly— Dipanshu Kabra (@ipskabra) March 8, 2021
હાલમાં, સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, નવ હજારથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. જ્યારે, એક હજારથી વધુ લોકોએ આ વીડિયો પસંદ કર્યો છે. જો કે આ વીડિયો જોયા પછી વપરાશકર્તાઓ બંને યુવકોની ભારે નિંદા કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,