શિયાળામાં ઠંડીને ભગાડવા દારૂનું સેવન કરતાં લોકો ચેતી જજો

ઘણી એવી માન્યતાઓ લોકોમાં ઘર કરીને બેઠી છે કે જેનું કોઈ સમાધાન નથી અને લોકો નવા નવા કારણોની આડમાં જે તે વસ્તુને ફોલો કરતાં જઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વાત બહાર આવી છે કે જે સૌ માટે જાણવી ખુબ જ જરૂરી છે. કારણ કે આ વાત ઘણા લોકો ફોલો કરતાં હોય છે. ત્યારે આવો જાણીએ કે શિયાળો અને દારુને લગતી આ વાત શું છે અને આપણે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો હાલમાં હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ સુધી ભારતનાં અનેક રાજ્યોમાં ઠંડીની તીવ્રતા વધવાની ચેતવણી જાહેર કરી છે. આગામી કેટલાક દિવસો સુધી હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં હાડ ગાળે એવી ઠંડી પડી શકે છે.

image source

એનાથી પણ વધારે જો આંડકા સાથે વાત કરીએ તો આ બધા રાજ્યોમાં મહત્તમ તાપમાન 3થી 5 ડીગ્રી સુધી નીચે આવી શકે છે. એવામાં આપણા લોકો બધા ઠંડીની આડમાં દારૂ પીતા જોવા મળે છે. શિયાળામાં દારૂ પીવાથી સારો રહે એવી એક માન્યતા લોકોમાં વર્ષોથી પ્રચલિત છે. પણ આ વખતે સાથે હવામાન વિભાગ (IMD)એ એક એડવાઈઝરી પણ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઠંડીથી બચવા માટે લોકો દારૂનુ સેવન ન કરે. હવે લોકોને પણ અને દિગ્ગજોને પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે IMDએ તેની એડવાઈઝરીમાં આવું શા માટે કહ્યું અને આ વિશે શું કહ્યું છે ? ઠંડીની આ સીઝનમાં શરાબ સાથે શું કનેક્શન છે? તો આવો વિગતે આ વાત જાણીએ અને સમજીએ

image source

પણ આ વાતની પહેલાં એ જાણી લઈએ કે કોલ્ડવેવ શું થાય છે અને એને લઈ IMDનું શું અનુમાન છે? તો વાત કંઈક એમ છે કે જ્યારે વધારે તાપમાન 10 ડીગ્રી તથા ન્યૂનતમ તાપમાન 4.5 ડીગ્રીથી નીચે આવી જાય છે તો કોલ્ડવેવ ચાલે છે. જ્યારે વધારે તાપમાન 6.5 ડીગ્રીથી ઓછા અને ન્યૂનતમ તાપમાન બે ડીગ્રી સેલ્સિયસ સુધી ચાલે છે, તો એને સિવિયર કોલ્ડવેવ કંડિશન એટલે ગંભીર કોલ્ડવેવ કંડિશન કહેવાય છે. IMDના મતે હિમાલયની ઉપરના ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ ઉત્તર ભારતમાં ન્યૂનતમ તાપમાન ઘટશે અને એ ત્રણથી પાંચ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

image soucre

તો આ ઘટમાક્રમમાં સૌથી પહેલાં એ જાણીએ કે IMDએ પોતાની એડવાઈઝરીમાં શું કહ્યું હતું. તો એમાં કહેવામાં આવ્યું છે કે કોલ્ડવેવ સમયે ફ્લૂ, શરદી, નાકમાંથી લોહી નીકળવું જેવી અનેક પરેશાની સર્જાઈ શકે છે. જે લોકોને આ પ્રકારની અગાઉથી પરેશાની છે તેમને ઠંડી વધવા સાથે મુશ્કેલી વધી શકે છે તેથી ધ્યાન રાખવું જરૂરી છે. આ સાથે જ એક લિસ્ટ શેર કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને ઘરની બહાર નહીં નીકળવા, સ્કીનને ક્રીમ અથવા તેલથી મોઈશ્ચરાઈઝ કરવા, વિટામિન-સીથી ભરપૂર ફળ અને શાકભાજી ખાવા તથા ગરમ સૂપ પીવા અપીલ કરવામાં આવી છે. પણ આ બધાની વચ્ચે એક મોટો મુદ્દો શેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે શરાબના સેવનથી બચવું જોઈએ કારણ કે એનાથી બોડી ટેમ્પરેચર ઓછું થાય છે. કારણ કે ઘણા લોકોને એવું લાગે છે કે શરાબ પીવાથી શરીરમાં ગરમી આવે છે.

image source

લોકોની માન્યતા અને ધારણ વિશે IMD અને હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે શરાબ પીવાથી બોડીનું તાપમાન ઓછું થાય છે. આ સાથે જ શરીરની ઈમ્યુનિટી પર પણ શરાબની અસર થાય છે અને નબળી પડી જાય છે. જો તેની અસર વિશે વિગતે વાત કરવામાં આવે તો શરીરનું તાપમાન ઘટવાથી હાઈપોથર્મિયાનું જોખમ પણ વધી જાય છે. આ એક સ્થિતિ હોય છે, જ્યારે શરીરની અંદર જ હીટ બનવાથી સમાપ્ત થવા લાગે છે. તેને લીધે બોડીનું તાપમાન ઘટવા લાગે છે. સામાન્ય રીતે આ 37 ડીગ્રી સેલ્સિયસ થાય છે. જો કે હાઈપોથર્મિયા થવાથી એ 35 ડીગ્રીથી ઓછું થઈ જાય છે. તો હવે એ જાણીએ કે આ હાઈપોથર્મિયાના લક્ષણો શું અને કઈ રીતે ખબર પડે છે. જેમને પણ હાઈપોથર્મિયા છે, તેમના શરીરમાં કંપનનો અહેસાસ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, શરીર ઠંડું પડવા લાગે છે, બોલવામાં પરેશાની થાય છે, થાકનો અહેસાસ થાય છે.

image source

તો વાત મુદ્દાની એ છે કે જે લોકો શરાબનું જેટલું વધારે સેવન કરે છે એને એટલી વધારે નુકસાની ભોગવવી પડે છે કારણ કે શરાબનું સેવન જેટલું વધારે હાઈપોથર્મિયાનું જોખમ એટલું વધારે રહે છે. વર્ષ 2004માં અમેરિકાના અમેરિકન એસોસિયેશન ઓફ ફેમિલી ફિઝિશિયનના સ્ટડી પ્રમાણે એક્સિડેન્ટલ હાઈપોથર્મિયાના 68 ટકા કેસમાં શરાબ કનેક્શન હોય છે. દારૂ વિશે વાત કરીએ તો એ એક વાસોડાઈલેક્ટર હોય છે, એટલે કે શરીરમાં વહેતા લોહીને પાતળું કરી દેશે. આ સાથે જ બ્લડ વેસિલ્સને ખોલી દે છે.

image source

દારૂ પીવાથી શું થાય છે અને તમને શા માટે ગરબીનો અહેસાસ થાય છે એની આખી પ્રોસેસ વિશે જો વાત કરવામાં આવે તો શરાબ પીધા બાદ સ્કીનની સપાટી પર લોહીનું પ્રમાણ વધી જાય છે. એને લીધે શરાબ પીનારાને ગરમીનો અહેસાસ થાય છે. આ કારણથી નશો ચડવાથી શરાબ પીનારા ઝૂમતા દેખાય છે. જ્યારે શરીરને ગરમીનો અહેસાસ થાય છે તો શરાબ પીનારને પરસેવો આવે છે. પરસેવો આવવાથી શરીર ઓવરઓલ ટેમ્પરેચર ઘટી જાય છે. વધારે શરાબ પીધા બાદ શરાબ પીનારના શરીરની ઠંડીને યોગ્ય રીતે ડિટેક્ટ કરવાની એબિલિટી પણ ઓછી થાય છે અને હાઈપોથર્મિયા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ