બોલીવૂડના આ કલાકાર ભીખ માંગીને ચલાવતા હતા ગુજરાન, અને સતત ત્રણ-ત્રણ દિવસ રહેતા હતા ભૂખ્યા

આપણે જ્યારે પણ બોલીવૂડના કલાકારોને જોઈએ છીએ ત્યારે તેમની જાહોજલાલીથી અંજાઈ જતાં હોઈએ છીએ અને એક એવી ધારણા સામાન્ય લોકોના મનમાં બંધાયેલી હોય છે ફિલ્મી કલાકારો વિષે, કે તેમને બધું સરળતાથી મળી જાય છે પણ વાસ્તવમાં તેવું નથી. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવી જરા પણ સરળ નથી તેવું જ ફિલ્મી દુનિયાનું પણ છે. અહીં જે સિતારો આજે આસમાન પર છે તે કાલે જમીન પર પટકાઈ જાય છે. અને ઉંચાઈ પર ટકી રહેવા માટે પણ તેમણે અનહદ મહેનત કરવી પડે છે. તેમણે પોતાના ભૂતકાળમાં એટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે ત્યારે તેમના નામે આ જાહોજલાલી લખાય છે. આજે અમે તમારી સમક્ષ તેવા જ એક ઉમદા બોલીવૂડ અભિનેતા વિષેની વાત લઈને આવ્યા છીએ જેમણે પોતાના ભૂતકાલમાં ભીખ માંગીને ખાધું હતું તો વળી ગરીબીના કારણે કંઈ કેટલાએ દિવસો ભૂખ્યા પણ રહેવું પડ્યું હતું.

image source

આ અભિનેતા બીજું કોઈ નહીં પણ પીઢ અભિનેતા કાદર ખાન હતા. કાદર ખાન તેમના માતાપિતાના ચોથા સંતાન હતા જો કે તેમના ત્રણે મોટા ભાઈભાંડરડાના સાવ જ કુમળી વયે અવસાન થઈ ગયા હતા. માટે તેમના માતાને કાદર ખાનના જન્મ્યા બાદ પણ તે જ ભય રહેતો હતો કે ક્યાંક તેમનું આ સંતાન પણ તેમનાથી છીનવાઈ ન જાય. તે સમયે તેઓ અફઘાનિસ્તાનમાં રહેતા હતા અને છેવટે મુંબઈમાં આવીને મુંબઈની ધારાવીમાં રહેવાનું શરૂ કર્યું.

image source

તેઓ માત્ર એક જ વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા છુટ્ટા થઈ ગયા અને તેમને ડોંગરી વિસ્તારમાં આવેલી મસ્જિદ આગળ ભિખ માંગવી પડતી હતી. આખા દિવસમાં જે નાનકડી રકમ મળતી તેમાંથી તેઓ ઘરનું ગુજરાન ચલાવતા. તેમણે ભૂતકાળમાં કરેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ તો ભૂખ્યા પેટે જ સુઈ જતા.

કાદર ખાન પોતાના કુટુંબને આર્થિક રીતે મદદ કરવા માગતા હતા નાની ઉંમરમાં જ તેમણે કામ કરવાનું નક્કી કરી લીધું ત્યારે તેમના માતાએ તેમને ભણવા માટે સમજાવ્યા. અને છેવટે માતાએ મહામુશ્કેલિઓ વેઠીને કાદરને ભણાવ્યા.

image source

કાદરખાન નાનપણથી જ એક કલાકાર હતા. તેઓ નાનપણથી જ લોકોની મિમિક્રી સારી કરી લેતા હતા. તેમના માતા જ્યારે તેમને નમાજ પઢવા માટે મસ્જિદ મોકલતા ત્યારે તેઓ મસ્જિદ જવાની જગ્યાએ કબ્રસ્તાન પહોંચી જતા. અને ત્યાં કબરોની વચ્ચે જઈને પોતાની સાથે લાંબો લાંબો વાર્તાલાપ કરતા જેમાં ફિલ્મી ડાયલોગ્સ પણ આવી જતા. આવા જ એક દિવસે તેમને એક વ્યક્તિએ આવી રીતે ત્યાં વાતો કરતાં સાંભળી લીધા.

image source

આ વ્યક્તિનું નામ હતું અશરફ ખાન. તેઓ નાટકો બનાવતા હતા. તેમને તે દરમિયાન જ પોતાના એક નાટક માટે એક નાના બાળકની જરૂર હતી. તેમણે કાદરની કળા જોઈને તેમને નાટકમા કામ આપ્યું.

image source

આ બધા વચ્ચે તેમનું ભણવાનું તો ચાલતું જ રહ્યું. તેઓ હોંશિયાર હતા અને તેઓ મુંબઈની ઇસ્માઇલ યુસુફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ પણ થઈ ગયા. ત્યાર બાદ તેમણે સિવિલ એજિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું. અને તેમને કોલેજમાં લેક્ચરર તરીકેની જોબ પણ મળી ગઈ.

image source

રોજની જેમ તેઓ તે દિવસે કોલેજમાં લેક્ચર આપી રહ્યા હતા અને તે વખતે જ તેમના પર દિલીપ કુમારનો ફોન આવ્યો. દિલીપ કુમારે કારદર ખાનનું નાટક જોવુ હતું. જો કે તેમની વાત માને તે પહેલાં કાદર ખાને તેમની સામે શરતો મુકી. એક શરત એવી હતી કે તેમણે ડ્રામા શરૂ થાય તે પહેલાં 20 મિનિટે આવી જવું પડશે અને બીજી શરત એ હતી કે તેમણે આખો પ્લે પુરો જોવો પડશે. અને તેમનું પ્લે જોઈને દિલીપ કુમાર તેમનાથી પ્રભાવિત થઈ ગયા અને તેમને તરત જ બે ફિલ્મ ઓફર કરી દીધી.

યશ ચોપરાની ફિલ્મ દાગથી કરી ફિલ્મોમાં શરૂઆત

image source

તેમણે ફિલ્મ ક્ષેત્રે અભિનય કરવાની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ દાગથી કરી જે 1973માં આવી હતી. અને ત્યાર પછીના એક દાયકા સુધી તેમને પુષ્કળ ફિલ્મો મળી તેમજ તેમણે ઘણી બધી ફિલ્મોની વાર્તા પણ લખી. તેમણે અદાલત, દો ઓર દો પાંચ, ખૂન કા કર્જ, પરવરિશ, યારાના, દિલ હી તો હૈ, કુલી નંબર 1, હીરો નં 1, રાજા બાબુ, તેરા જાદૂ ચલપ ગયા, કિલ દિલ ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ હો ગયા દિમાગ કા દહીંમાં કામ કર્યું હતું. તેમની અને ગોવિંદાની જોડીને લોકો જોવાનું ખૂબ પસંદ કરતા હતા.

image source

જો કે તેમણે અમિતાભ બચ્ચન સાથે 21 ફિલ્મો કરી. જો કે બધી જ ફિલ્મોમાં તેમણે એક્ટર તરીકે કામ કર્યું છે તેવું નથી પણ તેઓ એક સારા રાઇટર પણ હતા. તેઓ એક ઉત્તમ ડાયલોગ રાઇટર તેમજ સ્ક્રીપ્ટ રાઇટર હતા. 2018ની 31મી ડિસેમ્બરે કેનેડા ખાતે કાદર ખાનનું અવસાન થઈ ગયું. તેમને પ્રોગ્રેસિવ સુપ્રા ન્યૂક્લિયર પાલ્સીની બિમારી હતી. તેમના હિન્દી ફિલ્મો પ્રત્યેના યોગદાનને હંમેશા યાદ રાખવામા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ