15 વર્ષના આ બાળકની બહાદૂરી જોઈ ખૂદ સેનાએ આપી સલામી

જીવન કરતાં વધુ કશું મૂલ્યવાન નથી. કોઈક જ એવા વીરલા હોય છે જે પોતાના જીવને દાવ પર લગાવવાની હિંમત ધરાવે છે. આવા શૂરવીરો પૃથ્વી પર ભાગ્યે જ જન્મે છે, જેવો બહાદૂર બિહારના નાલંદાની ભૂમિ પર જન્મ્યો. આજે આખો દેશ નાલંદાના અમિત રાજ માટે રડી રહ્યો છે. જે પણ આ ઘટના સાંભળે છે તેની આંખો આંસુથી ભરાઈ જાય છે. બિહારના લાલ અમિત રાજ, જેમણે અદમ્ય હિંમત દર્શાવી છે, તે હવે આપણી વચ્ચે નથી. પરંતુ તે નિશ્ચિત છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તેની બહાદૂરીની મીસાલ પૃથ્વી પર રહેશે.

પોતાનો જીવ આપી ત્રણ બાળકોનો જીવ બચાવ્યો

image source

વાત છે બિહારની પુરૂલિયાની સૈનિક સ્કૂલની જેના એક વિદ્યાર્થીએ એવી બહાદૂરી બતાવી કે ખુદ સેનાએ તેમને સલામી આપી. પુરૂલિયાની સૈનિક સ્કૂલના 15 વર્ષીય કેડેટ અમિત રાજની બહાદુરીને આજે બધા જ યાદ કરી રહ્યા છે. આ નાની ઉંમરે અમિતે પોતાનો જીવ આપી ત્રણ બાળકોનો જીવ બચાવ્યો. બાળકોને જ્વાળાઓમાં લપેટાયેલા જોઇને જ્યારે દરેક મદદ માટે પોકાર કરી રહ્યા હતા ત્યારે અમિતે આગળ આવીને પોતાના જીવની પરવા કર્યા વિના તેમનો જીવ બચાવ્યો. પરંતુ કમનસીબે તે પોતાને ન બચાવી શક્યો. ભારતીય સેનાએ ખુદ અમિતની આ બહાદુરીને સલામી આપી છે.

કેડેટ અમિત રાજે ત્રણ બાળકોનો જીવ બચાવ્યો

image source

તમને જણાવી દઈએ કે અમિત રાજ મૂળ બિહારના નાલંદાનો રહેવાસી છે અને તે પુરૂલિયાની સૈનિક સ્કૂલમાં 10 મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 7 ડિસેમ્બરે, જ્યારે અમિત તેના ઘરે હતો, ત્યારે પડોશમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. 3 બાળકો ઘરની જ્વાળાઓમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું. આ સાંભળીને કેડેટ અમિત રાજ રહી ન શક્યો અને બાળકોને બચાવવાના ઇરાદે તરત જ ઘરમાં પ્રવેશ કર્યો.

હોસ્પિટલમાં થયું મોત

15 year old Cadet of Purulia Sainik School sacrificed his own life while  saving 3 children dgtl - Anandabazar
image source

જોકે, અમિતે ત્રણેય બાળકોને તો બચાવી લીધા હતા, પરંતુ તે આગથી ખરાબ રીતે બળી ગયો હતો. 85 ટકા બળી ગયા પછી અમિતને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ અમિત ત્યાં તે જીંદગી સામેની જંગ હારી ગયો અને 13 ડિસેમ્બરે તેણે અંતિમ શ્વાસ લીધા.

સેનાએ બહાદુરીને સલામ કરી

ભલે અમિત રાજે વિશ્વને અલવિદા કહી દીધું હોય, પણ દેશ હંમેશા તેની બહાદુરીને યાદ રાખશે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને અમિતની બહાદુરીને સલામી આપી હતી. સૈન્યએ લખ્યું કે, ’15 વર્ષના કેડેટ અમિત રાજે 3 બાળકોનો જીવ બચાવવા પોતાનો જીવ આપી દીધો. તેમનું બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણારૂપ રહેશે, સલામ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!