જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર બાળક આ વાતે હોય છે ખૂબ હોંશિયાર, જાણો શું હોય છે ખાસિયત

જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર આ બાબતમાં હોય છે બધા કરતા આગ, જાણી લો એમની ખાસિયત.

જાન્યુઆરી મહિનો એ વર્ષનો પહેલો મહિનો હોય છે. આ મહિને ઘણા લોકોનો જન્મદિવસ પણ આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર વ્યક્તિનો સ્વભાવ, રંગ, રૂપ, ગુણ- દોષો વગેરે વિશે જાણી શકાય છે. આ મહિનામાં જન્મ લેનાર જાતકોમાં ઘણી બધી ખૂબીઓ તો ઘણા દોષો પણ જોવા મળે છે. તો ચાલો જાણી લઈએ જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર જાતકોમાં ક્યાં ક્યાં ગુણ અને દોષ હોય છે.

image source

એમનામાં હોય છે આ ખૂબીઓ.

જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર ખૂબ જ મહેનતુ હોય છે. નસીબના બદલે એ પોતાની તનતોડ મહેનત પર જ વિશ્વાસ કરે સીબે. અને એ જ કારણે એ પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે. કામ અને કરીયરને લઈને એ લોકોમાં એ અલગ જ પ્રકારની દીવાનગી જોવા મળે છે. જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર જાતક સંસ્કારી અને આદર્શવાદી હોય છે.

image source

સંવાદ શૈલીમાં હોય છે એકદમ કુશળ.

જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર એમના નિયમો અને આદર્શોને જ પ્રાથમિકતા આપે છે. સામાજિક જીવનમાં એમની છાપ એકદમ સ્વચ્છ હોય છે. એ સંવાદ શૈલીમાં પણ ખૂબ જ કુશળ હોય છે. એ પોતાની વાતોથી સામે વાળી વ્યક્તિને મોહિત કરી લે છે. સંવાદ કરતી વખતે પોતાના વિચારોને અન્ય સમક્ષ સ્પષ્ટ રૂપે રજૂ કરે છે.

image source

આ જાતકોમાં હોય છે આ ખામીઓ.

જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર વ્યક્તિઓના દોષની ચર્ચા કરીએ તો આ જાતક પોતાની ખામીઓને ઇગ્નોર કરવા વાળા હોય છે. તો આ જાતકો અન્ય વ્યક્તિઓને ઓળખી નથી શકતા અને એટલે જ દગો ખાઈ બેસે છે. ખૂબ જ ઉતાવળા સ્વભાવના હોય છે અને બીજાની વાતો સાંભળ્યા પહેલા જ રીએક્ટ કરી નાખે છે. ક્યારેક ક્યારેય ધર્માંધ હોવાની હદ સુધી પહોંચી જાય છે. આ જાતકો બીજાના સમયની કદર નથી કરતા.

image source

આ ક્ષેત્રમાં મેળવે છે ખૂબ જ સફળતા.

જાન્યુઆરી મહિનામાં જન્મ લેનાર જાતકોનું કરિયર શાનદાર હોય છે. પોતાની મહેનતના જોરે એ સફળતા મેળવે છે. આ મહિનામાં જન્મ લેનાર ઇલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટડ એકાઉન્ટન્ટ, લેક્ચરરશીપ કે પછી સોફ્ટવેર એન્જીનીયરિંગના ક્ષેત્રમાં સફળતા મેળવે છે. આ જાતકોની નેતૃત્વ ક્ષમતાથી દુનિયા એમની ફેન બની જાય છે.

image source
  • ભાગ્યશાળી અંક – 5, 3, 1
  • શુભ રંગ- ઘાટો ભૂરો, લાલ, આછો પીળો.
  • શુભ દિવસ- ગુરુવાર, શુક્રવાર અને રવિવાર
  • શુભ રતન- ગોમેદ અને બ્લુ ટોપાઝ (રાશિ અનુસાર પહેરો તો વધારે સારું રહેશે.)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ