જો તમે આ તેલનો આ રીતે કરશો ઉપયોગ, તો હોંઠ પરની કાળાશ થઇ જશે છૂ અને સાથે હોંઠ થશે ગુલાબી-ગુલાબી

મિત્રો, હાલ ઠંડીની ઋતુ જોરશોરમા ચાલી રહી છે અને આ ઋતુમા જો તમે તમારા સ્વાસ્થ્ય અને તમારી ત્વચા અંગે યોગ્ય સાર-સંભાળ ના લો તો તમારે અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ તમારા લીપ્સની બ્લેક્નેસની સમસ્યાથી પીડાતા હોવ તો આજનો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે, એકવાર આ લેખને અવશ્યપણે વાંચજો.

image source

આપણા હોઠની યોગ્ય સાર-સંભાળ દરેક ઋતુમા લેવી અત્યંત આવશ્યક છે. ખાસ કરીને જ્યારે હોઠને શુષ્કતા અને સૂર્ય સામે યોગ્ય રક્ષણ ના મળે તો પછી તેમનો રંગ કાળો થવા લાગે છે. આ ઠંડીની ઋતુમા હોઠની સાર-સંભાળ લેવી ખુબ જ અગત્યની બને છે. હોઠની યોગ્ય સાર-સંભાળ રાખવા માટે તમને બજારમા અનેકવિધ ખર્ચાળ ઉત્પાદનો મળશે કે, જે તમારા હોઠોને નરમ રાખવાનો દાવો કરે છે.

image source

આજે આ લેખમા અમે તમને અમુક સરળ અને ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશુ. આ ઉપાયો અજમાવીને તમે તમારા હોઠની યોગ્ય કાળજી પણ લઈ શકો છો. ખાસ કરીને જેમના હોઠ કોઈ કારણસર બ્લેક પડી ગયા હોય તો તેમના હોઠની સુંદરતાને પાછી લાવવા માટે અને તમારા હોઠની યોગ્ય સારસંભાળ લેવા માટે આજે અમે તમને જણાવીએ છીએ આવા જ કેટલાક સરળ ઘરેલું ઉપાયો જેમાં તમે તલનું તેલ ઉમેરીને તમારા હોઠની કાળાશને દૂર કરી શકો છો, તો ચાલો જાણીએ ક્યા છે આ ઉપાયો?

હલ્દી અને તીલના તેલનુ લીપ માસ્ક :

imagw source

સામગ્રી :

તીલનુ ઓઈલ : ૧/૨ ચમચી, હલદી : ૧ ચમચી

વિધિ :

સૌથી પહેલા તમે એક બાઉલમા તીલનુ ઓઈલ લઈને તેમા હલ્દી પાવડર ઉમેરો. ત્યારબાદ તમારા હોઠ પર આ હોમમેઇડ લિપ માસ્ક લગાવો. આ હોઠનો માસ્ક ૩૦ મિનિટ માટે છોડી દો. ત્યારબાદ તમારા હોઠને પાણીથી સાફ કરો. તેમા સમાવિષ્ટ બ્લીચીંગ તમારી હોઠની બ્લેક્નેસને તુરંત દૂર કરશે. આ સિવાય જો સન ટેનિંગની સમસ્યાને કારણે હોઠની બ્લેક્નેસ વધી ગઈ હોય તો આ લિપ માસ્ક નિયમિત લગાવો જેથી, હોઠની બ્લેક્નેસ દૂર થઈ જશે.

તલ અને નાળિયેર તેલનો મલમ :

image source

સામગ્રી :

તીલનુ ઓઈલ : ૧ ચમચી, કોકોનટ ઓઈલ : ૧/૨ ચમચી

પદ્ધતિ :

image source

એક બાઉલમા બંને ઓઈલને યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ હવે આ મિશ્રણને હોમમેઇડ લિપ મલમની જેમ હોઠ પર લગાવો. જો તમે આ મિશ્રણ સાથે દિવસમાં બે વખત હોઠની માલિશ કરો છો, તો તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે. જો તમે ઇચ્છો તો તમે ફક્ત તલનું તેલ પણ વાપરી શકો છો. જો તમે રાત્રે સુતા પહેલા આ મિશ્રણ તમારા હોઠ પર લગાવો છો, તો તમારા હોઠ ગુલાબી અને નરમ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત