આજથી સ્કૂલો અનલોક: કોરોનાએ આપેલા લાંબા વેકેશન બાદ ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ

કોરોના વાયરસે આપેલા લાંબા વેકેશન બાદ આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. કોરોના વાયરસના તોળાતા જોખમ વચ્ચે શરૂ થયેલા શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓના વાલીઓએ ગત સપ્તાહે સંમતિ આપી હતી ત્યારબ બાદ આજથી વિદ્યાર્થીઓએ શાળાએ આવવાની શરુઆત કરી હતી. લાંબા અંતરાલ બાદ શરુ થતી શાળાઓએ આવતા વિદ્યાર્થીઓને આવકારવાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે તમામ મંત્રીઓ તેમના વિસ્તારમાં શાળાઓએ સવારના સમયે હાજર રહ્યા હતા.

image soucre

9 મહિના બાદ શાળાએ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. વાલીઓ અને શિક્ષકો પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શરુ થયેલી શાળાઓને લઈને આનંદ અનુભવી રહ્યા છે. શાળાઓમાં પણ સરકારની માર્ગદર્શિકા અનુસાર તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને એસઓપી અનુસાર જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

image soucre

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 અને UG-PGનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી શાળામાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેમકે જે વિદ્યાર્થીઓના વાલીઓએ મંજૂરી આપી છે તેને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત સેનેટાઇઝરની કીટથી કરવામાં આવ્યું હતું.

image soucre

શાળા આશરે 300 દિવસ બાદ શરુ થઈ હતી ત્યારે શાળામાં સામુહિક પ્રાર્થનાને બદલે ક્લાસ રુમમાં પ્રાર્થના કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતનું ગાન કરી અને શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યું હતું.

image soucre

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓને આવકારવા ભાજપના નેતા ગોરધન ઝડફિયા શાળાએ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શિકાનું પાલન કરાવી અને ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઉત્સાહ સાથે શિક્ષણકાર્યમાં જોડાવા શુભેચ્છા પણ પાઠવી હતી.

image soucre

મહત્વપૂર્ણ છે કે રાજ્યની મોટાભાગની સીબીએસઈ શાળાઓ આગામી 18 જાન્યુઆરીથી શરુ થશે. શાળાઓમાં હાલ પરીક્ષાઓ ચાલે છે અને ત્યારબાદ ઉત્તરાયણની રજા આવશે. એટલે કે સીબીએસઈ શાળાઓ 18 જાન્યુઆરીથી રાબેતા મુજબ શરુ થશે.

image source

જ્યારે આજથી ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી મોટાભાગની શાળાઓ શરુ થઈ ચુકી છે. આ શાળાઓ કોરોનાને લઈ વિદ્યાર્થીઓ માટે સતર્ક છે અને તમામ શાળાઓમાં સરકારે જાહેર કરેલા નિયમોનું પાલન થતું જોવા મળ્યું હતું. જો કે આજે પહેલા દિવસે શાળાએ આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ