સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જવું બન્યું સરળ, આ 8 ટ્રેનના રૂટ, ભાડું, સમય જાણો તમામ માહિતી

ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આવેલુ છે. અહીંની મુલાકાત હવે સરળ બની છે. પીએમ મોદીએ રવિવારે અનેક વિવિધ ભાગોને કેવડિયા સાથે જોડતી 8 ટ્રેનનું ઉદ્ધાટન કર્યું છે. જે લોકો હવે કેવડિયા માટે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, વારાણસી, યૂપીના પ્રતાપનગર અને મધ્યપ્રદેશના રીવાથી આવવા ઈચ્છે છે તેઓ સીધા આ ટ્રેનની મદદથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પહોંચી શકે છે. કેવિડિયા રેલ્વે સ્ટેશન અહીં સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. તો જાણો 8 ખાસ ટ્રેનના રૂટ, સમય અને ભાડા સહિતની વિગતો.

Mahamana Weekly Express – વારાણસીથી કેવડિયા

image source

ટ્રેન નંબર 09103/03 મહામના સ્પેશ્યલ અઠવાડિયે 1 વાર ચાલશે. વારાણસીથી ટ્રેન સંખ્યા 09104 દર ગુરુવારે સવારે 5.25 એ ઉપડશે અને કેવડિયાથી ટ્રેન નંબર 090103 મંગળવારે સાંજે 6.55 એ નીકળશે, વારાણસીથી કેવડિયા સુધી ટ્રેન રસ્તામાં પ્રયાગરાજ, સતના, કટની, જબલપુર, ઈટારસી, ભુસાવલ, અમલનેર, નંદૂરબાર, સૂરત, ભરુચ, વડોદરા સ્ટેશને અટકશે. આ ટ્રેનનું ભાડું 475 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું રહેશે.

Dadar Kevadiya Daily Express – દાદરથી કેવડિયા

image source

આ સ્પેશ્યલ ટ્રેન રોજ ચાલશે. દાદરથી ટ્રેન નંબર 02927 રોજ રાતે 11.50 વાગે નીકળશે અને ટ્રેન દાદરથી કેવડિયા સુધીમાં રસ્તામાં બોરિવલી, વલસાડ, સુરત, ભરૂચ. વિશ્વામિત્રી, વડોદરા સ્ટેશનોએ અટકશે. કેવડિયાથી દાદર આવનારી સ્પેશ્યલ ટ્રેન સંખ્યા 02928 રાતના 9.25 પર કેવડિયા પહોંચશે. આ ટ્રેનનું ભાડું 185 રૂપિયાછી 1875 રૂપિયા સુધીનું રહેશે.

JanShatabdi Daily Express – અમદાવાદ- કેવડિયા

image source

ટ્રેન સંખ્યા 09247 અને 09249 જન શતાબ્દિ એક્સપ્રેસ આ રૂટ પર રોજ ચાલશે. ટ્રેન અમદાવાદથી કેવડિયા જતા રસ્તામાં વડોદરા સ્ટેશનેથી પસાર થશે. અમદાવાદથી ટ્રેન નંબર 09247 સવારે 7.55એ નીકળશે અને 09249 રોજ બપોરે 3.20 ના સમયે નીકળશે, કેવડિયાથી અમદાવાદ આવનારી ટ્રેનની સંખ્યા 09248 અને 09250 છે. આ ટ્રેન સંખ્યા 09248 સવારે 11.15 વાગે કેવડિયાથી નીકળશે અને સાથે ટ્રેન નંબર 09250 રાતે 8.20 વાગે કેવડિયાથી નીકળશે. આ ટ્રેનનું ભાડું 120 રૂપિયાથી 885 રૂપિયા સુધીનું છે.

Nizamuddin Kevadiya Sampark Kranti – હજરત નિઝામુદ્દીનથી કેવડિયા

image source

આ ટ્રેન મંગળવાર અને ગુરુવારે ચાલશે. દિલ્હીથી હજરત નિઝામુદ્દીનથી કેવડિયા જતી ટ્રેનની સંખ્યા 09146 છે અને આ દિવસમાં 1.25 વાગે દિલ્હીથી નીકળશે. ટ્રેન મખથુરા, કોટા, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા સ્ટેશનોએ થઈને પસાર થશે. કેવડિયાથી હજરત નિઝામુદ્દીન આવનારી ટ્રેન સંખ્યા 09145 છે અને તે બુધવારે અને શુક્રવારે ચાલશે. ટ્રેન બપોરે 3.20 વાગે કેવડિયા સ્ટેશનેથી નીકળશે. આ ટ્રેનનું ભાડું 320થી 1990 રૂપિયા સુધીનું છે.

Kevadiya Rewa Weekly Express- રીવા થી કેવડિયા

image source

રીવા મધ્યપ્રદેશથી કેવડિયા ટ્રેન નંબર 09106 અઠવાડિયામાં દર રવિવારે ચાલશે. ટ્રેન સવારે 11.12 મિનિટે રીવાથી નીકળીને સતના, મહૌર, કટની, જબલપુર, નરસિંહપુર, ગાદરવાડા, પિપરિયા, ઈટારસી, ખાંડવા, ભુસાવલ, જલદગાંવ, અમલનેર, સૂરત, ભરુચ, વડોદરા થઈને કેવડિયા પહોંચશે. કેવડિયાથી રીવા સુધીની ટ્રેન સંખ્યા 09105 શુક્રવારે સાંજે 6.55એ નીકળશે. આ ટ્રેનનું ભાડું 415થી 4425 રૂપિયા હશે.

Chennai Kevadiya Weekly Express – ચેન્નઈથી કેવડિયા

image source

ચેન્નઈથી ટ્રેન સંખ્યા 09119 દર રવિવારે સવારે 11.12 મિનિટે કેવડિયા માટે નીકળશે. આ ટ્રેન રસ્તામાં રેનીગુંટા, કુડપ્પા, ગુંટાકલ, રાયચુર, સોલાપુર, પુના, કલ્યાણ, વસઈ રોડ, સુરત, વડોદરાના સ્ટેશનોએ અટકશે, કેવડિયાથી ટ્રેન સંખ્યા 09120 દર બુધવારે સવારે 9.15 વાગે નીકળશે. આ ટ્રેનનું ભાડું 395થી 2415 રૂપિયા સુધીનું રહેશે.

Kevadiaya Pratapnagar – પ્રતાપનગર કેવડિયા અને કેવડિયાથી પ્રતાપનગર

image source

આ રૂટ પર ટ્રેન નંબર 09107 મેમૂ રોજ સવારે પ્રતાપનગરથી સવારે 7.10 વાગે નીકળશે અને 09109 સંખ્યાની ટ્રેન બપોરે 12.20 વાગે પ્રતાપનગરથી નીકળશે. આ બંને ટ્રેન રસ્તામાં દાબોહી જંક્શન કવર કરીને કેવડિયા પહોંચશે. કેવડિયાથી 09108 સંખ્યાની ટ્રેન સવારે 9.40 મિનિટે કેવડિયાથી ચાલશે. આ સાથે ટ્રેન સંખ્યા 09110 ટ્રેન રોજ બપોરે 2 વાગે કેવડિયાથી ચાલશે. આ ટ્રેનનું ભાડું સેકંડ સીટિંગ 2એસને માટે 60 રૂપિયા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ