આ ખેતરમાં ખેતી કરી રહ્યા છે મહેન્દ્ર સિંહ ધોની, જાણી લો શું ઉગે છે

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીઘા બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમના રાંચીના સામ્બોમાં આવેલા ફાર્મ હાઉસમાં વ્યસ્ત છે. અહીં લગભગ 43 એકરની જમીનમાં તેઓ ખેતી કરે છે. આ જમીનમાં શાક અને ફળની ખેતી કરાય છે. ખેતી માટે ખાસ પ્રકારે ગાયનો ઉછેર પણ કરવામાં આવે છે. જાણો કઈ કઈ ચીજોની આ ખેતરમાં ખેતી કરવામાં આવે છે.

image soucre

43 એકરના ખેતરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટ્રોબેરી, પપૈયા, ટામેટા, બટાકા, કોબી, વટાણા, ડુંગળીનું વાવેતર કર્યું છે. ધોનીના આ ખેતરની મુલાકાત તેઓ પોતે પણ અનેક વાર લઈ રહ્યા છે. હાલમાં તેમનું ફોકસ આ કામ પર જ રહ્યું છે. ઉપરની સામગ્રીઓ બાદ તેઓએ ફાર્મ હાઉસમાં જામફળ પણ વાવ્યા છે.

ધોની ખેતીમાં રસ રાખે છે અને દક્ષિણના રાજ્યોમાંથી સુધારેલી ગુણવત્તાના બીજ મંગાવતા રહે છે. હાલમાં તેમનું ફોકસ રાંચીના આ ફાર્મહાઉસ અને તેની ગતિવિધિઓ પર રહે છે. પરિવાર સાથે તેઓ અનેક વાર અહીંની મુલાકાત પણ લેતા રહે છે. લગભગ 2 એકરમાં વટાણાનું વાવેતર થયું છે.

કેટાલક શાક તેઓ ખાસ પ્રકારની ટપક પદ્ધતિથી ઉગાડે છે જેમાં વટાણા, ટામેટા , બટાકા અને કોબીજનો સમાવેશ થાય છે. આ સિવાય ખેતરમાં ડાંગર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે ધોની ડાંગર તરીકે જાણીતું બની રહ્યું છે.

ખાસ પ્રકારે તૈયાર કરાય છે છોડ

ધોનીના ખાસ સલાહકાર કહે છે કે આ ફાર્મહાઉસ સ્થિત નેટ હાઉસમાં સીડલિંગ બીજની મદદથી છોડ તૈયાર કરાય છે. વટાણાની અદ્યતન જાતનું અહીં વાવેતર કરાયું છે જેનાથી છોડ 60-70 દિવસમાં તૈયાર થાય છે અને સારો પાક આપે છે. ધોનીના ખેતરના ટામેટા ખાસ પ્રકારના હોય છે અને તેની કિંમત 40 રૂપિયે કિલોની રાખવામાં આવી છે. 43 એકરમાંથી 3 એકરમાં ફક્ત ટામેટાની ખેતી કરાય છે.

પશુપાલન પણ કરી રહ્યા છે ધોની, ઉભો કર્યો દૂધનો ખાસ વ્યવસાય

ધોની ખેતીમાં તો રસ દાખવી રહ્યા છે સાથે જ ખાસ પ્રકારની દૂધનું વેચાણ પણ કરી રહ્યા છે. આ ફાર્મ હાઉસમાં તઓની 300 ગાય ઉછેરવાની યોજના પણ છે. અહીંની કેટલીક ગાયો સાથે તેઓ ખાસ સમય પણ આવતા જતા વીતાવે છે. ધોની પોતાના હાથથી ગાયનું છાણ પણ સાફ કરે છે./p>

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ