DADA IS BACK: સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી અપાઈ રજા, કહ્યું, જલ્દી પાછો ફરીશ

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સૌરવ ગાંગુલીને ગુરુવારે કોલકાતાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી. સૌરવ ગાંગુલીએ કહ્યું કે તે હવે ઠીક છે અને ટૂંક સમયમાં પરત ફરશે. 48 વર્ષીય સૌરવ ગાંગુલીની કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શનિવારે હળવો હાર્ટ એટેક આવ્યા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હવે ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.

હું ઠીક છું આશા છે કે જલ્દી પાછો ફરીશ

image source

હોસ્પિટલમાંથી રજા મળતાં, ગાંગુલીએ કહ્યું, આપણે આપણો જીવ બચાવવા હોસ્પિટલમાં આવીએ છીએ. તે સાચું સાબિત થયું, હું ઉત્તમ સંભાળ અને સારવાર માટે વુડલેન્ડ્સ હોસ્પિટલ અને તેના તમામ ડોકટરોનો આભાર માનું છું. હું ઠીક છું આશા છે કે જલ્દી પાછો ફરીશ.

ગાંગુલીની શનિવારે જ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

તમને જણાવી દઈકે સૌરવ ગાંગુલીની શનિવારે જ એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ, ગાંગુલીના હ્રદયની નસોમાં બાકીના બ્લોકેઝ માટે થનાર આગળની એન્જીયોપ્લાસ્ટી પર પછીથી નિર્ણય કરવામાં આવશે, કેમ કે તે પહેલા કરતાં ઘણા સારા છે. હોસ્પિટલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ગાંગુલીની ઇસીજી તેમના હાર્ટ ફંક્શન વિશે જાણવા માટે કરવામાં આવી છે. રેસ્પિરેટરી રેટ 15 પ્રતિ મિનિટ છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. આ અગાઉ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.દેવી શેટ્ટીએ કહ્યું હતું કે, સૌરવ ગાંગુલી ફિટ છે અને હવે તે પહેલાની જેમ સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે. તેને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.

તેના હૃદયને કોઈ નુકસાન થયું નથી

image soucre

ડો શેટ્ટી વૂડલેન્ડ હોસ્પિટલમાં મંગળવારે ગાંગુલીની સારવાર કરતા 13 ડોકટરોને મળ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનરી ધમનીમાં અવરોધ આવે તેવું મોટાભાગના ભારતીયો સાથે થાય છે. તેમના હૃદયમાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું, ગાંગુલી જલ્દીથી ઠીક થઈ જશે કારણ કે તેનું હૃદય તે જ રીતે કામ કરી રહ્યું છે જેવું તે 20 વર્ષની ઉંમરે કરતું હતું. ડો. શેટ્ટીએ કહ્યું, તે કોઈ મોટો હાર્ટ એટેક નહોતો. તેનાથી તેના હૃદયને કોઈ નુકસાન થયું નથી, ભવિષ્યમાં તેના જીવન પર તેની કોઈ અસર નહીં પડે. તે સામાન્ય જીવન જીવી શકે છે.

બ્લડ ટેસ્ટ રિપોર્ટ સંતોષકારક

image soucre

તમને જણાવી દઈએ કે આ પહેલા હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કે ગાંગુલીની સારવાર કરતા ડોકટરોની મેડિકલ ટીમ સમયે સમયે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. આ અગાઉ મંગળવારે હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્લડ ટેસ્ટ રિપોર્ટ સંતોષકારક છે. જેથી તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવા જેવુ કઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!