દેશભરમાં કોરોનાની રસીના ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે. કોરોનાની રસી આવી ગઈ છે તેમ છતાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ મહારાષ્ટ્રની હાલત દેશમાં સૌથી વધુ ચિંતાજનક છે. કોરોના વાયરસની સ્થિતિ દેશમાં હજુ જોખમી છે. તેવામાં વધુ એક એક્ટર કોરોનાની ચપેટમાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
અગાઉ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, નીતુ કપૂર, અર્જુન કપૂર, વરૂણ ધવન જેવા ઘણા સેલેબ કોરોનાની ચપેટમાં આવ્યા હતા અને સારવાર બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે અને હાલમાં જ એક સમાચાર આવ્યા છે જેમાં રણબીર કપૂરનું નામ સામે આવ્યું છે. ચર્ચાઓ તેજ થઈ છે કે રણબીર કપૂરને કોરોના વાયરસ છે અને હાલ કોરોન્ટાઈન છે અને સારવાર ચાલી રહી છે. જો કે આ મામલે કપૂર પરિવાર તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ અંગે રણબીરના કાકા રણધીર કપૂરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હાલ રણબીરની તબિયત સારી નથી, પરંતુ તેને કોવિડ છે કે નથી તે ખબર નથી કારણ કે તેઓ હાલ મુંબઈમાં નથી જો કે આ વાતની પુષ્ટી થઈ નથી પરંતુ આલિયા ભટ્ટની ચિંતા વધી ચુકી છે. સતત એકબીજાની સાથે જોવા મળતાં રણબીર અને આલિયાને કોરોના વાયરસે ફરીવાર ટેન્શન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ્યારે આલિયા રણબીરને લગ્ન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જો અમારા જીવનમાં કોરોના વાયરસ ન આવ્યો હોત તો અત્યારે અમારા લગ્ન થઈ ચુક્યા હોત. હવે તે ટુંક સમયમાં જ લગ્ન પર ટીક માર્ક કરવા ઈચ્છે છે. આ સાથે આલિયાએ જણાવ્યું હતું કે તેની ઉંમર 25 વર્ષની જ છે અને અત્યારે લગ્ન કરવા ઉતાવળ થઈ જશે. આલિયાએ કહ્યું હતું કે તે યોગ્ય ઉંમરે લગ્ન કરવા ઈચ્છે છે.
રણવીરની ફિલ્મી સફરની વાત કરીએ તો તે હવે આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય તે એનિમલ ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે પરિણીતિ ચોપડા અને અનિલ કપૂર પણ છે. તેણે તાજેતરમાં જ વધુ એક ફિલ્મની શૂટિંગ પૂરી કરી છે જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. જો કે આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી.
થોડા સમય પહેલા જ આલિયાએ રણબીર કપૂર અને અયાન મુખર્જી સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મનો એક ફોટો શેર કર્યો હતો. આ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!