*ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ મહત્વના ફાયદા, એ પણ મફતમાં, જાણો વધુમાં તમે પણ

મંત્રવિજ્ઞાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિવેચન.

શબ્દ એ બ્રહ્મ છે, દરેક શબ્દોનો આપણા નાડીઓ અને ગ્રંથિઓ પર વિશેષ પ્રભાવ પડે છે. “ૐ “તેનું સચોટ ઉદાહરણ છે. જો “ૐ ” નો ઉચ્ચારણ સતત 5 મિનિટ કરવામાં આવે તો તેનો પ્રભાવ આપણી પિટ્યૂટરી અને પિનયલ ગ્રંથિ પર પડે છે, જેના કારણે માનસિકશાંતિ મળે છે, અને એકાગ્રતા વધે છે.

image source

સંસ્કૃતમાં ચોક્કસ પ્રકારના શબ્દોનો સમૂહ “મંત્ર ” કહેવાય, દરેક મંત્રના રચયિતા અલગ અલગ ઋષિ છે, તેમને નિર્ધારિત કરેલ છંદમાં જો મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેનાથી શક્તિશાળી તરંગનું નિર્માણ થાય છે, જે સાધકના શરીર પર પ્રભાવ પડે છે, અને તેના સંકલ્પ પ્રમાણે ફળ આપે છે.

image source

જો મંત્રજ્ઞાતા ગુરુ પાસેથી મંત્રનું જ્ઞાન મેળવી શ્રદ્ધાભાવ ,નિષ્ઠા ,ધૈર્ય સાથે ગુરુના માગદર્શન મુજબ જાપ કરવાથી જેવી ભાવના હોય તેવું ચોક્કસ ફળ મળે જ, શ્રીમદભગવતગીતામાં સ્વયં શ્રીકૃષ્ણએ ૧૦માં અધ્યાયનાં ૩૫માં શ્લોકમાં કહ્યું છે, કે ” મંત્રોમાં હું ગાયત્રીમંત્ર છું.” રામાયણ અને મહાભારત જેવી કથાઓમાં પણ આપણે મંત્રોનો ખુબ જ પ્રમાણમાં ઉપયોગ જોયેલ છે. યાદ રાખો દરેક જડ અને ચેતન વસ્તુ પર મંત્રનો પ્રભાવ પડે જ છે.

image source

જેમ 18 વર્ષના અભ્યાસ બાદ એક વિદ્યાર્થી સ્નાતક બને છે, તે જ રીતે સાધક અમુક વર્ષ સાધના કાર્ય બાદ ચોક્કસ ફળ મેળવે જ છે. મૂળ ભારતીય મંત્રવિજ્ઞાન પદ્ધતિસર બોલતા શબ્દોના તરંગોના આધારે કાર્ય કરે છે. જે રીતે સંગીતના તરંગો વ્યક્તિનાં મન પર પ્રભાવ પાડે છે, તેવી જ રીતે મંત્ર જપથી ઉત્પન્ન થયેલ તરંગો વ્યક્તિ પર પ્રભાવ પાડે છે. આમ મંત્ર કરવાથી ઉત્પન્ન થયેલ તરંગોની અસર વ્યક્તિ પર અવશ્ય પડે છે.

image source

ૐકાર, ગાયત્રીમંત્ર, નવાર્ણમંત્ર, મહામૃત્યુંજયમંત્ર ,બગલામુખીમંત્ર થી સૌથી વધુ શક્તિશાળી તરંગો ઉત્પન્ન થાય છે, તે સાધકના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી મનોકામના પૂર્ણ કરે છે.

જ્યોતિષવિશેષજ્ઞ અને વાસ્તુશાસ્ત્રી

શ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી – astro.hemen24@gmail.com

અમદાવાદ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ