શું તમે Co-win એપ ડાઉનલોડ કરી છે? તો ઝડપથી કરો ડિલીટ

ભારતની બે સ્વદેશી વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઈમરજન્સી મંજૂરી મળ્યા બાદ અનેક પ્રકારની અફવાઓ બજારમાં વહેતી થઈ છે. કોરોના મહામારી વચ્ચે દેશમાં વહેલી તકે વેક્સિનેશનનું કામ શરૂ થવાનું છે. પરંતુ આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયે Co-win નામની એક એપ્લિકેશન મુદ્દે લોકોને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, વેક્સિનના રજીસ્ટ્રેશન માટે હજીસુધી કોઈ એપ લોન્ચ થઈ નથી.

image source

તેથી Co-win એપના ચક્કરમાં પડશો નહીં. આ સાથે આ એપ્લિકેશનમાં પોતાની કોઈ માહિતી ભૂલથી પણ શેર કરતા નહીં. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વેક્સિનેશન માટે જો કોઈ એપ તૈયાર કરવામા આવશે તો તે અંગે અગાઉ જાણ કરવામા આવશે.

આ એપ અંગે સોશિયલ મીડીયા અફવા શરૂ થઈ

વાસ્તવમાં એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર તરફથી જાહેરાત બાદ, Co-win એપ્લિકેશન રસીની નોંધણી માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. નોંધણી થયા બાદ કોરોના રસી કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવશે, પરંતુ હવે આ ચેતવણી આરોગ્ય મંત્રાલયે આપી છે. અહીં, સોશિયલ મીડિયા પર એપ્લિકેશન વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એપ્લિકેશનને લગતા ઘણા પ્રકારના મીમ્સ પણ જોવામાં આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દેશમાં વેક્સિનેશનનો કાર્યક્રમ આવતા સપ્તાહથી શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, વેક્સિનને મંજૂરી મળ્યાના 10 દિવસ બાદ વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થઈ શકે છે. જે બાદ આ એપ અંગે સોશિયલ મીડીયા અફવા શરૂ થઈ ગઈ હતી.

ટૂંક સમયમાં દેશ વેક્સિનેશનનો પ્રારંભ થશે

image source

તો બીજી તરફ Co-win એપ્લિકેશન અંગે સોશિયલ મીડીયામાં અફવાઓ શરૂ થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આવી અફવા પર ધ્યાન ન આપવું. તમને જણાવી દઈએ કે ભારતની બે સ્વદેશી રસી કોવિશિલ્ડ અને કોવેક્સિન માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં દેશ વેક્સિનેશનનો પ્રારંભ થશે. વેક્સિનેશન અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન ગુરુવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી વેક્સિન વિતરણના કાર્યક્રમ અંગે રાજ્ય સરકારો પાસેથી તૈયારી અંગે માહિતી મેળવશે. આ બેઠક બપોરે 12.30 કલાકે થશે. આ બેઠકમાં વેક્સિનેશનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે ત્યાર બાદ જ આગળની જાહેરાત કરવામાં આવશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી સરકાર તરફથી કોઈ આધિકારીક રીતે જાહેરાત ન થાય ત્યાં સુધી લોકોએ કોઈ પણ એપ કે જાહેરાતમાં ફસાઈને તમારી અંગ માહિતી શેર ન કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!