શિયાળામાં પગની માવજત કરી લો ફક્ત 10 મિનિટમાં, ઘરે જ કરો પેડીક્યોર

શિયાળાની સીઝનગ ફાટવાની સમસ્યા રહે છે. લોકો ફેસની કેરની સાથે સાથે હાથની કેર પણ કરી લેતા હોય છે પણ પગ પર ધ્યાન આપી શકતા નથી. જો તમે પાર્લરમાં જઈને પેડીક્યોર કરાવવા ઈચ્છતા નથી તો તમે ઘરે પણ ફક્ત 10 મિનિટમાં પેડીક્યોર કરી શકો છો. આ પછી લોકો તમારા પગના પણ વખાણ કરતા થાકશે નહીં.

image source

આ ઘરેલૂ પેડીક્યોર એ લોકો માટે બેસ્ટ છે જેમની પાસે સમયની અછત રહે છે અને તેઓ પોતાનું ધ્યાન રાખી શકતા નથી. જો તમે સરળ રીતે પગનું ટેનિંગ ઓછું કરવા માટે પગના ડાઘ ખતમ કરવા ઈચ્છો છો તો તમે તેને બ્રાઈટ કરી શકો છો. આ પેડિક્યોર તમે તમારા ઘરે જ સામાન્ય ચીજોથી કરી શકો છો. આ માટે કોઈ મોંઘી આઈટમ નહીં લાવવાની રહે.

જરૂરી રહેશે આ 2 વસ્તુ

નારિયેળનું તેલ

નેલકટર

ઊપયોગની રીત

image source

સૌથી પહેલા તો તમે તમારા પગને ઘોઈને તમારા નખને કાપી લો. નેલકટરની મદદથી તેને કાપી લો અને કોશિશ કરો કે તમને તેને મનપસંદ શેપ આપી શકો. જેમ અમે પહેલાં પણ કહ્યું તેમ આ માટે પગને પલાળીને રાખવાની જરૂર નથી. આ બહુ સરળ છે અને સાથે ઘણા ઓછા સમયમાં તેને હોમ પેડીક્યોર કરી શકાય છે. તમે નેલકટરની મદદથી તેના નખની સાઈડમાં જામેલી ગંદગી કાઢી લો. ફાઈલરની મદદથી તમે તેને સુધારી શકો છો. આ પછી તમે નારિયેળનું તેલ લો અને સાથે પૂરા પગમાં તેને લગાવો અને મસાજ કરો. તેની મદદથી તમે તમારા પગને જરૂરી પોષણ મળશે. ધ્યાન રાખો કે નારિયેળ તેલ વધારે લો અને તેને ફક્ત લગાવો નહીં પણ સાથે તેનાથી મસાજ પણ કરો.

image source

આ પછી તમે ટૂથપેસ્ટ અને જૂના ટૂથબ્રશની મદદથી પોતાના પગના નખને સાફ કરો. તેનાથી તમારા નખ સારી રીતે સાફ થઈ જશે અને સાથે જ ઘૂળ માટી તેમાં હશે તો તે પણ નીકળી જશે. જો શક્ય હોય તો મિંટવાળી ટૂથપેસ્ટ લો. આ નખને માટે સારું રહે છે. તેનાથી નખની પીળાશ પણ દૂર થશે અને સાથે તમે સ્કીન વ્હાઈટનિંગ સાબુ કે ફટકડીનું પાણી અને બોડી વોશની મદદથી પગની સફાઈ કરો. તેનાથી પગને સાફ કરવાથી તે સાફ થઈ જશે.

સ્ક્રબ અને ફીટ પેક માટે

image source

સૌ પહેલાં 2 ચમચી મસૂરની દાળનો પાવડર, 3 ચમચી મુલ્તાની માટી, 4 ચમચી ફ્રેશ ટામેટાની પ્યોરી, અડધી ચમચી હળદરનો પાવડર, 2-3 ચમચી દહીં નાંખીને મિક્સ કરો. આ સ્ક્રબ અને ફીટ પેક બંનેનું કામ કરશે. જો પગમાં કોઈ ડાઘ કે ધબ્બા છે તો અથવા તે સોફ્ટ નથી તો આ પેકને તમે ફક્ત 5 મિનિટ સુધી પગ પર લગાવીને રાખો. તે સૂકાઈ જશે અને પછી તમે તમારા પગ ધોઈ લો. ત્યારબાદ તમે તમારું પેડીક્યોર પૂરું કરી લેશો. હવે મોઈશ્ચરાઈઝર લગાવો. તમારું કામ સરળ રીતે થઈ જશે.