કોલકાતાની બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગના કર્મચારીઓ સહિત 9ના કરુણ મોત,, CM-PMએ કરી આ મોટી મદદ

કોલકાતાના સ્ટ્રેન્ડ રોડ પર સ્થિત એક બહુમાળી બિલ્ડિંગમાં 13માં માળે સોમવારે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બિલ્ડિંગમાં પૂર્વ અને દક્ષિણ-પૂર્વ રેલ્વેની ઝોનલ ઓફિસો છે. મૃતકોમાં 4 ફાયરમેન, રેલ્વેના બે કર્મચારી અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર તેઓ બધા લિફ્ટથી ઉપરના ફ્લોર પર જઈ રહ્યા હતા, પરંતુ તે દરમિયાન લાઈટ બંધ થઈ ગઈ.

image source

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મધ્યરાત્રિએ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

image source

પૂર્વી રેલ્વેએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે 11 વાગ્યે આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ સ્ટ્રેન્ડ રોડ પર નવી કોલ્હાઘાટ બિલ્ડિંગમાં લાગી હતી. પશ્ચિમ બંગાળના ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ મંત્રી સુજિત બોઝે જણાવ્યું હતું કે મૃતકોમાં 4 ફાયર કર્મીઓ ઉપરાંત એક સહાયક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને એક આરપીએફ કર્મીનો સમાવેશ થાય છે.

image source

ઘટના સ્થળે પહોંચેલા મમતા બેનર્જીએ કહ્યું કે, તે ખૂબ દુ:ખી છે. મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને 10 લાખ રૂપિયા વળતરની રકમ આપવામાં આવશે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આ ઘટના માટે રેલ્વે વિભાગને દોષી ઠેરવ્યો અને કહ્યું કે આ સંપત્તિ રેલ્વેની છે. આ તેની જવાબદારી હતી.

image source

કેવી રીતે બની ઘટના ?

સોમવારે સાંજે 6-10 વાગ્યે બિલ્ડિંગના 13 મા માળે આગ લાગી હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કોમ્પ્યુટરાઇઝ્ડ ટિકિટ બુકિંગ સેન્ટર પણ છે. પૂર્વી રેલ્વેએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગ બાદ આરપીએફ અને અન્ય રેલ્વે સ્ટાફ તાત્કાલિક 13મા માળે પહોંચ્યો હતો અને ત્યાં હાજર મોટાભાગના સ્ટાફને બહાર કાઢ્યો હતો. .

તે જ સમયે ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. સાડા છ વાગ્યે અગ્નિશામક અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. ઓપરેશન દરમિયાન રેલવે અધિકારી પાર્થ સારથી મંડળ અને રેલવે અધિકારી એસ. સહાનીનું મોત થયું હતું.

આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ પણ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પણ મૃતકના પરીવારજનોને 2-2 લાખના વળતરની જાહેરાત કરી હતી. જ્યારે ઘાયલોને 50,000ની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

આ મામલે રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે મૃતકોના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી અને ટ્વીટ કરી હતી કે, 4 ફાયરકર્મી, 2 રેલ્વે કર્મચારી અને એક એએસઆઈ સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો તેમના પ્રત્યે સંવેદના છે. આ મામલે રેલ્વે મંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!